ટીબી રોગ સહાય યોજના 2023 | Tibi Roag Sahay Yojana

 

મિત્રો આજના આ લેખમાં આપણે આરોગ્ય વિભાગ દ્રારા લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, ટીબી રોગ સહાય યોજના.

તો ચાલો જાણીએ કે ટીબી રોગ સહાય યોજના શું છે?, ટીબી રોગ સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ટીબી રોગ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


ટીબી રોગ સહાય યોજના શું છે?

ટીબી રોગ સહાય યોજનાએ આરોગ્ય વિભાગ દ્રારા ચલાવવામાં આવે છે, જેમાં રાજ્યમાં વસવાટ કરતા કોઈપણ વ્યક્તિ જો ટીબી રોગથી પીડિત છે, તો તેમને આ યોજના હેઠળ ટીબી રોગના સારવાર માટે સહાય આપવામાં આવશે. જેમાં જ્યાં સુધી તેમને ટીબી રોગની સારવાર ચાલશે, ત્યાં સુધી તેમને સહાય આપવામાં આવશે.


ટીબી રોગ સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું?

ટીબી રોગ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબીથી રોગથી પીડિત દર્દી જ્યાં સુધી ટીબી રોગની દવા લે છે, ત્યાં સુધી તે પોતે સારો ખોરાક લઈ શકે તે જ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.


Important Point of Tibi Roag Sahay Yojana

યોજનાનું નામ ટીબી રોગ સહાય યોજના 2023
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુ ટીબી રોગથી પીડિત દર્દીઓણે સહાય આપવી જેથી પોતાની સારવાર સારી રીતે કરી શકે.
અરજી કરવાનો પ્રકાર ઓફલાઈન
માન્ય વેબસાઈટ અહીં ક્લિક કરો.

ટીબી રોગ સહાય યોજના હેઠળ કયા લોકોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના લોકોને ટીબી રોગ સહાય યોજના મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ ટીબી દર્દીને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

 • ટીબીથી પીડિત દર્દી ગુજરાત રાજ્ય નાં વતની હોવા જોઈએ.
 • દર્દીને ટીબી ની બીમારી થયેલ હોવી જોઈએ.
 • ટીબીની સારવાર 6 મહિનાની હોઈ છે માટે દર્દી સરકારી દવાખાના ની સારવાર લેતો હોય તેને આ યોજનાનો લાભ મળશે.
 • 6 મહિનાની ટીબીની સારવાર પૂર્ણ કરશે તેને જ આ લાભ મળશે.
 • આ સહાય માટે જે વ્યક્તિ ને ટીબી ની બીમારી હોઈ અને તેઓ હાલ ટીબી ની સારવાર સરકારી દવાખાને કરાવી રહ્યા હોઇ તેવા દર્દી ઓ આ સહાય લઈ શકે છે.
 • ગ્રામીણ વિસ્તારમાં રહેતા લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા 47,000/-  હોવી જોઈએ.
 • શહેરી વિસ્તાર ના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા 68,000/- હોવી જોઈએ.

ટીબી રોગ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

જે વ્યક્તિ ટીબી રોગ પીડિત છે, તેને ટીબી ની દવા લેવી પડે છે અને સાથે સારો ખોરાક પણ લેવો પડે તે માટે Nikshay Poshan Yojana હેઠળ ખોરાક માટે 3000/- ની સહાય આપવામાં આવે છે. આમ ટીબી નાં દર્દીને જ્યા સુધી તેમને ટીબી રોગ ની દવા ચાલુ હોઈ ત્યાં સુધી દર મહિને 500 રૂપિયા એટલે કે ટીબી રોગ ની દવા 6 મહિના સુધી ચાલે છે તો તેને ટીબી નાં દર્દી ને કુલ 3,000/- રૂપિયા ની સહાય મળે છે આમ કુલ મળીને ટીબી દર્દીને રૂપિયા 6000/- ની સહાય આપવામાં આવે છે.


ટીબી રોગ સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ? 

Tibi Roag Sahay Yojana નો લાભ લેવા માટે તમારે ઑફ્લાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

 • લાભાર્થીનું આધાર કાર્ડની ઝેરોક્ષ
 • લાભાર્થીના રેશન કાર્ડની ઝેરોક્ષ
 • વાર્ષિક આવકનો દાખલો(ઉપર આપેલ આવક પ્રમાણે)
 • અનુસુચિત જાતિ ના લાભાર્થી માટે જાતિ નો દાખલો.
 • OBC જાતિના લાભાર્થીનો દાખલો.
 • ટીબી રોગની સારવાર જ્યા ચાલુ હોઈ તે દવાખાના ના બધા રિપોર્ટ અથવા આધાર પુરાવા
 • લાભાર્થી ની બેંક પાસબુક ની નકલ
 • લાભાર્થી ના 2 ફોટા

ટીબી રોગ સહાય યોજના


Tibi Roag Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે લાભાર્થી ટીબી રોગ સહાય યોજનામાં ફોર્મ ભરવા માંગે છે તેમને ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

 • TB Sahay Yojana માં અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ તમારા ગામના અથવા તમારા નજીકનાં PHC સેન્ટર પર જવાનુ રહેશે.
 • હવે તમે ત્યાં જઈને પહેલા ત્યાંના PHC અધિકારીને મળો અને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો.
 • હવે ત્યાંથી તમને TB Sahay Yojana માટેનું અરજી ફોર્મ આપવામાં આવશે.
 • હવે તમારે આ ફોર્મ અને તેમાં માંગ્યા મુજબના તમામ દસ્તાવેજો(જે ઉપર આપેલા છે) ત્યાં આપવાના રહેશે.
 • પછી તમારે PHC સેન્ટર દ્રારા કરવામાં આવતી તમામ પ્રક્રિયા કરવાની રહશે.
 • ઉપર મુજબ ની પ્રક્રિયા શહેરી વિસ્તાર ના લાભાર્થી ને તેઓ ના અર્બન હેલ્થ સેન્ટર (UHC) પર જઈ ને ત્યાં અરજી કરવાની રહેશે.

 

ખાસ નોંધ:- નિક્ષય પોષણ સહાય યોજના માટે આપને કોઈ પ્રકારની અરજી પ્રક્રિયા કરવાની રહેતી નથી તેમાં માત્ર દર્દીએ ફક્ત તેમની સારવાર કરતા ટીબી નિર્મૂલન કાર્યક્રમ સુપરવાઈઝર ને દર્દીની બેંકની માહિતી આપવાની હોઈ છે એટલે સહાય મળી જાઈ છે.


ટીબી રોગ સહાય યોજના ફોર્મ pdf Download

Tibi Roag Sahay Yojana માં તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું હોય છે, જેનું અરજી ફોર્મ તમે ડાઉનલોડ લિંક નીચે આપેલ છે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.


Tibi Roag Sahay Yojana હેલ્પલાઇન

પ્રિય મિત્રો અહીં અમે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા ગામના કે વિસ્તારના આંગનવાડી બહેન, નર્સ બહેન, આશા બહેન કે પછી તમારા નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કે અર્બન આરોગ્ય કેન્દ્ર પર જઈને સંપર્ક કરીને તમે આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


ટીબી રોગ સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

ટીબી રોગ સહાય યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.Tibi Roag Sahay Yojana નો લાભ કોને મળે છે?

જવાબ :- ટીબી રોગ સહાય યોજનાનો લાભ ગુજરાત રાજ્યની તમામ ટીબીથી પીડિત દર્દીને મળશે.

 

2.ટીબી રોગ સહાય યોજનામા કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- આ યોજનામાં ટીબીથી પીડિત દર્દીઓને રૂપિયા 3000 ની સહાય આપવામાં આવે છે. અને નિક્ષય પોષણ સહાય યોજનામાં રૂપિયા 3000 ની સહાય આપવામાં આવશે. આમ કુલ રૂપિયા 6000 ની સહાય ટીબી રોગથી પડિત દર્દીને આપવામાં આવશે.

 

3.Tibi Roag Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- તમે તમારા ગામના આંગણવાડી બહેન પાસે અથવા પોતાના ગામના નર્સ બેન કે પોતાના ગામનાં આશા બેહનો પાસે જઈને તમે આ યોજનામાં અરજી કરી શકો છો અથવા તમે ગામના નજીકમાં આવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC સેન્ટર) કે અર્બન આરોગ્ય કેન્દ્ર માં જઈને અરજી કરી શકો છો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment