NOTA શું છે? : મતદાન પ્રતીક માં વપરાતા NOTA પ્રતીકનો ઇતિહાસ.

મિત્રો આપણા દેશમાં જયારે કોઈપણ ચૂંટણી આવે છે. અને  તમે મત આપવામાં જાઓ છો ત્યારે તમે EVM મશીનમાં NOTA નામનું પ્રતીક જોવા મળશે. જે તમામ ઉમેદવારોના પ્રતિકોના સૌથી નીચે હોય છે. જે નીચે ફોટો મુજબનું ચિહ્નન હોય છે. તો તમને પ્રશ્ન થશે કે નોટા શું છે?.

તો મિત્રો ચાલો જાણીએ કે, NOTA શું છે?, NOTA નું પૂરું નામ, NOTA નો ઇતિહાસ, ભારતમાં ક્યારે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, નોટા સિમ્બોલ, કયા દેશોમાં નાગરિકોને NOTA નો વિકલ્પ આપવામાં આવે છે?.


NOTA શું છે? (What is NOTA)

આપણે બધા જાણીએ છીએ કે મત આપવો તે સામાન્ય વ્યક્તિઓનો અધિકાર છે. પરંતુ થોડા વર્ષો પહેલા એવું થતું હતું. કે જો કોઈ ચૂંટણી થતી હતી તો કોઈપણ સામાન્ય વ્યક્તિને તે ચૂંટણીમાં ઊભેલા કોઈપણ ઉમેદવારો સારો ના લાગતો. તેથી તે મતદાર વ્યક્તિ પોતાનો મત આપવા જતો જ ન હતો. તેથી જે લોકોને પોતાના પ્રસંદનો ઉમેદવાર ન મળતા તે વ્યક્તિ વોટ કરવા માટે જતા ન હતા. તેથી તેવા વ્યક્તિઓ ને વોટિંગ કરવા માટે EVM મશીનમાં નોટા નો વિકલ્પ આપવામાં આવ્યો. જેથી પોતાની પ્રસંદગી ના ઉમેદવાર ના કારણે વોટ કરવા જતા જ ન હતા. તેમના માટે આ નોટા પ્રતીક ઉપયોગ કરવામાં આવે છે.


NOTA નું પૂરું નામ શું છે?

NOTA નું પૂરું ગુજરાતી માં ‘ઉપરોક્તમાંથી કોઈ નહીં’ એવું થાય છે. અને અંગ્રેજી માં તેનું પૂરું નામ ‘None of the above’ એવું થાય છે.

તેથી તમે જો તમે કોઈપણ ઉમેવાર વોટ આપવા માંગતા નથી તો તમે નોટા પ્રતીક પર વોટ આપી શકો છો કારણે કે તે વોટ ગણતરી કરવામાં આવતું નથી.


NOTA નો સૌ પ્રથમ ઉપયોગ કયા અને કયારે થયો હતો.

NOTA નો સૌપ્રથમ ઉપયોગ અમેરિકામાં થયો હતો. જે વર્ષ 1976 માં અમેરિકા દેશના નેવાડા રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં ત્યાંના નાગરિકોને આ નાટો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જે પછી બીજા દેશોએ પણ ધીમે ધીમે પોતાના દેશના નાગરિકોને ચૂંટણીમાં નાટો વિકલ્પ આપવાનું શરૂ કર્યું.


NOTA નો ભારતમાં સૌ પ્રથમ ઉપયોગ કયારે થયો હતો.

ભારતમાં વર્ષ 2009 માં ભારતીય ચૂંટણી પંચે મતદાન દરમિયાન NOTA નો સમાવેશ કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી અને આ અરજીમાં ભારતના ચૂંટણી પંચે EVM મશીનમાં નોટા બટન ઉમેરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

પરંતુ તે સમયની કેન્દ્ર સરકારે આ નિર્ણયમાં ચૂંટણી પંચને સમર્થન આપ્યું ન હતું અને સરકાર EVM મશીનોમાં આ વિકલ્પ ઉમેરવા માંગતી ન હતી.

ત્યારે તે સમયે “પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ” નામની એક બિન-સરકારી સંસ્થા હતી. જેણે મતદાન દરમિયાન નોટા વિકલ્પ ઉમેરવાના ચૂંટણી પંચના નિર્ણયને ટેકો આપ્યો હતો.

ત્યાર બાદ વર્ષ 2013 માં સુપ્રીમ કોર્ટે નોટા અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો અને ત્યાર પછી EVM મશીનમાં આ નોટા વિકલ્પ ઉમેરવામાં આવ્યો.

સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી મળ્યા પછી, ભારતમાં સૌ પ્રથમ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત નોટા નો ઉપયોગ કરવામાં આવ્યો હતો  અને આ રાજ્યોમાં 15 લાખથી વધુ લોકોએ પણ આ વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીઓ બાદ 2014 ની લોકસભા ચૂંટણીમાં પણ આ નાટો વિકલ્પ EVM મશીનમાં ઉમેરવામાં આવ્યો હતો .


ભારતમાં નોટા પ્રતીક કેવું છે?

EVM મશીન પરના સિમ્બોલ પર બેલેટ પેપર અને તેના પર ક્રોસ છે. આ ચિહ્નની પસંદગી ચૂંટણી પંચ દ્વારા 18 સપ્ટેમ્બર 2015 ના રોજ કરવામાં આવી હતી. અને આ પ્રતીક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, ગુજરાત દ્વારા બનાવવામાં આવ્યું છે. જે નીચે ફોટો મુજબ છે.


NOTA


દુનિયાના કયા દેશોમાં નાગરિકોને NOTA નો વિકલ્પ આપવામાં આવે છે?

નોટા નો વિકલ્પ માત્ર ભારતના નગરિકોને આપવામાં આવે છે. એવું નથી, ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં પણ નાગરિકોને મતદાન કરતી વખતે નોટા નો વિકલ્પ આપવામાં આવે છે. જેમાં કોલંબિયા, યુક્રેન, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ફિનલેન્ડ, સ્પેન, સ્વીડન, ચિલી, અમેરિકા જેવા દેશોમાં નાટો વિકલ્પ નો ઉપયોગ થઈ રહ્યો છે.


આ પણ વાંચો:-

G-20 Summit : જી20 સમિટ શું છે? તેમાં કયા-કયા દેશોનો સમાવેશ થાય છે? રચના ક્યારે થઈ? કેવી રીતે કામ કરે છે?


પ્રિય મિત્રો અહીં અમે તમને નોટા પ્રતીક વિશે સંપૂર્ણ માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ સારો લાગ્યો હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “NOTA શું છે? : મતદાન પ્રતીક માં વપરાતા NOTA પ્રતીકનો ઇતિહાસ.”

Leave a Comment