સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023 | Surakshit Matritva Aashwasan Yojana

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના.

તો ચાલો જાણીએ કે સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના શું છે?, સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના શું છે?

Surakshit Matritva Aashwasan Yojana એ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના દ્રારા રાજ્યની સગર્ભા મહીલાઓ અને તેમના નવજાત શિશુઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ આપવામાં આવે છે.

જેમાં જો નવજાત શિશુઓને, સગર્ભા સ્ત્રીઓને, શિશુ જો બીમાર પડે તો તેની માતાની ડિલિવરી બાદ 6 માસ સુધી કોઈ પણ ખર્ચો કરવાનો રહેતો નથી. જેમાં આ યોજના થી સગર્ભા માતાઓ અને ડિલિવરી પછી તેમના શિશુઓ ને ગુણવત્તયુક્ત દવાખાનાઓ માં સારા મન્સુરી સારવાર આપવામાં આવે છે.


Important Point of Surakshit Matritva Aashwasan Yojana

યોજનાનું નામ સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023
આર્ટિકલની ભાષા ગુજરાતી
યોજનાનો હેતુ સગર્ભા મહીલાઓ અને તેમના નવજાત શિશુઓને વિવિધ સહાય આપવી.
અરજી કરવાનો પ્રકાર ઓફલાઈન
માન્ય વેબસાઈટ https://suman.mohfw.gov.in/

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનાનો ઉદ્દેશ્ય શું?

  • આ યોજનામાં ગર્ભવતી સ્ત્રીઓને અને તેમના નવજાત શિશુઓને જો કોઈ પ્રકારની બીમારી થાય તો તેમને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ મળી રહે અને તેમની સારવાર ફ્રી માં થાય.
  • ગર્ભવતી સ્ત્રીઓ ને તેમના જાહેર આરોગ્ય સુવિધાઓ પર શૂન્ય-ખર્ચ ડિલિવરી અને સી-સેક્શન સુવિધાનો લાભ લઈ શકે છે.
  • ગુજરાત રાજ્યમાં આ યોજના થકી માતાઓ અને શિશુઓને નકારવા માટે શૂન્ય-સહિષ્ણુતા સુનિશ્ચિત કરે છે.
  • આ યોજનાના કારણે સ્તનપાન માટે સપોર્ટ અને ગોપનીયતા પ્રદાન કરે છે.
  • આ યોજના દ્વારા ગર્ભવતી સ્ત્રીઓ અને તેમના નવજાત શિશુઓને મફતમા સારવાર, રસીકરણ જેવી વિવિધ આરોગ્ય સેવાઓ ફ્રી માં પૂરી પાડવામાં આવે છે. જેથી તેમના બાળકોને ભવિષ્યમાં કોઈ આરોગ્યને લઈને પ્રોબ્લેમના થાય.

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનાનો લાભ કઈ મહિલાઓને મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યની મહિલાઓને આ યોજનાનો લાભ મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે મહિલાઓને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભાર્થી APL અને BPL સહિત તમામ જાતિની કેટેગરીની સગર્ભા સ્ત્રીઓ લાભ આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ 0 થી 6 મહિનાના નવજાત શિશુઓને લાભ આપવામાં આવશે.
  • આ યોજનામાં ડિલિવરી પછી, ડિલિવરીથી 6 મહિના સુધીની સ્તનપાન કરાવતી માતાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • જે સ્ત્રીઓની ડિલિવરી થઈ ગઈ હોઈ તો તેઓને  6 માસ સુધી આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે.

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનામાં મળવાપાત્ર સહાય

  • આ યોજનામાં સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ પહેલાની તપાસ અને 1 લી ત્રિમાસિક દરમિયાન એક તપાસ તેમજ પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન હેઠળ એક ચેક-અપ પણ કરવામાં આવશે.
  • Surakshit Matritva Aashwasan Yojana માં ગર્ભવતી સ્ત્રીઓને અને તેમના નવજાત શિશુઓને ફ્રી માં ગુણવત્તા યુક્ત આરોગ્ય સંભાળ આપવામાં આવશે.
  • સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના હેઠળ સગર્ભા સ્ત્રીઓને ઘરે થી હોસ્પિટલ અને હોસ્પિટલ થી ઘરે પરત મૂકવા આવવા માટે મફતમાં પરિવહન ની સેવા આપવામાં આવશે.

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Surakshit Matritva Aashwasan Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • લાભાર્થી નો ઓળખાણ નો પુરાવો (આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ – આ માંથી કોઈપણ એક)
  • મમતા કાર્ડ. (જે નર્સ બેન દ્રારા આપવામાં આવે છે.)
  • સંબંધિત હોસ્પિટલમાંથી મહિલાની ગર્ભાવસ્થાની વિગતો
  • લાભાર્થીનું સરનામાનો આધાર પુરાવો.

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના


Surakshit Matritva Aashwasan Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે લાભાર્થી મહિલા સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનામાં ફોર્મ ભરવા માંગે છે તેમને ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

આ યોજનાની અરજી કરવા માટે લાભાર્થી સગર્ભા સ્ત્રીએ પોતે જ્યાં વસવાટ કરતા હોઈ છે, ત્યાંના નજીકનાં સરકારી દવાખાના પર જઈ ને અરજી કરવાની રહેશે અને જેમ કે સગર્ભા સ્ત્રીએ જો રૂરલ વિસ્તારમાં વસવાટ કરતા હોય તો તેમને પોતાના નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર જઈને કે પોતાના ગામમાં આવતા નર્સબેન પાસે જઈને અરજી કરી શકે છે.


આ પણ વાંચો:-

સિલાઈ મશીન લોન યોજના


Surakshit Matritva Aashwasan Yojana હેલ્પલાઇન

પ્રિય મિત્રો અહીં અમે Surakshit Matritva Aashwasan Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા ગામના કે વિસ્તારના આંગનવાડી બહેન, નર્સ બહેન, આશા બહેન કે પછી તમારા નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કે અર્બન આરોગ્ય કેન્દ્ર પર જઈને સંપર્ક કરીને તમે આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

જો આપને સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના વિશે અન્ય વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો.

  • ટોલ ફ્રી નંબર:- (011) 24303714

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.Surakshit Matritva Aashwasan Yojana નો લાભ કોને મળે છે?

જવાબ :- સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનાનો લાભ ગુજરાત રાજ્યની તમામ સગર્ભા સ્ત્રીઓને મળે છે.

2.Surakshit Matritva Aashwasan Yojana માં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનામાં તમારે તમારા નજીકનાં સરકારી દવાખાનામાં જઈને અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment