What is Abha Card : આભા કાર્ડ શું છે?, આભા કાર્ડના ફાયદા અને આભા કાર્ડ કેવી રીતે બનાવવું?

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, આભા કાર્ડ.

તો ચાલો જાણીએ કે આ આભા કાર્ડ શું છે?, આભા કાર્ડનો હેતુ શું છે?, આભા કાર્ડનો લાભ કયા લોકોને મળશે?, આભા કાર્ડમાં શું લાભ મળશે?, આભા કાર્ડ બનાવવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને આભા કાર્ડ કેવી રીતે બનાવવુ. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


આભા કાર્ડ શું છે?

ભારત સરકાર દ્રારા 27મી સપ્ટેમ્બર, 2021 ના રોજ આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભારતના નાગરિકો માટે આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા હતા. આ ડિજિટલ હેલ્થ મિશન હેઠળ દરેક નાગરિકને આભા કાર્ડ આપવાનું ચાલુ થઈ ગયેલ છે.

આ આભા કાર્ડમાં દેશનાં નાગરિકો 14 આંકડાનો નંબર આપવામાં આવશે. જેનો ઉપયોગ નાગરિકો સ્વાસ્થ્યની દરેક સેવાઓ માટે કરવામાં આવશે. જેમ કે હવે દરેક નાગરિકોના આરોગ્યનાં તમામ રોકોર્ડ, ફાઈલો રિપોર્ટ તમામ વિગતોની માહિતી આ કાર્ડમાં જ રાખવામાં આવશે એટલે કે હવે દર્દીઓ ને તેમના આરોગ્ય તબીબી બાબતે કોઈપણ પ્રકાર ની દવાખાના ની ફાઈલો સાથે રાખવાની જરૂર રહેશે નહિ. આ કાર્ડમાં જ આરોગ્યને લગતી તમામ વિગતો આ ABHA Card માં રહશે.


આભા કાર્ડનો હેતુ શું છે?

આજના સમયમાં ઘણા બધા લોકો જ્યારે હોસ્પિટલમાં જાય છે ત્યારે કોઈક દિવસ પોતાની રિપોર્ટ ફાઈલ ભુલી જાય છે, કોઈ વ્યક્તિ પોતાની રિપોર્ટ ફાઈલ ખોઈ નાંખે છે આમ ઘણી બધી પરિસ્થિતિઓ ઉભી થાય છે. જેના કારણે દર્દીની જૂની મેડિકલ હિસ્ટ્રી યાદ કરવી મુશ્કેલ બની જાય છે. તેથી આ ABHA HEALTH CARD માં દર્દીની તમામ માહિતીને આ કાર્ડમાં સંગ્રહિત કરવામાં આવે છે, જેથી આવી સમસ્યાઓ દૂર કરી શકાય.

આ ABHA HEALTH CARD માં આપવામાં આવતો આઈડી નંબર જો તમે ડોક્ટરો અને વીમા કંપનીઓ જેવા તબીબી વ્યાવસાયિકો સાથે શેર કરો તો તે તરત જ તમારી સંપૂર્ણ તબીબી માહિતી જોઈ શકે છે. અને સાથે તમારે અન્ય મેડીકલ ફાઈલો સાથે રાખવી પડશે નહિ. અને જે તે હોસ્પિટલના ડોકટરોને દર્દીની તપાસ કરવામાં વધુ સરળતા થઈ જશે. જેથી ABHA HEALTH CARD નો મુખ્ય હેતુ કોઈપણ દર્દીના રિપોર્ટ સંગ્રહિત કરવા.


ABHA HEALTH CARD ના લાભો શું છે?

 • દર્દીઓ પોતાની તમામ તબીબી માહિતી જેવી કે રિપોર્ટ, નિદાન, સારવાર,દવાના પ્રિસ્ક્રિપ્શનો, ઑપરેશન કરાવેલ હોઈ તો તેની માહિતી એકજ જગ્યા એ રાખી શકશે.
 • દર્દી પોતાના તમામ તબીબી બાબતોના રેકોર્ડ્સ ને તેઓ કોઈપણ જગ્યાએ કોઈ પણ હોસ્પિટલમાં જાય ત્યારે તેના ડોક્ટર સાથે સરળતાથી શેર કરી શકે છે અને ડોક્ટરોને પણ દર્દી ની હિસ્ટ્રી બાબતે સરળતા રહે છે. આમ તમે નવી કોઈ પણ હોસ્પિટલમાં જાઓ ત્યારે ત્યાં તબીબી સંભાળ મેળવી શકો છો.
 • દર્દી હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી (HPR) નો ઉપયોગ કરી શકો છો જે ભારતના તમામ ડોકટરોની વિગતોનું સંકલન છે.જેમાં ના સરકારી તેમજ પ્રાઇવેટ સેક્ટરના તમામ ડોક્ટરોની હોસ્પિટલો આવરી લેવામાં આવેલ છે.
 • આભા કાર્ડ માં આયુષ સારવાર સુવિધાઓમાંના રેકોર્ડ પણ રાખી શકાશે. જે સારવારમાં આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી તમામ સેવો નો સમાવેશ થાય છે.

આભા કાર્ડ બનાવવા માટે જરૂરી ડોકયુમેન્ટ

ABHA HEALTH CARD બનાવવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે આભા કાર્ડ બનાવી શકશો.

 

 • લાભર્થીનું આધારકાર્ડ નંબર
 • લાભર્થીનું ડ્રાઈવિંગ લાયસન્સ
 • લાભાર્થીનો મોબાઈલ નંબર (આધારકાર્ડ સાથે લિંક હોઈ તો સરળતા રહે છે)

આભા કાર્ડ


આભા કાર્ડ કેવી રીતે મેળવવુ?

જો તમારે Abha Card મેળવવુ હોય તો તમે હેલ્થ વિભાગ પાસેથી અને પોતે જાતે પણ ઓનલાઇન Abha Card બનાવી શકો છો, નીચે આ કાર્ડ મેળવવા માટે ની આ બંને પ્રક્રિયા આપેલ છે.


હેલ્થ વિભાગ પાસે થી આભા કાર્ડ કેવી રીતે મેળવવું?

સૌથી સરળ અને સસ્તી રીત આ છે કે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારા ગામના આરોગ્યના કર્મચારીઓ પાસે જ જઈને આ કાર્ડ મેળવી શકાય છે. એના માટે આરોગ્ય કર્મચારીઓને ફક્ત તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર આપવાનો હોય છે. અને તેઓ તમને આભા કાર્ડ જનરેટ કરીને ડાઉનલોડ કરીને તેની કોપી આપશે.

જો તમે શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તો શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ના આરોગ્ય કર્મચારી પાસે જઈને આ કાર્ડ તમે મેળવી શકો છો.


ABHA HEALTH CARD મેળવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

જો તમે પોતાની જાતે પણ ABHA HEALTH CARD બનાવવા માંગો છો, તો તમે પોતાના મોબાઈલ કે કોઈપણ અન્ય મોબાઈલ ડિવાઇસ માંથી આભા કાર્ડ બનાવી શકો છો. જેમાં તમે આધારકાર્ડ અને પાનકાર્ડ બન્નેની મદદથી આ કાર્ડ બનાવી શકો છો.

આધાર કાર્ડ દ્વારા Abha Card કેવી રીતે બનાવવું?

આધાર કાર્ડ દ્વારા ABHA HEALTH CARD કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે, જેની મદદથી તમે Abha Card બનાવી શકો છો.

 • સૌ પ્રથમ તમારે Abha Card ની અધિકારીક વેબસાઈટ પર જવાનુ રહેશે.
 • હવે તમારી સામે હોમ પેજ ખુલીને આવશે, હવે તમારી સામે Creat Abha Number” નો ઓપ્શન આપેલ હશે.
 • જેમાં પહેલું હશે, આધાર કાર્ડ દ્વારા નોંધણી કરો અને બીજી હશે, ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા નોંધણી કરો.
 • હવે જો તમારે આધારકાર્ડથી આભા કાર્ડ બનાવાનું હોય તો આધાર કાર્ડ દ્વારા નોંધણી કરો તેના પર ક્લિક કરો.
 • હવે તમારી સામે એક નવું પેજ ખુલીને આવશે. જેમાં તમારે તમારા આધાર કાર્ડનો નંબર નાખવાનો અને નીચે એક કેપચ્ચા કોડ આપેલ હશે તેનો સરવાળો કરીને તેને ત્યાં ભરીને Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ક્લિક કર્યા પછી, હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલીને.
 • હવે અહીંયા તમારા આધારકાર્ડ સાથે જે મોબાઇલ નંબર લિંક હશે તે મોબાઇલ નંબર પર એક OTP આવશે, જેને તમારે ત્યાં નાખવાનો રહેશે.
 • OTP નાખ્યા પછી તમારે Next પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારી સામે તમારું આભા કાર્ડ બનીને આવી જશે, જેને તમે ડાઉનલોડ કે પછી પ્રિન્ટ પણ કરી શકો.
 • આ રીતે તમે આભા કાર્ડ બનાવી શકો છો.

 

ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા Abha Card કેવી રીતે બનાવવું?

જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ દ્રારા Abha Card બનાવવા માંગો છો, તો અહીં ઉપર જે “આધાર કાર્ડ દ્વારા Abha Card કેવી રીતે બનાવવું?” જે માહિતી આપી છે, તે જ રીતે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ દ્રારા આભા કાર્ડ બનાવી શકો છો.


Abha Card માટે હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને ABHA HEALTH CARD વિશે સંપૂર્ણ માહિતી આપી છે, જો હજુ જો તમને આભા કાર્ડ વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે તમારા ગામના નર્સ બહેન, તમારા નજીકનાં PHC હોસ્પિટલમાં કે તમારા નજીકનાં સરકારી દવાખાનામાં અથવા તમારા વિસ્તારના અર્બન સેન્ટર પર જઈને વધુ માહિતી મેળવી શકો છો અથવા અહીં નીચે આપેલ હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકો છો.

 • હેલ્પલાઇન નંબર :- 1800114477 – 14477

આભા કાર્ડ બનાવવા માટેની મહત્વપૂર્ણ લિંકો

ABHA HEALTH CARD બનાવવા માટેની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ABHA નું પૂરું નામ શું છે?

જવાબ:- ABHA નું પૂરું નામ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે.

2. ABHA Card બનાવવા માટે કેટલી ફ્રી ચૂકવવી પડે છે?

જવાબ:- કોઈપણ પ્રકારની ફ્રી ચૂકવવાની થતી નથી.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment