સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ : એલન મસ્ક ભારત લાવી રહ્યા છે Starlink Satellite Internet Project

 

તમે કોઈ જગ્યાએ તો સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ નુ નામ તો સાંભળ્યું જ હશે. શું તમે જાણો છો Starlink Satellite Internet Project શું છે?.

મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ શું છે?, ભારતમાં ઉપલબ્ધ ઈન્ટરનેટ કરતા કેટલું અલગ છે સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ?, હાલમાં સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ દુનિયા કયા દેશોમાં ઉપલબ્ધ છે?, સ્ટારલિંકથી સેટેલાઈટ ઈન્ટરનેટની સ્પીડ શું હશે? અને સ્ટારલિંક સેટેલાઈટ્સથી તમારા સુધી કેવી રીતે પહોંચશે ઈન્ટરનેટ?. સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખને છેલ્લે સુધી વાંચો.


સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ


સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ શું છે?

મિત્રો તમને બતાવી દઈએ કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક બની ગયા છે અને તે જ એલન મસ્કની કંપની છે spaceX જે આ સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ સ્ટારલિંક પ્રોજેક્ટની મદદથી હવે લોકોને સેટેલાઈટ દ્રારા હાઈસ્પીડ ઈન્ટરનેટ આપવામાં આવશે. જે તમે કોઈ દિવસ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. હવે આ કંપની ભારતમાં આવવા વિચારી રહી છે.


ભારતમાં ઉપલબ્ધ ઈન્ટરનેટ કરતા કેટલું અલગ છે સ્ટારલિંક?

મિત્રો અત્યારે આપણા દેશમાં વાયરલેસ ઈન્ટરનેટના નામે વાયમેક્સ સર્વિસીઝ અને મોબાઈલ ઈન્ટરનેટ ઉપલબ્ધ છે, પરંતુ એ સેટેલાઈટ સાથે ડાયરેક્ટ લિન્ક ન થઈને ટેરેસ્ટ્રિયલ નેટવર્ક સાથે જોડાયેલું છે. આ કારણથી જે વિસ્તારોમાં ટાવર્સ હોતા નથી ત્યાં ઈન્ટરનેટ સર્વિસીઝ મળી શકતી નથી. એટલું જ નહીં, વાયમેક્સથી મળતું ઈન્ટરનેટ પણ ઘણું સ્લો હોય છે. એટલે કે સ્ટારલિંક ઈન્ટરનેટ છે તે વાયરલેસ ઈન્ટરનેટ છે. જેથી ભારતના એવા ક્ષેત્રો જયાં ઈન્ટરનેટ નથી મળતું અથવા મળે છે તો ઓછું ચાલે છે. તેવી જગ્યાએ આ ઈન્ટરનેટ હાઈપસ્પીડ સાથે ચાલશે.


ભારતમાં ક્યારે લોન્ચ થશે સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ?

થોડા વર્ષેમાં ભારતમાં પણ એલન મસ્કની કંપની spaceX નો સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ લોન્ચ થઈ જશે. ભારતમાં અત્યારે રેગ્યુલેટર પાસે અપ્રૂવલની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અત્યારે સ્ટારલિંકની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, 99 ડોલર એટલે કે લગભગ 7200 રૂપિયામાં એનું પ્રી-બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ એમાઉન્ટ સંપૂર્ણપણે રિફંડેબલ છે.

 

થોડા દિવસ પહેલા એલન મસ્કને એક ટ્વિટર હેન્ડલ એ પૂછ્યું હતું કે સ્ટારલિંક સર્વિસીઝ ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે? તેના અંગે એલન મસ્કે જવાબ આપ્યો કે ‘રેગ્યુલેટર પાસે અપ્રૂવલની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે.’ તો સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં જ ભારતમાં સ્ટારલિંક સેટેલાઈટથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળવા લાગશે.


સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ દુનિયા કયા દેશોમાં ઉપલબ્ધ છે?

સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ અત્યારના સમયે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે, કેનેડા, ચિલી, પોર્ટુગલ, યુએસએ સહિત  14 દેશોમાં મળે છે. જે આવનારા સમયમાં ભારતમાં પણ સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ લોન્ચ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે.


સ્ટારલિંકથી સેટેલાઈટ ઈન્ટરનેટની સ્પીડ શું હશે?

સ્ટારલિંકથી સેટેલાઈટ ઈન્ટરનેટ અત્યારે બીટા વર્ઝનમાં છે. જ્યાં સુધી સ્પીડની વાત છે, તો ડાઉનલોડ 50 એમબીપીએસ થી કરીને 150 એમબીપીએસ વચ્ચે છે. આ લો-લેટેન્સી ઈન્ટરનેટ સર્વિસીઝ 20 મિલી સેકન્ડ્સથી 40 મિલી સેકન્ડ્સનો સમય લે છે.

 

અમેરિકામાં સ્પીડ ટેસ્ટ ઈન્ટેલિજન્સના નંબર મુજબ સ્ટારલિંક સેટેલાઈટ બ્રોડબેન્ડ 97.23 એમબીપીએસ ડાઉનલોડ સ્પીડ આપી રહ્યું છે અને જ્યારે 13.89 એમબીપીએસ અપલોડ સ્પીડ આપી રહ્યું છે. જયારે યુએસ એરફોર્સે સ્ટારલિંકનો ઉપયોગ કરીને 600 એમબીપીએસની સ્પીડ પણ હાંસલ કરી છે.

 

સામાન્ય લોકોને પણ આ સ્પીડ મળશે તે હજી સુધી કઈ નક્કી નથી પણ સ્ટારલિંક પ્રોજેક્ટ માટે સેટેલાઈટ સ્થાપિત કરી રહેલી મસ્કની સ્પેસ રિસર્ચ એજન્સી સ્પેસએક્સે પણ કહ્યું છે કે ગ્રાહક 50 થી 150 એમબીપીએસની સ્પીડની આશા રાખી શકે છે.

 

ઓગસ્ટમાં સ્પીડ ટેસ્ટ એપ બનાવનારી ઓકલા એ કહ્યું હતું કે સ્ટારલિંક સેટેલાઈટ બ્રોડબેન્ડની સ્પીડ અનેક દેશોમાં વાયર્ડ બ્રોડબેન્ડની સ્પીડને બરાબર પહોંચી ગઈ છે, જ્યારે કેટલાક દેશોમાં તો તેણે વાયર્ડ બ્રોડબેન્ડને પણ પાછળ છોડી આગળ વધી ગઈ છે.


આ પણ વાંચો:-

ઈ-રૂપી ડિજિટલ પેમેન્ટ શું છે? | What Is Digital E-RUPI?


સેટેલાઇટ બ્રોડબેન્ડ એ અત્યારના નેટવર્કથી કેવી રીતે અલગ છે?

આ કોઈ નવી ટેકનોલોજી નથી. આપણે આ પ્રકારની ટેકનોલોજી સેટેલાઈટ ટીવી જોવા અને GPS લોકેશન લેવામાં કરી રહ્યા છીએ. સમસ્યા એ છે કે પરંપરાગત સેટેલાઈટ્સ ખૂબ દૂર હોય છે, આ કારણથી એમાંથી લેવાતી સેવા સીમિત હોય છે.

 

સેટેલાઈટથી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ આપવા માટે એલન મસ્કની કંપનીએ સેટેલાઈટ્સને લોઅર અર્થ ઓર્બિટમાં સ્થાપિત કરેલો છે, જેથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળી શકે. સેટેલાઈટ્સ લેઝર દ્વારા ડેટા ટ્રાન્સમિટ કરે છે. આ ફાઈબર ઓપ્ટિક બ્રોડબેન્ડની જેમ જ છે, જેમાં લાઈટની સ્પીડથી ડેટા ટ્રાવેલ કરે છે.

 

આ સેટેલાઈટ વાયરથી નહીં, પરંતુ લેસર બીમનો ઉપયોગ કરીને ડેટા ટ્રાન્સફર કરે છે. એનાથી સેટેલાઈટ્સ પણ ફાઈબર ઓપ્ટિકથી મળનારી સ્પીડ આપી શકે છે. લેસરનું સિગ્નલ સારું મળવું જોઈએ, એના માટે એક સેટેલાઈટ પોતાની પાસેના ચાર અન્ય સેટેલાઈટ્સ સાથે જોડાઈને એક નેટવર્ક બનાવે છે. આ સેટેલાઈટ પછી અન્ય ચાર સેટેલાઈટ સાથે જોડાયેલા હોય છે. આ રીતે આકાશમાં સેટેલાઈટ્સનું નેટવર્ક બની જાય છે, જે પુથ્વી પર હાઈ સ્પીડ ઈન્ટરનેટ આપી શકે છે.


સેટેલાઈટ્સથી તમારા સુધી કેવી રીતે પહોંચશે ઈન્ટરનેટ?

સેટેલાઈટનો આ મોટો સમૂહ ધરતીના કોઈપણ એક ભાગથી બીમ ઈન્ટરનેટ કવરેજને સંભવ બનાવશે. કંપની કહે છે કે તેના સેટેલાઈટ્સનું નેટવર્ક યુઝર્સને હાઈ સ્પીડ, લો-લેટેન્સી ઈન્ટરનેટ કવરેજ ઉપલબ્ધ કરાવશે.

સ્ટારલિંક કિટમાં સ્ટારલિંક ડિશ, એક વાઈ-ફાઈ રાઉટર, પાવર સપ્લાય કેબલ્સ અને માઉન્ટિંગ ટ્રાઈપોડ હોય છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે ડિશને ખુલ્લા આસમાન નીચે રાખવી પડશે (જે રીતે આપડે ઘર પર ટીવી માટે ડીશ ફિટ કરીએ છીએ કે એન્ટીના લગાવીએ છીએ). iOS અને એન્ડ્રોઈડ પર સ્ટારલિંકની એપ હાજર છે, જે સેટઅપથી લઈને મોનિટરિંગ પ્રક્રિયાને પૂરી કરે છે.

આ બીટા કિટની કિંમત 499 ડોલર (36 હજાર રૂપિયા) છે. 99 ડોલર (7 હજાર રૂપિયા)ના માસિક સબ્સ્ક્રિપ્શન પર એને લઈ શકાય છે.


મિત્રો અહીં અમે તમને Starlink Satellite Internet Project વિશે સરળ ભાષામાં જાણકારી જાણવાનો પ્રયાસ કર્યો છે, અમે આશા રાખીએ છીએ કે તમને Starlink Satellite Internet Project વિશે આજે કઈક નવું જાણવા મળ્યું હશે અને જો તમે Starlink Satellite Internet Project વિશે વધુ માહિતી મેળવવા માંગો છો Starlink ની અધિકૃત વેબસાઈટ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ : એલન મસ્ક ભારત લાવી રહ્યા છે Starlink Satellite Internet Project”

Leave a Comment