વ્હાલી દીકરી યોજના | વ્હાલી દીકરી યોજના 2022 માં થયો સુધારો | vhali Dikri Yojna 2022

 

વ્હાલી દીકરી યોજના | વ્હાલી દીકરી યોજના 2022 | વ્હાલી દીકરી યોજના [સોગંદનામું રદ] | vhali Dikri Yojna Form pdf Download | vhali Dikri Yojna Sogandnamu Remove | vhali દીકરી

 

 

ગુજરાત સરકાર ગુજરાતના નગરિકોના હિત માટે અલગ-અલગ વિભાગ કાર્યરત છે. જેવા કે સમાજ કલ્યાણ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, ખેડૂત કલ્યાણ, સહકાર વિભાગ, ગૃહ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ વગેરે. સાથે મહિલા અને બાળ વિભાગ દ્રારા જુદી-જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમ કે, મહિલાઓની સુરક્ષા માટે સખી વન સ્ટોપ સેન્ટર, 181 મહિલા અભિયાન તથા મહિલાઓની સહાય માટે વિધવા સહાય યોજના, વિધવા પુન:લગ્ન યોજનાઓ ચાલે છે. સાથે વધુમાં દીકરીઓમાં જન્મને પ્રોત્સાહન આપવા માટે વ્હાલી દીકરી યોજના 2022 ચાલે છે. આ આર્ટિકલની મદદ આપણે વ્હાલી દીકરી યોજનામાં સોગંનાદનામું રદ કરવામાં આવ્યું છે જેની સંપૂર્ણ માહિતી જાણીશું.

 

વ્હાલી દીકરી યોજના 2022.

 

ગુજરાત સરકારના Women And Child Development Department, Gujarat દ્રારા “વ્હાલી દીકરી યોજના” બહાર પાડવામાં આવી છે. વ્હાલી દીકરી યોજના થકી દીકરીઓનું જન્મપ્રમાણપત્ર વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટે તે મુખ્ય હેતુ છે. આ ઉપરાંત દીકરીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે પણ ઉદ્દેશ રહ્યો છે.

 

વ્હાલી દીકરી યોજના અંતર્ગત સ્ત્રીઓના શિક્ષણને વધુ ઉતેજન મળી રહે તે જરૂરી છે. સમાજમાં વિવિધ દુષણો જેવા કે સ્ત્રીભુણ હત્યા અટકાવવા, બાળલગ્નનો અટકાવવાનું વગેરે આ યોજના દ્રારા દૂર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલ છે. એટલે વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે.

 

આ યોજનાના મહત્વના મુદ્દા.

 

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના 2022
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુ વ્હાલી દીકરી યોજના દ્રારા દીકરીઓનું જન્મનું પ્રમાણ વધે, સાથે દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે મુખ્ય હેતુ
લાભાર્થી ગુજરાતમાં રાજ્યની તમામ દીકરીઓ
મળવાપાત્ર સહાય દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની રકમ મળવાપાત્ર થશે.
અરજી કેવી રીતે કરવી. Offline

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા શુ હોવી જોઈએ.

 

  • લાભાર્થી દીકરી ગુજરાતી નાગરિક હોવી જોઈએ.
  • દીકરીનો જન્મ તારીખ:-02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલ હોવો જોઈએ.
  • દીકરીના માતા-પિતા સંયુક્ત આવક 2 લાખ કરતા ઓછી હોવી જોઈએ.
  • બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • દીકરી જન્મતા 1 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

 

વ્હાલી દીકરી યોજના હેઠળ મળવાપાત્ર લાભ.

ગુજરાત વ્હાલી દીકરી યોજના ઓનલાઇન હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- નો લાભ મળવાપાત્ર થશે.

 

પહેલો હપ્તો લાભાર્થી દીકરીઓને પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.4000/- મળવાપાત્ર થશે.
બીજો હપ્તો લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ.6000/-મળવાપાત્ર થશે.
ત્રીજો હપ્તો દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- સહાય મળવાપાત્ર થશે.

(નોંધ:-દીકરીના બાળલગ્ન થયેલ ના હોવા જોઈએ.)

 

વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું.

 

વ્હાલી દીકરી યોજના સોગંદનામુંની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી છે. જેને ધ્યાંનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા પણ વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવી છે. હવે એફિડેવિટ ને રદ કરીને સ્વ-ઘોષના પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.

 

 

વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષના નમૂનો

 

સામાન્ય વહીવટ વિભાગ ઠરાવથી રાજ્યમાં વિવિધ વિભાગોમાં એફિડેવિટની જોગવાઈની બાબતમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં જુદા-જુદા વિભાગો એફિડેવિટની પ્રક્રિયા રદ કરીને સ્વ-ઘોષનાની પ્રક્રિયા અમલમાં મુકવામાં આવેલા છે. ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ, વ્હાલી દીકરી યોજનાની સોગંદનામાંની જોગવાઈ બાબતે નવો ઠરાવ બહાર પાડેલો છે.

 

જેનો ઠરાવ ક્રમાંક:મસક/132019/1181/અ તા:04/04/2022 દ્રારા સોગંદનામું પ્રક્રિયા રદ કરેલ છે. હવે વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે સમક્ષ અધિકારી કરેલ દંપતીના સોગંદનામાંને બદલે અનુસૂચિત મુજબ સ્વ-ઘોષના કરવાનું રહેશે.

 

વ્હાલી દીકરી યોજના અરજી કરવા માટેનું ફોર્મ કેવી રીતે મેળવવું.

કમિક્ષનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ બહાર પાડેલું છે. આ વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી લેવું.

 

  • ગ્રામસ્તરે ચાલતી આંગણવાડી(બાલમંદિર) કેન્દ્ર પરથી યોજનાનું ફોર્મ મેળવી લેવું.
  • તાલુકા કક્ષાએ “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરીથી ફોર્મ મેળવી લેવું.
  • જિલ્લા કક્ષાએ મહિલા અને     બાળ અધિકારીનીશ્રી કચેરી ખાતેથી ફોર્મ મેળવી લેવું.
પોસ્ટ શેર કરો:
           

Leave a Comment