ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, વિદેશ અભ્યાસ લોન યોજના.
તો ચાલો જાણીએ કે વિદેશ અભ્યાસ લોન યોજના શું છે?, વિદેશ અભ્યાસ લોન યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને વિદેશ અભ્યાસ લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
વિદેશ અભ્યાસ લોન યોજના શું છે?
વિદેશ અભ્યાસ લોન યોજનાએ ગુજરાત સરકારના બિન અનામત આયોગ દ્રારા ચલાવામાં આવે છે. આ Videsh Abhyas loan Yojana હેઠળ ધોરણ 12 પછી ફકત M.B.B.S માટે, ડિપ્લોમા પછી ડીગ્રીમાટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે, અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડીકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જાતીના વિધાર્થીઓને બીજા દેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ મેળવવા માંગતા વિધાર્થીઓને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે.
વિદેશ અભ્યાસ લોન યોજનાનો હેતુ શું?
આ યોજનાનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતીના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે અનુસૂચિત જાતીના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકતા નથી માટે આર્થિક મદદરૂપ થવા માટે સરકાર દ્રારા આ યોજના ચલાવામાં આવે છે. જેથી તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકે.
વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ કયા વિધાર્થીઓને મળશે? (પાત્રતા અને શરતો)
જે પણ વિધાર્થી આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.
- વિધાર્થી મુળ ગુજરાત રાજયનો વતની હોવા જોઇએ.
- એક જ ૫રિવારના વધુમાં વધુ બે વ્યકિતને આ યોજનાનો લાભ મળશે.
- આ યોજનામાં કોઈ આવક મર્યાદા નથી
- ધોરણ-૧૨ પછી વિદેશમાં ચાલતા ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે આ યોજના હેઠળ લોન આપવામાં આવશે.
- વિદ્યાર્થી વિદેશની જે સંસ્થામાં શિક્ષણ મેળવે તે સંસ્થા જે તે સરકાર ધ્વારા માન્ય થયેલ હોવી જોઇએ અને મેળવેલ ડીગ્રી જે તે દેશમાં સ્વીકૃત થયેલી હોવી જોઈએ તેને જ આ યોજનાનો લાભ મળશે.
- જે વિદ્યાર્થીએ ધો.૧૦ ૫છી પોલીટેકનીકમાં ત્રણ વર્ષનો ડીપ્લોમાં કોર્ષ કરેલ હોય તે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ માટે ધો.૧૨ ની સમકક્ષ લોન આપવામાં આવશે.
- વિદ્યાર્થીએ વિદેશ ગયા પછી છ મહિનાની અંદર પણ અરજી કરી શકે છે.
- વિઝા અને એરટીકીટ રજુ કર્યા પછી જ મંજુરીની કાર્યવાહી કરવામાં આવશે.
- જો વિદ્યાર્થી વિદેશમાં સ્થાયી થાય તો નોકરીનુ સ્થળ-રહેઠાણમાં ફેરફાર, સં૫ર્ક નંબર, ઇ-મેઇલ આઇડી, ભારતમાં આવાગમનની જાણ “જયાં સુધી લોન ભરપઇ ના થાય ત્યા સુધી” ફરજીયાત કરવાની રહેશે.
- રાજયના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૧૨ કે તેથી ઉ૫રના જે અભ્યાસક્રમને આધારે વિદેશ અભ્યાસમાં પ્રવેશ મેળવતા હોય તેમાં ૫૦% કે વધુ માર્કસ ધરાવતા હોવા જોઇશે. તેમજ તેઓ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા, પી.એચ.ડી. તેમજ તમામ ક્ષેત્રના અન્ય એકથી વધુ વર્ષના સમયગાળા માટેના અભ્યાસક્રમો માટે ૫ણ લોન મેળવવાને પાત્ર રહેશે.
- વિધાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 600000 થી ઓછી હોવી જોઈએ.
વિદેશ અભ્યાસ લોન યોજનામાં મળવાપાત્ર લોન અને તેના પરનું વ્યાજ
ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જેમને ધોરણ-૧૨ માં ૬૦% ટકા કે તેથી થી વધુ મેળવેલ હોય એવા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા ૧૫,૦૦૦૦૦/- આર્થિક સહાય 4% સાદા વ્યાજ દર સાથે આપવામાં આવશે.
વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ લોન પરત કરવાનો સમય
- વિધાર્થીએ રૂપિયા 5 લાખ સુધીની કુલ લોનના અભ્યાસક્રમ પૂરો થયાના 1 વર્ષ બાદ 5 વર્ષમાં એક સરખા માસિક હપ્તા ભરવાના રહેશે.
- વિધાર્થીએ રૂપિયા 5 લાખથી વધુ લોનના કિસ્સામાં અભ્યાસક્રમ પૂરો કર્યાના 1 વર્ષ બાદ 6 વર્ષમાં એક સરખા માસિક હપ્તા ભરવાના રહેશે.
- લોનની વસુલાત વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી ૬ માસ પછીથી શરૂ કરવામાં આવે છે. પરંતુ લોનની વસુલાત ૧૦ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે. મુળ રકમ ભરપાઇ થયા બાદ વ્યાજ ૫ણ તે પ્રમાણે વસુલ કરવાનુ રહેશે.
- ચૂકવણી કરેલ નાણાંને પ્રથમ નાણાંના વ્યાજ પેટે જમા લેવામાં આવશે.
- વિદેશ અભ્યાસ લોન લેનાર વિદ્યાર્થીએ નિર્ધારિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચૂકવણી કરી શકો છો.
આ પણ વાંચો:-
વિદેશ અભ્યાસ લોન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ?
Videsh Abhyas loan Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.
- રેશનકાર્ડ/વીજળી બિલ /લાઇસન્સ/ભાડાકરાર/ચુટણી કાર્ડ (કોઈપણ એક)
- અરજદાર ની જાતિ અથવા પેટા જાતિ નો દાખલો
- શાળા છોડયાનો દાખલો
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- વિધાથીનું સોગધનામુ
- રૂા.100/-ના સ્ટેમ્પ પર જામીનદારનું જામીનખતાનો નમુનો પરિશિષ્ટ – ગ
- મિલકતના વેલ્યુએશન રીપોર્ટ
- મિલકતના આધાર (તાજેતરના 7-12 ના ઉતારા/ઇન્ડેક્ષ રજુ કરવી.)
- લોન ભારપાઇ કરવા અગે પાત્રતાનો દાખલો
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- પાસપોર્ટ
- વિઝા
- એર ટીકીટ
જામીન માટેના દસ્તાવેજો:-
- આખા અભ્યાસક્રમની લોનની કુલ રકમ રૂપિયા 7.50 લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની અરજદાર વિદ્યાર્થીએ પોતાના કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
- દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા 5 પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.
- સંપૂર્ણ અભ્યાસક્ર્મની લોનની કુલ રકમ રૂપિયા. 7.50 લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાના અથવા અન્ય કોઈ સગા-સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો મુકવાની રહેશે.
વિદેશ અભ્યાસ લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી?
Videsh Abhyas loan Yojana નો લાભ લેવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહશે. જેની સંપૂર્ણ નીચે આપેલ છે.
- સૌ પહેલા તમારે Google માં જઈને e Samaj Kakyan Portal ટાઈપ કરવાનું રહેશે.
- હવે તમારી સામે e Samaj Kakyan Portal ની ઓફિશિયલ વેબસાઈટ ખુલીને આવશે.
- ત્યારબાદ તમારી સામે Home Page ખુલીને આવશે.
- હવે હોમ પેજ પર ડાબી બાજુ એક મેનુ દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે તે મેનુ પર “નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ” પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં નંબર-13 પર “વિધ્યાર્થીઓ ને વિદેશમાં અભ્યાસ માટે લોન” લખેલ પર ક્લિક કરો.
- જો તમે પહેલી વખત અરજી કરો છો અને રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે સૌ પ્રથમ તમારે ઇ-મેલ આઇડી મોબાઈલ નંબર પાસવર્ડ નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- હવે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગીન કરવાનું રહેશે.
- હવે લોગીન કર્યા બાદ તમારી સામે અલગ અલગ યોજનાઓ જોવા મળશે જેમાં તમારે Loan For Foreign Study (વિધ્યાર્થીઓ ને વિદેશમાં અભ્યાસ માટે લોન) માં અરજી કરવા માટે Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં વ્યક્તિગત માહિતી વગેરે તમામ માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
- હવે માહિતી ભર્યા બાદ ત્યાં માગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- હવે જો તમારું અરજી ફોર્મ ભરાઈ ગયું છે તો તે અરજી ફોર્મને સેવ કરીને confirm કરવાનું રહેશે.
- હવે અરજી confirm કર્યા બાદ તમારી પાસે તે અરજીની ફોર્મની પ્રિન્ટ આવશે તેને તમારે પ્રિન્ટ કરવાની રહેશે.
- તેના પછી હવે તે અરજી ફોર્મના પ્રિન્ટની પાછળ માગ્યા મુજબ તમામ ડોકયુમેન્ટ જોડવાના રહેશે અને તે અરજી ફોર્મને તમારે જિલ્લાના નાયબ નિયામક જિલ્લા સમાજ કલ્યાણ ખાતામાં આ ફોર્મ જમા કરાવાનું રહેશે.
- આ રીતે તમે આ યોજનામાં અરજી કરી શકો છો.
વિદેશ અભ્યાસ લોન યોજના હેલ્પલાઈન
પ્રિય મિત્રો અહીં અમે તમને Videsh Abhyas loan Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ તમને આ યોજના વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે તમારા નજીકની જિલ્લાના નાયબ નિયામક જિલ્લા સમાજ કલ્યાણ ખાતામાં રૂબરૂ જઈને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
વિદેશ અભ્યાસ લોન યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો
વિદેશ અભ્યાસ લોન યોજનાની અધિકારીક વેબસાઈટ | અહીં ક્લિક કરો. |
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. | અહીં ક્લિક કરો. |
અમારી વેબસાઈટનું હોમ પેજ | અહીં ક્લિક કરો. |
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.Videsh Abhyas loan Yojana નો લાભ કોને મળે છે?
જવાબ :- બિન અનામત વર્ગના વિદ્યાર્થી કે જે વિદેશ માં ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
2.વિદેશ અભ્યાસ લોન યોજનામાં લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?
જવાબ :- Videsh Abhyas loan Yojana નો લાભ મેળવવા માટે આવક મર્યાદા 6 લાખથી ઓછી હોવી જોઈએ.
3.Videsh Abhyas loan Yojana માં અરજી કેવી રીતે કરવી?
જવાબ :- વિદેશ અભ્યાસ લોન યોજનામાં eSamaj Kakyan Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
4.વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે ધોરણ-12 માં કેટલા ટકા હોવા જોઈએ?
જવાબ :- આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વિધાર્થીને ધોરણ 12 માં 60% કે તેથી વધુ હોવા જોઈએ.
5. વિદેશ અભ્યાસ લોન યોજનામાં કેટલી લોન આપવામાં આવે છે?
જવાબ :- આ યોજના હેઠળ વિધાર્થીને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે 15 લાખની લોન આપવામાં આવે છે.
6.Videsh Abhyas loan Yojana માં વ્યાજ કેટલા ટકા હોય છે?
જવાબ :- આ યોજના હેઠળ 4% સાદું વ્યાજ દર હોય છે.