ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | Voter ID Card Download In Gujarati

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ : મિત્રો ઘણા બધા લોકોનું ચૂંટણી કાર્ડ ખોવાઈ જાય, ચોરાઈ જાય, તૂટી જાય કે પછી તે કોઈ જગ્યાએ બહાર જાય છે ત્યારે તે પોતાનું ચૂંટણી કાર્ડ ભૂલી જાય છે. ત્યારે તે ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ માટે અરજી કરે છે. જે પ્રક્રિયા બહુ કઠિન અને લાંબી છે. પરંતુ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવું ખુબ જ સરળ છે.

તો ચાલો મિત્રો જાણીએ કે, ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?, જેની તમામ અરજી પ્રક્રિયા નીચે આપેલ છે. તો આ લેખને અંત સુધી વાંચો.


ચૂંટણી કાર્ડ ડાઉનલોડ


ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

મિત્રો તમે ચૂંટણી કાર્ડ ને NVSP Portal પરથી ડાઉનલોડ કરી શકો છો. જેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે. જેને તમે ફોલો કરીને ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

સ્ટેપ 1 : NVSP Portal પરથી ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ NVSP Portal એટલે કે https://www.nvsp.in/ જવાનુ રહેશે.

Image Credits : https://www.nvsp.in/

સ્ટેપ 2 : હવે તમારી સામે આ વેબસાઈટનું હોમપેજ ખુલશે. (ઉપર ફોટો મુજબ) જો તમે પહેલી વખત આ વેબસાઈટ પર આવ્યા છો. તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગીન થવાનું રહેશે.

Image Credits : https://www.nvsp.in/

 

સ્ટેપ 3 : હવે લોગીન થયા બાદ તમને “Download e-Epic”  નામનું ઓપ્શન જોવા મળશે. જેના પર તમારે ક્લિક  કરવાનું રહેશે. (ઉપર ફોટો મુજબ)

Image Credits : https://www.nvsp.in/

સ્ટેપ 4 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. (ઉપર ફોટો મુજબ) જેમાં તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો રહેશે અથવા તો તમે જયારે ઓનલાઇન અરજી કરો છો ત્યારે તમને જે રેફરન્સ નંબર નાખવાનો રહેશે અને નીચે તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે અને નીચે આપેલ ‘Search’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

Image Credits : https://www.nvsp.in/

સ્ટેપ 5 : ત્યારબાદ ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે, (ઉપર ફોટો મુજબ) જેમાં તમને તમારા આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તે તમને જોવા મળશે અને નીચે SEND OTP નામનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરો. જેથી તમારા તે મોબાઈલ નંબર પર એક OTP આવશે જેને નીચે OTP દાખલ કરવાનું ઓપ્શન આપ્યું હશે જેમાં OTP સબમિટ કરો.

Image Credits : https://www.nvsp.in/

સ્ટેપ 6 : હવે OTP સબમિટ કર્યા બાદ જો તમારો OTP સાચો હશે તો “OTP Verification Done Successfully” એવું લખેલુ આવશે. અને ત્યાં એક captcha code આપેલ હશે તેને જોઈને ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ “Download e-Epic” ઓપ્શન પર ક્લિક કરો. (ઉપર ફોટો મુજબ) જેથી તમારું ચૂંટણી કાર્ડ PDF માં ડાઉનલોડ થઈ જશે.


પ્રિય મિત્રો અહીં અમે તમને પાનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?. તેની સંપૂર્ણ માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ. કે તમને આ લેખ કામ આવશે. સાથે આજ રીતે પાનકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ સાથે અન્ય તમામ ડોકયુમેન્ટ વિશે ગુજરાતી ભાષામાં માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. અને તમારા મિત્રોને આ લેખ શેર કરો.


આ પણ વાંચો :-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment