ઈ શ્રમ કાર્ડ | E Shram Card Registration

 

ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન | ઈ-શ્રમ કાર્ડ | E-Shram Portal | E-Shram Registration | E-Shram Card online Apply | E-Shram Card Information

 

 

ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. ભારત દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત કાર્ય સાથે જોડાયેલા શ્રમિક માટે સરકારશ્રી દ્રારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલા છે. સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો મહિતા અભાવને કારણે યોજનાનો લાભ મેળવી શકતા નથી. જેને ધ્યાંને લઈને શ્રમિકો માટે UWIN Card, E-Nirman Card વગેરે બહાર પાડવામાં આવેલા છે. આ ઉપરાંત તમામ શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્રારા e-Shram Portal ની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્રારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્રારા E-Shram Card ની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

 

Contents hide

ઈ-શ્રમ પોર્ટલ નો હેતુ શું?

 

E-Shram પોર્ટલનો મુખ્ય ઉદ્દેશય અસંગઠિત શ્રેત્રના શ્રમિકો જેવા કે પ્રવાસી શ્રમિક, નિર્માણ શ્રમિક, ઘરકામ શ્રમિક, કૃષિશ્રેત્ર સાથે જોડાયેલા શ્રમીકોનો ડેટા તૈયાર કરવમાં આવશે. E-Shram Card ના આધારે શ્રમિકોને સરકારી યોજનાનો લાભ એક સૂત્રતામાં આપી શકાય. આ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકો પોતાના કૌશલ્યના આધારે નોકરી મેળવી શકશે.

 

 

ઈ-શ્રમ કાર્ડના ફાયદાઓ શું?

 

  • ઈ-શ્રમ કાર્ડ આખા દેશમાં માન્ય રાખવામાં આવશે.
  • અકસ્માતથી થતું મુત્યુના કિસ્સોમાં 2 લાખ રૂપિયાની સહાય અથવા સ્થયરૂપથી વિકલાંગ થાય તેને તો 1 લાખ રૂપિયાની સહાય મળશે.
  • સરકારી સબસીડી અથવા સહાય ઈ-શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને બેંક કે પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવશે.
  • PMSBY યોજનાનું વીમા કવરેજ મળશે.
  • આરોગ્યને લગતી યોજનાઓ, શિક્ષણ સહાયને લગતી યોજનાઓ ઈ-શ્રમ કાર્ડ સાથે જોડવામાં આવશે.
  • કોરોના કે અન્ય મહામારીના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્રારા ઈ-શ્રમ કાર્ડના ધારકોને પ્રથમ આપવમાં આવશે.
  • સરકારની સામાજિક સુરક્ષા લાભોનું વિતરણ ઈ-શ્રમ કાર્ડના યુનિક નંબરના આધારે કરવામાં આવશે.

 

ઈ-શ્રમ કાર્ડના લાભાર્થીઓની યાદી.

 

ઈ-શ્રમ કાર્ડ હેઠળ દેશના અસંગઠિત શ્રેત્રરના કામદારોને આ કાર્ડ આપવમાં આવશે. જે કામદારોનો Income Tax ના કપાતો હોય અને સાથે EPFO નો સભ્ય ના હોવો જોઈએ. જેમ કે,

 

  • ખેતીશ્રમિક
  • કડીયાકામ
  • સુથારી કામ
  • લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઉંચકનાર
  • આંગણવાડી કાર્યકર
  • વાયરમેન
  • ઇલેક્ટ્રિસિયન
  • પ્લમ્બર
  • હમાલ
  • મોચી
  • દરજી
  • માળી
  • બીડી કામદારો
  • ફેરિયા
  • રસોઈયા
  • અગરિયા
  • ક્લીનર-ડ્રાઈવર
  • ગૂહ ઉધોગ
  • લુહાર
  • વાળદ
  • બ્યુટી પાર્લર વર્કર
  • કુંભાર
  • આશા વર્કર
  • કર્મકાંડ કરનાર
  • કલરકામ
  • માછીમાર
  • અગિયારા સફાઈ
  • માનદવેતન મેળવનાર
  • કુલીઓ
  • રિક્ષા ચાલક
  • પાથરણાવાળા
  • રોડ પર નાસ્તાની દુકાન ચલાવનારા
  • ઘરેલુ કામદારો
  • રત્ન કલાકારો
  • રસોઈ કરનાર
  • જમીન વગરના

 

ઈ-શ્રમ પોર્ટલ ના મુખ્ય મુદ્દા.

 

પોર્ટલનું નામ  E-Shram Portal
ઉદ્દેશય શ્રમિકોનો ડેટા તૈયાર કરવો, જેથી તેમને વિવિધ યોજનાઓને લાભ મળી શકે.
લાભાર્થીઓ દેશના અસંગઠિત શ્રેત્રના કામદારો
Official Website https://eshram.gov.in/home

ઈ-શ્રમ સ્ટેકેહોલ્ડર્સ

 

Ministry Of Labour And Employment દ્રારા દેશના તમામ અસંગઠિત શ્રેત્રના કામદારોનો ડેટા તૈયાર કરવા માટે ઈ-શ્રમિક પોર્ટલ બનાવામાં આવે છે. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલા શ્રમિકોને વિવિધ સરકારી યોજનાઓ લાભ સરળતાથી આપી શકાય તે અત્યંત જરૂરી છે. જેને ધ્યાંને લઈને ભારત સરકારના ઘણા બધા વિભાગો એક સાથે મળીને E-Shramik Card માટે પોર્ટલ લોંચ કરવામાં Stakeholders તરીકે જોડાયેલ છે. જે નીચે મુજબ છે.

 

  • ministry of Labour and Employment
  • ministry of Electronics & information Tecnology
  • Nationl informatics Center
  • State/UT Governments
  • Line Ministries/Departments of Central Government
  • Workers Facilitation Center and Fleld Operators
  • Unorganized Workers & Their Families
  • UIDAI
  • NPCI
  • ESIC & EPFO
  • CSC-SPV
  • Department Of Posts Through Post offices
  • Private sector partners

 

ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવતા પહેલા ધ્યાંન રાખવા જેવી બાબત.

 

  • અરજદાર લાભાર્થી income Tex ભરતા ના હોવા જોઈએ.
  • શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતા વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.
  • શ્રમિકો EPFO/ESIC સભ્ય ના હોવો જોઈએ.

 

ઈ-શ્રમ પોર્ટલની વિશેષતાઓ

 

  • ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્રારા ઈ-શ્રમ પોર્ટલ લોંચ કરવામાં આવેલું છે.
  • E-Shram દ્રારા 38 કરોડથી વધુ અસંગઠિત શ્રેત્રના શ્રમીકોનો ડેટા તૈયાર કરવાંમાં આવશે.
  • આ પોર્ટલ દ્રારા શ્રમિકોના નામ, સરનામું, શેક્ષણિક લાયકાત, કૌશલ્યનો પ્રકાર તથા તેનાં પરિવારની માહિતી ભરવાની રહેશે.
  • આ પોર્ટલ દ્રારા રજીસ્ટ્રેશન કરાવનારા શ્રમિકોને ઘણી બધી સરકારી યોજનાઓ લાભ આપવામાં આવશે.
  • ઈ-શ્રમ પોર્ટલ દ્રારા શ્રમિકોને 12 અકડાનો કાર્ડ આપવામાં આવશે, જે દેશના દરેક રાજ્યમાં માન્ય રહેશે.
  • E-Shram portal પર નોંધાયેલ શ્રમીકોના વ્યવસાય, કૌશલ્ય અને આવડતના આધારે રોજગાર આપવામાં પુરી મદદ કરવામાં આવશે.
  • E-Shram Portal પર નોંધાયેલો ડેટા આધારે સરકાર શ્રમીકોના હિતને ધ્યાંને લઈને નવીન અને લાભકારી યોજના બનાવી શકશે.

 

ઈ-શ્રમ કાર્ડની મહત્વની માહિતી.

 

  • E-Shram Card બનાવવાની કામગીરી 26 ઓગસ્ટ 2021 ના રોજ ભારત સરકારના Ministry of Labour And Employment દ્રારા લોંચ કરવામાં આવેલું હતું.
  • ઈ-શ્રમ કાર્ડ દ્રારા શ્રમિકો વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.
  • આ કાર્ડ દેશના કોઈપણ રાજ્યના નાગરિક બનાવી શકે છે.
  • અસંગઠિત શ્રેત્રના તમામ કામદારો ઈ-શ્રમ કાર્ડ બનાવી શકશે.
  • શ્રમીકોએ અઆ કાર્ડ બનાવવા માટે ઈ-શ્રમ કાર્ડની ઓફિશીયળલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • દરેક શ્રમિકોને એક કાર્ડ આપવામાં આવશે. જેમાં યુનિક આઈડેટિફિકેશન નંબર હશે.
  • ઈ-શ્રમિક કાર્ડ બનાવવાથી PM સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે. જેના અંતર્ગત 2 લાખ સુધી દુર્ઘટના વીમો આપવામાં આવશે. જો પોતાની પાસે આ ઈ-શ્રમ કાર્ડ હશે તો સરકાર દ્રારા વીમાનું પ્રીમિયમની રકમ સરકાર દ્રારા ભરવામાં આવશે.

 

ઈ-શ્રમ કાર્ડ યોજના હેઠળ મળવાપાત્ર લાભ.

 

E-Shram Card Registration કરનાર શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડના ફાયદા ઘણા થશે અને સાથે વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જેમાં મુખ્ય બે ભાગ પાડવામાં આવેલા છે. જે નીચે મુજબ છે.

 

1.સોશ્યિલ સેક્યુરીટી વેલ્ફરએ સ્કીમ.

 

2. એમ્પ્લોયમેન્ટ સ્કીમ.

 

સોશ્યિલ સેક્યુરીટી વેલ્ફરએ સ્કીમ.

 

ભારત સરકાર દ્રારા ચલાવવામાં આવતી સામાજિક સુરક્ષાની યોજનાનો લાભ ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોને મળશે. આ સામાજિક યોજનાની માહિતી ટૂંકમાં નીચે મુજબ છે.

 

પ્રધાન મંત્રી શ્રમ યોગી માન- ધન (PM-SYM) પેન્શન યોજના.

 

  • જે ભારતના નાગરિક હોય અને જેની ઉંમર 18 થી 40 વર્ષની હોય તેમને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ 60 વર્ષની ઉંમર પુરી થાય પછી મળે છે.
  • આ યોજના હેઠળ 3000 સુધી પેન્સન મળવાપાત્ર થાય છે.
  • PM-SYM યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓને દર મહિને રૂપિયા 55 થી 200 સુધી પ્રીમિયમ ચૂકવાનું રહેશે.
  • આ યોજના માટે લાભર્થીની આવક 15,000 થી ઓછી અને તે લાભાર્થી EPFO/ESIC/NPS નો સભ્ય હોવો જોઈએ.
  • PM-SYM હેઠળ પ્રીમિયમ 50% રકમ લાભાર્થીઈએ અને 50% રકમ કેન્દ્ર સરકારે ભરવાની રહેશે.

 

National Pension Scheme for Shopkeepers, Traders, and the Self-employed Persons

 

  • 18 થી 40 વર્ષના ભારતના નાગરિકને મળવાપાત્ર થાય છે.
  • આ એક પેન્સન યોજના છે.
  • આ યોજના હેઠળ લાભાર્થી દ્રારા રૂપિયા 55 થી 200 સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે.
  • લાભર્થીને 60 વર્ષ પુરા થયાં બાદ 3000 સુધી પેન્સન મળવાપાત્ર થશે.
  • આ યોજના હેઠળ પ્રીમિયમની 50% રકમ લાભાર્થીએ અને 50% રકમ કેન્દ્ર સરકારે ભરવાની રહેશે.

 

પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમાં યોજના.

 

  • આ યોજનાનો લાભ 18 થી 50 વર્ષના ભારતના નાગરિકોને મળવાપાત્ર છે.
  • PMJJBY Yojana ભારત સરકારના નાણાં વિભાગ દ્રારા ચલાવવામાં આવે છે.
  • આ યોજના હેઠળ વાર્ષિક રૂ.330 પ્રીમિયમ ભરવાનું હોય છે.
  • આ પ્રીમિયમ રકમ બેંકમાં ઓટોડેબિટ રાખવાની હોય છે.
  • કોરોના, કુદરતી કે પછી અકસ્માતમાં મુત્યુના કિસ્સામાં 2 લાખ સુધી વીમા રકમ આપવામાં આવે છે.

 

પ્રધાન મંત્રી સુરક્ષા બીમાં યોજના.

 

  • PMSBY યોજનાનો લાભ 18 થી 70 વર્ષના ભારતના નાગરિકોને મળવાપાત્ર થશે.
  • આ યોજનાનો લાભ 60 વર્ષની ઉંમર પૂર્ણ થયાં બાદ મળે છે.
  • લાભાર્થીઓને રૂપિયા 1000 થી 5000 સુધી પેન્શન મળવાપાત્ર થશે.

 

પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ.

 

  • આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતા લાભાર્થીઓને લાભ મળશે.
  • આ યોજના હેઠળ 45 કિલોગ્રામ ઘઉં અથવા ચોખા મળશે.
  • PDS yojna હેઠળ 15 કિલોગ્રામ જીવન જરૂરી વસ્તુઓ પણ મળશે.

 

પ્રધાન મંત્રી આવાસ યોજના – (ગ્રામીણ)

 

  • આ આવાસ યોજના હેઠળ ઘર બનાવનાર માટે સહાય આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ ખુલ્લી જગ્યાએ 1.2 લાખની આર્થિક સહાય આપવમાં આવશે.
  • PMAY-G અંતર્ગત લાભાર્થીઓને 1.3 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

 

નેશનલ સોશ્યિલ એસસીસ્ટન્સ પ્રોગ્રામમેં (NSAP) – ઓલ્ડ એજ પ્રોટેકશન.

 

  • વૃદ્રોને સામાજિક સુરક્ષા આપતી આ એક પેન્સન યોજના છે.
  • આ યોજના રૂપિયા 300 થી 500 સુધી પ્રીમિયમ ભરવાનું હોય છે.
  • આ યોજના હેઠળ 1000 થી 3000 સુધી પેન્શન મળવાપાત્ર છે.

 

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના.

 

  • હેલ્થ વીમા બાબતની આ યોજના છે.
  • Ayushman Bharat Yojana હેઠળ 5 લાખ સુધી સ્વાસ્થય વીમો મળશે.
  • આ વીમા યોજનાનો લાભ લેવા માટે પ્રીમિયમ ભરવાની જરૂર નથી.

 

Health Insurance Scheme for Weavers.

 

  • ભારતીય નાગરિકોને મળવાપત્ર થશે.
  • નાગરિક વણાટ કામ કરતો હોવો જોઈએ.
  • વણકર તેની આવકનો ઓછોમાં ઓછો 50% હેન્ડલુમ વણાંટથી કમાતો હોવો જોઈએ.
  • આવી કામગીરી કરતા લોકોને રૂપિયા 15,000 સુધી વિવિધ રોગોની સારવાર માટે સહાય આપવમાં આવશે.

 

National Safai Karamcharis Finance and Development Corporation.

 

  • ભારત સફાઈ કામદારને યોજનાનો લાભ મળશે.
  • સફાઈ કામદારોને નાણાંકીય સહાય આપવામાં આવશે.

 

Self Employment Scheme for Rehabilitation of Manual Scavengers.

 

  • આ યોજનાનો લાભ ભારતીય નાગરિકોને 17 મળશે.
  • કચરો સાફ કરનાર તથા એમના આશ્રતોને મફતમાં કૌશલ્ય વર્ધન શિક્ષણ આપવામાં આવશે.
  • આ કૌશલ્ય શિક્ષણ મેળવનારને રૂપિયા 3000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

 

Employment Schemes.

 

ભારત સરકાર દ્રારા નાગરિકોને રોજગાર પૂરો પાડવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. E-Shram Card મેળવેલ શ્રમિકોને નીચે મુજબની રોજગારલક્ષી યોજનાનો લાભ મળશે.

 

MGNREGA

 

  • 18 વર્ષથી મોટી ઉંમરના ભારતીય નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજના હેઠળ લાભાર્થીને 100 દિવસની રોજગારી આપવામાં આવશે.

 

દિન દયાલ ઉપાધ્યય ગ્રામીણ કૌશલ્ય યોજના.

 

  • કોઈપણ ભારતીય નાગરિક કૌશલ્યવર્ધન તાલીમ મેળવવા ઈચ્છતો હોય તો મળશે.
  • આ યોજનાનો હેતુ ગામ વિસ્તારોના ગરીબોને તાલીમ આપવાનો છે.

 

PM સ્વાનિધિ યોજના.

 

  • ભારતીય નાગરિકને શેરી વિક્રેતાનું કાર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • આ યોજના હેઠળ રૂપિયા 10,000 ની લોન આપવમાં આવશે.

 

પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના.

 

  • આ યોજના હેઠળ 18 થી 45 વર્ષ સુધીના ભારતીય નાગરિકોને મળશે.
  • આ કૌશલ્ય વિકાસ યોજનાની તાલીમ ધોરણ-12 માં ડ્રોપઆઉટ અને ધોરણ-10 પાસ કરેલા વિદ્યાર્થીઓ મેળવી શકશે.
  • ખાનગી શ્રેત્રની વધુ ભાગીદારી માટે સારામાં સારી કૌશલ્ય તાલીમ મેળવી શકે છે.

 

Prime Minister Employment Generation Programme

 

  • આ યોજનાનો લાભ 18 વર્ષથી મોટી ઉંમરના ભારતીય નાગરિકોને મળશે.
  • નવા ઉધોગ સ્થાપવા માટે નાણાંકીય સહાય પુરી પાડવામાં આવશે.
  • મેન્યુફેક્ચરીગ સેક્ટરમાં રૂ.10 લાખથી વધુ અને સેવા શ્રેત્રમાં રૂ.5 લાખ સુધી સહાય આપવામાં આવશે.

 

ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

 

  • આધારકાર્ડ
  • આધારકાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર
  • બચત ખાતાની ઝેરોક્ષ
  • રેશન કાર્ડની નકલ
  • ઉંમર અંગેનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

 

ઈ-શ્રમ કાર્ડ ઓનલાઇન કેવી રીતે બનાવવું.

 

અસંગઠિત શ્રેત્રના કામદારોને ભારત સરકાર દ્રારા શ્રમિક કાર્ડ પૂરું પાડવામાં આવેશે. આ શ્રમિક કાર્ડને તમે પોતાની રીતે પોતના મોબાઈલમાં પણ બનાવી શકો છો પરંતુ તેનાંથી તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર અથવા તમારી આજુ બાજુના ઓનલાઇન સ્ટોરમાં જઈને બનાવી શકો છો.

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment