ST એટલે શું? | ST માં કઈ જાતિયોનો સમાવેશ થાય અને તેના લાભ 2023

 

ST એટલે શું? અને એસટીમાં કઈ જાતિયોનો સમાવેશ થાય અને તેના લાભ – મિત્રો શું તમે ST શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે ST ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

 

ST એટલે શું?

 

ST એટલે શું?

ST નું અંગ્રજીમાં Full Form “Scheduled Tribes” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “અનુસૂચિત જનજાતિ” થાય છે. અનુસૂચિત જનજાતિના લોકોને આદિવાસી ના નામે પણ ઓળખવામાં આવે છે. આજે પણ મોટા ભાગના અનુસૂચિત જાતિના લોકો જંગલવાળા વિસ્તારમાં રહે છે.

 

ST માં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે?

ST એ બીજા કેટેગરીના મુકાબલે એક નાનો વર્ગ છે અને આ વર્ગમાં ઘણી બધી અલગ અલગ જાતિઓનો સમાવેશ થાય છે તથા અલગ અલગ રાજ્યોએ તેમના નિયમ અનુસાર અલગ અલગ જાતિઓનો સમાવેશ કર્યો છે. આપણા ગુજરાતમાં ST માં જે જાતિઓનો સમાવેશ થાય છે તેના નામ નીચે મુજબ છે.

 

  • બાવચા અથવા બામચા
  • ભરવાડ (આલેચ, ગીર અને બરડા જંગલના નેસ વિસ્તારમાં)
  • કોળી ઢોર, ટોકરે કોળી, કોલચા, કોલઘા
  • કુણબી (ડાંગ જિલ્લો)
  • નાયકડા, નાયકા, ચોલીવાલા નાયકા, કાપડીયા નાચકા, મોઢા નાયકા,નાના નાયકા
  • પારધી (ક્ચ્છ જિલ્લો)
  • બરડા
  • ભીલ, ભીલ ગ્રાસીયા, ઢોલ ભીત, ડુંગરી ભીલ, ડુંગરી ગરાંસીયા, મેવાસી ભીલ, રાવળ ભીલ, તડવી ભીલ, ભાગલીયા, ભીલાલા પાવર, વસાવા અને વસાવે
  • પઢાર.
  • ચારણ (આવેચ, બરડા અને ગીર જંગલના નેસ વિસ્તારમાં)
  • પારધી, અડવીચીંચર, ફણસે પારધી (અમરેલી ભાવનગર, જામનગર, જુનાગઢ કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા. સિવાયના)
  • ચૈાધરી (સુરત અને વલસાડ જિલ્લામાં)
  • ચૈાધરા
  • ધાનકા, તડવી તેતરીયા, વાલવી
  • ઢોડીયા
  • દુબળા, તલાવીયા, હળપતિ
  • ગામિત, ગામટા, ગાવિત, માવચી, પડવી,
  • ગોન્ડ,રાજગોન્ડ
  • કાથોડી, કાતકરી, ઢોર કાથોડી, ઢોર ાતકરી, સૌન કાથોડી, સોન કાતકરી
  • કોંકણા, કોકણી, કુકથા
  • કોળી (ક્ચ્છ જિલ્લામાં)
  • પટેલીયા
  • પોમલા
  • રબારી (આલેચ, બરડા અને ગીર જંગલના નેસ વિસ્તારમાં)
  • રાઠવા
  • સીદી (અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં)
  • વાઘરી (કચ્છ જિલ્લો)
  • વસ્તી (વાલી)
  • વિટોળીયા, કોટવાળીયા, બરોડીયા

 

ST જાતિના લોકોને શું લાભ મળે છે?

ST વર્ગના લોકોને વિવિધ પ્રકારના લાભો મળે છે જે નીચે મુજબના લાભ મળે છે.

 

  • શાળા તથા કોલેજમાં પ્રવેશ માટે ST ક્વોટાનો લાભ
  • શાળા તથા કોલેજમાં શિષ્યવૃતિનો લાભ
  • સરકારી નોકરીમાં ST આરક્ષણ નો લાભ
  • સરકારી નોકરીમાં વયમર્યાદા તથા અરજી ફી માં રાહત
  • સરકારી યોજનાઓમાં ST આરક્ષણનો લાભ

 

આ પણ વાંચો:-

OBC એટલે શું? | OBC માં કઈ જાતિયોનો સમાવેશ થાય અને જાતિના લોકોને શું લાભ મળે છે?

 

પ્રિય મિત્રો અહીં ST એટલે શું? તેના વિશે ટૂંકમાં માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ, કે તમને આ ST એટલે શું? લેખ કામ આવ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

 

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment