Tejas Fighter Jet | ભારતનું સ્વદેશી ફાઇટર જેટ તેજસ દુનિયાના અવકાશમાં અવાજ ગુજશે.

ભારતનું સ્વદેશી ફાઇટર જેટ તેજસ જેને દુનિયાના દેશો ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. તો શું છે? તેજસ, એવુ તો શું છે તેમાં કે દુનિયાના દેશો તેને ખરીદવા માંગે છે. ચાલો જાણીએ સંપૂર્ણ જાણકારી.


Tejas Fighter Jet


1965 ના યુદ્વમાં પાકિસ્તાની વાયુસેનાએ કરેલા અચાનક હુમલામાં ભારતના 35 ફાઇટર જેટ નાશ પામ્યા હતા. આટલુ જ નહીં ફાઇટર પ્લેનમાં જીપીએસ, રડાર ન હોવાના કારણે સ્કવોડ્રન લીડર વિલિયમ ગ્રીન ભારતના બદલે પાકિસ્તાનમાં ઉતર્યા હતા.

 

આ તે સમય હતો જયારે ભારત અન્ય દેશો પાસેથી ફાઇટર જેટ ખરીદી રહ્યું. હવે સમય આવી ગયો છે કે ” Tejas Fighter Jet ” દુનિયાના અવકાશમાં અવાજ ગુજશે. કારણ કે જ્યારે ભારતનું સ્વદેશી આધુનિક ફાઇટર જેટ ‘તેજસ’ અમેરિકા જેવો શક્તિશાળી દેશ ખરીદવા માંગે છે.

 

આજે આપણે આ આર્ટિકની મદદથી જાણીએ કે સ્વદેશી તેજસ અન્ય ફાઇટર જેટલી કેટલું અલગ છે? શા માટે વિશ્વના અડધા ડઝનથી વધુ શક્તિશાળી દેશો તેને ખરીદવા માંગે છે?


મલેશિયાને 18 સ્વદેશી ‘Tejas’ વેચવાની ઓફર

 

ભારત હવે વિશ્વના અન્ય દેશો પાસેથી માત્ર ફાઇટર નહીં ખરીદે પરંતુ તેનું વેચાણ પણ કરશે. આ માહિતી શુક્રવારે 5 ઓગસ્ટ સંસદમાં સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે આપી હતી.

 

રક્ષા રાજ્ય મંત્રી ભટ્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL એક એન્જિન સાથેના આ ફાઇટર જેટ બનાવે છે. આ માટે, ગયા વર્ષે ઓક્ટોબરમાં, રોયલ મલેશિયમ એર ફોર્સ તેજસના 2-સીટર સંસ્કરણના 18 જેટ વેચવાની દરખાસ્તનો જવાબ આપ્યો હતો.

 

આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે અમેરિકા, આર્જન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઈજ઼િપ્ત, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા 6 અન્ય દેશોએ પણ આ વિમાન ખરીદવામાં રસ દાખવ્યો છે.


tejas fighter jet સફર | Journey to Tejas

તેજસ ફાઇટર જેટની સફર કેવી રીતે શરૂ થઇ જાણો સંપૂર્ણ માહિતી.

  • 1983માં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોજેક્ટ અંતર્ગત બનવાનું શરૂ થયું.
  • 4 જાન્યુઆરી 2001 ના રોજ પ્રથમવાર તેજસે આકાશમાં ઉડ્ડયન કર્યું.
  • સાયન્ટીસ્ટ ડો. કોટા હરિનારાયણ અને તેમની ટીમે આ સ્વદેશી લડાકુ વિમાનને બનાવ્યું.
  • 2003 માં પ્રધાનમંત્રી અટલબિહારીએ આ લડાકુ વિમાનને ‘તેજસ’ નામ આપ્યું હતું.
  • 2007માં નૌસેનાના વિમાનવાહક જહાજો માટે તેજસ ફાઇટર જેટ બનાવવાની પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઇ.
  • સૌપ્રથમ 2 તેજસ વિમાનને વાયુસેનાની સ્કવોડ્રનમા 2016માં સામેલ કરવામાં આવી હતી.
  • તેજસને એરફોર્સમાં સામેલ કરવાની અંતિમ ઔપચારિકતા ગત વર્ષ એટલે કે 2021માં જ પુરી થઇ.
  • ડિસેમ્બર 2017માં સંરક્ષણ મંત્રાલયે HAL ને ‘એક્સેપ્ટન્સ ઓફ નેસેસીટી’ અંતર્ગત કુલ 83 વીમાનોના ઓર્ડર આપ્યો હતો.
  • 83 વિમાનોમાંથી 73 તેજસ માર્ક-1એ અને 10 તેજસ માર્ક-1એ ટ્રેનર અથવા તાલીમની વિમાન છે. આ વિમાનોની કુલ કિંમત 45696 કરોડ રૂપિયા નક્કી થઇ.

વાયુસેનાને ‘Tejas fighter jet’ જરૂર કેમ પડી?

 

છેલ્લા પાંચ દાયકામાં 400 થી વધુ મિગ-21 એરક્રાફ્ટ ક્રેશને કારણે ભારત સરકાર તેને બદલવાનું વિચારી રહી હતી. તેજસે આ મિગ-21 ને બદલવામાં સફળતા મેળવી. આ એરક્રાફ્ટના ઓછા વજનને કારણે તે દરિયાઈ જહાજોમા પણ સરળતાથી લેન્ડ અને ટેકઓફ કરી શકતું હતું. એટલું જ નહીં તેની હથિયાર વહન કરવાની ક્ષમતા મિગ-21 કરતા બમણી છે. સ્પીડની વાત કરીએ તો તેજસની સ્પીડ રાફેલ કરતા 300 કિમિ પ્રતિ કલાક વધુ છે.


Tejas fighter jet તેની આ વિશેષતાઓને કારણે બાકીની ફાઇટર જેટ્સથી અલગ છે.

ભારતીય વાયુસેનાના કાફલામાં હાલમાં ટોચમાં ફાઇટર જેટમાં સુખોઈ su-30MKI, રાફેલ, મિરાજ, મીગ-29 અને તેજસ બાકીના ચાર ફાઇટર જેટથી અલગ અને ખાસ છે.

  • આ વિમાનમાં 50% ભાગો એટલે કે મશીનરી ભારતમાં જ બનેલી છે.
  • આ વિમાનમાં આધુનિક ટેકનોલોજી હેઠળ ઈઝરાયેલનું EL/M-2052 રડાર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કારણે તેજસ એક સાથે 10 ટાર્ગેટને ટ્રેક કરવા અને હિટ કરવામાં સક્ષમ છે.
  • 460 મીટરના ખુબ જ નાના રનવે પર ટેકઓફ કરવામાં સક્ષમ.
  • આ ફાઇટર જેટ રાફેલ, MiG-29, MiG-21 અને સુખોઈ SU 35 આ ચારમાંથી સૌથી હલકું છે, માત્ર 650
  • તેજસની બનાવટ કાર્બન ફઈબર, ટાઈટેનિયમ અને એલ્યુમિનિયમ છે. આ કારણથી ઓછા વજનનું હોવા છતાં આ વિમાન વધુ મજબૂત છે.
  • તેજસમાં એક સેલ્ફ પ્રોટેકશન જામર પણ આપવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે ઓટોમિટીક છે. આ આકાશ કે જમીનથી કરાયેલ હુમલાથી વિમાનને બચાવે છે.
  • બિયોન્ડ વીઝયુઅલ રેન્જ મિસાલ્સ ટેકનોલોજીની મદદથી દુશ્મનના સ્થળોને ઓળખીને તબાહ કરવામાં સક્ષમ છે. અંતર વધુ હોવા છતાં પણ તેની સચોટતામાં ઓછપ આવતી નથી.
  • એર ટુ એર રીફ્યુંલિંગ – 500 કિમિ પ્રતિ કલાકની ઝડપથી ઉડી રહેલા તેજસમાં 20 હજાર ફૂટની ઊંચાઈ પર પણ ઈધણ ભરી શકાય છે.
  • તેમાં 6 પ્રકારની મિસાઇલો તહેનાત થઈ શકે છે. લેઝર ગાઈડેડ બૉમ્બ, ગાઈડેડ બૉમ્બ અને ક્લસ્ટર હથિયાર પણ લગાવી શકાય છે. એર ટુ એર મિસાઈલ, બ્રહ્મોસ જેવી ક્રુઝ મિસાઈલ લઈ જવામાં સક્ષમ.

આ પણ વાંચો’-

સાયબર ક્રાઇમ એટલે શું | What is cyber crime – જાણો સંપૂર્ણ માહિતી.


તેજસે ચીન, રાશિયા, અને દક્ષિણ કોરિયના ફાઇટર જેટને પાછળ રાખી દીધા છે?

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર માધવને જણાવ્યું હતું કે મલેશિયા પાસે તેજસ ફાઇટર જેટની જગ્યાએ અન્ય ઘણા વિકલ્પો હતા. જેમાં ચીનના જેએફ-17 જેટ, દક્ષિણ કોરિયાના એફએ-50 અને રાશિયાના મિગ-35 તેમજ યાક-130નો સમાવેશ થાય છે. આમ છતાં મલેશિયા તેને ખરીદવામાં રસ દાખવ્યો છે.

 

તેમને કહ્યું કે jF-17ની ઓછી કિંમતમાં કારણે મલેશિયાનું ધ્યાંન તેનાં તરફ ગયું પરંતુ તેજસમાં એડવાન્સ ટેકનોલોજીના કારણે ટે તેને ખરીદવાનું વિચારી રહ્યું છે. મલેશિયાની જરૂરિયાતને કારણે તે આ ઓછા વજનના એરક્રાફ્ટને ખરીદવા માંગે છે. તેમને કહ્યું કે જાળવણી અને સમારકામ, વજન, ખર્ચ અને ફાયરપાવરના સંદર્ભમાં તેજસે વિશ્વના 4 સૌથી શક્તિશાળી વિમાનોને પાછળ છોડી દીધા છે.


પ્રિય મિત્રો અહીં અમે તમને Tejas Fighter Jet વિશે સંપૂર્ણ માહિત આપી છે. સાથે અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ સારો લાગ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતીઓ જાણવા માંગો છો, તો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે જોડાયેલા રહો.

પોસ્ટ શેર કરો:
           

1 thought on “Tejas Fighter Jet | ભારતનું સ્વદેશી ફાઇટર જેટ તેજસ દુનિયાના અવકાશમાં અવાજ ગુજશે.”

Leave a Comment