તબેલા લોન યોજના 2023 | Tabela Loan Yojana In Gujarati

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આદિજાતિ નિગમ ગુજરાત દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, તબેલા લોન યોજના. તો ચાલો જાણીએ કે તબેલા લોન યોજના શું છે?, તબેલા લોન યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને તબેલા લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

તબેલા લોન યોજના

 

તબેલા લોન યોજના

આદિજાતિ નિગમ ગુજરાત દ્રારા ચલાવામાં આવતી Tabela Loan Yojana હેઠળ  ગુજરાતના અનુસૂચિત જન જાતિના એવા પશુપાલકો જે પશુપાલન વ્યવસાય કરે છે અને જેમની પાસે વધુ પશુપાલકો છે તેમને પોતાના પશુપાલકોના રહેઠાણ માટે તબેલા બનાવવા માટે ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવશે.

 

તબેલા લોન યોજનાનો ઉદ્દેશ્ય શું છે?

આ યોજનાનો મુખ્ય હેતુ, ગુજરાત એવા પશુપલકો કે જે પશુપાલનનો વ્યવસાય કરે છે અને જેમની પાસે પશુઓના રહેઠાણ માટે કોઈ જગ્યા નથી, તે માટે આ યોજના હેઠળ તેમને ઓછા વ્યાજે ધિરાણ આપવામાં આવે છે. જેથી તે પશુપાલકોને કોઈ બીજી જગ્યાએથી વધુ વ્યાજે ધિરાણના મેળવવું પડે અને જે પશુપાલકોની સ્થિતિ ખરાબ છે. તેવા પશુપાલકો પણ આ યોજનાનો લાભ મેળવીને પોતાના પશુપાલકો માટે તબેલો બનાવી શકે.

 

તબેલા લોન યોજનાનો લાભ કયા પશુપાલકોને મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન જે પશુપાલક સાથે થશે તેને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • અરજદાર પશુપાલક ગુજરાત રાજ્યનો વતની હોવો જોઇએ.
  • અરજદાર પશુપાલકની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • પશુપાલક પાસે ઓછામાં ઓછું એક કે બે દૂધ આપતું હોય તેવું પશુ હોતબેલા ઈએ.
  • અરજદારને ગાય ભેંસને પાળતા આવડવું જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પશુપાલકની વાર્ષિક આવક 1,20,000/- તથા શહેરી વિસ્તારમાં રહેતા પશુપાલકના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળશે.
  • પશુપાલકોને તબેલો ચલાવવાની જાણકારી અથવા તબેલો ચલાવવાની તાલીમ લીધી હોવી જોઈશે.
  • પશુપાલકે તબેલામાં કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે.
  • પશુપાલક દૂધ મંડળીના સભ્ય હોવા જોઈશે.
  • કુટુંબમાં કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.

 

તબેલા બનાવવા માટે લોન યોજનામાં વ્યાજદર અને ફાળો

તબેલા લોન યોજનામાં વ્યાજદર અને ફાળો કેટલો કેટલો હોય છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • પશુપાલકને આ યોજના હેઠળ તબેલો બનાવવા માટે રૂપિયા 4 લાખનું ધિરાણ મળશે.
  • પશુપાલકે ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
  • આ ધિરાણ વાર્ષિક 4% ના દરે ભરવાનું હોય છે.

 

તબેલા લોન યોજના હેઠળ મળતી લોન કેટલા સમયમાં પરત કરવાની હોય.

આદિજાતિ નિગમ દ્રારા આ લોન આપવામાં આવે છે. અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત આપવાની રહેશે. અરજદાર પાસે જો લોન ચુકવણી કરવાની સગવડ હોય તો તે લોનની મુદત પહેલા પણ લોન ચૂકવી શકેશે. અને જો તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.

 

તબેલા લોન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Tabela Loan Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • આધાર કાર્ડની નકલ.
  • રેશનકાર્ડ ની નકલ.
  • અનુસૂચિતજનજાતિ પ્રમાણપત્ર
  • લાભાર્થી વ્યક્તિએ રજૂ કરેલા મિલકતના પુરાવો મકાનના દસ્તાવેજ
  • જો અરજી કરનાર વ્યક્તિએ જામીનદાર એકનો રજૂ કરેલા મિલકત અંગે નો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  • જો અરજી કરનાર વ્યક્તિ બેનો રજુ કરેલ મિલકત અંગે સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  • જમીનદારો એ રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલા સોગંદનામું રજૂ કરવું જરૂરિયાત છે.
  • પાસબુકની નકલ

 

Tabela Loan Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે પશુપાલક તબેલા લોન યોજનામાં ફોર્મ ભરવા માંગે છે તેમને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે, જેની વિસ્તાર પૂર્વક માહિતી નીચે આપેલ છે.

 

  • સૌ પ્રથમ તમે Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં તમારી સામે Adijati Vikas Vibhag Gujarat” ની અધિકૃત વેબસાઈટનું હોમ પેજ તમારી સામે ખુલીને આવશે.
  • હવે અહીંયા તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલીને આવશે.
  • જેમાં જો તમે પહેલી વખત જ “Loan Apply” કરતા હો તો “”Sing Up” પર ક્લિક કરો.
  • હવે અહીંયા તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • તમે Personal Login બનાવ્યા પછી તમારે “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • હવે Apply Now કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતો ધ્યાનપૂર્વક તેમાં ભરવાની રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • હવે તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ધ્યાનથી ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • હવે છેલ્લે, કન્‍ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.
  • આ રીતે તમે તબેલા માટેની લોન યોજનામાં અરજી કરી શકો છો.

 

Tabela Loan Yojana હેલ્પલાઇન

પ્રિય મિત્રો અહીં અમે તમને Tabela Loan Yojana વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈ પ્રશ્ન હોય કે તેના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે સંબંધિત જિલ્લાના આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીવટીદારશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો. અથવા તમે આદિજાતિ નિગમ ગુજરાતની અધિકારીક વેબસાઈટ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો.

 

તબેલા લોન યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

તબેલા લોન યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
તબેલા લોન યોજનામાં ડાયરેક્ટ અરજી કરવા માટે લિંક અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1. તબેલા લોન યોજના માટે કેટલી સહાય મળે છે?

જવાબ : તબેલા લોન યોજના માટે 4 લાખની વાર્ષિક 4% વ્યાજદર સાથે સહાય મળશે.

 

2. Tabela Loan Yojana હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે? 

જવાબ : ગુજરાતના લાભાર્થીઓને આ યોજના હેઠળ કુલ રૂપિયા 4 લાખની લોન આપવામાં આવે છે.

 

3. તબેલા લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?

જવાબ: પશુપાલક લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક હોવી જોઈએ.

 

4. તબેલા લોન યોજના હેઠળ લોન કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?

જવાબ: તબેલા બનાવવા માટે ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

 

5. તબેલા લોન યોજના માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ : તબેલા લોન યોજના માટેની સત્તાવાર વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ છે.

 

પોસ્ટ શેર કરો:
           



Leave a Comment