સંકટ મોચન સહાય યોજના 2023 | Sankat Mochan Sahay Yojana – મિત્રો શું સંકટ મોચન સહાય યોજના શું છે?, આ સંકટ મોચન સહાય યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે સંકટ મોચન સહાય યોજના ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.
સંકટ મોચન સહાય યોજના શું છે?
આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પરિવારમાંથી જ મુખ્ય વ્યક્તિનું આકસ્મિક રીતે મૃત્યુ થઈ જાય તો તેના પરિવાર પર એક દુઃખનો પહાડ તૂટી પડે છે. અને પરિવારમાં મુખ્ય સ્ત્રોત મૃત્યુ તરફ વળી જતા પરિવાર ભાંગી પડે છે તેથી આ બધી મુશ્કેલીઓનો સામનો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જેથી તે આવનારી મુશ્કેલીનો સામનો કરી શકે.
સંકટ મોચન સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સંકટ મોચન સહાય યોજના હેઠળ જો ગરીબ પરિવારમાંથી કોઇ મુખ્ય વ્યક્તિનો આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમને ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 20,000/- ની સહાય ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. અને આ સહાય દ્વારા તે પરિવારને ઘણી બધી ફાયદો થાય છે. અને જો આ યોજના હેઠળ ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા થાય તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે
સંકટ મોચન સહાય યોજનાનો લાભ કોને મળશે?
Sankat Mochan Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ નીચે આપેલ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ તે જરૂરી છે.
- પરિવારના મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ.
- જે વ્યક્તિ મૃત્યુ પામ્યો એટલે કે મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તેમની ઉંમર 18 વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
- આકસ્મિક તથા કુદરતી રીતે કોઈપણ પ્રકારે મૃત્યુ પામતા તમે આ સંકટ મોચન સહાય યોજના હેઠળ તમે લાભ લઈ શકો છો.
- કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ પુરુષ કે સ્ત્રીનું અકસ્માતમાં કે કુદરતી રીતે મૃત્યુ થાય અને તેમનું કુટુંબ BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 સ્કોર ધરાવતા હોય તો કુટુંબને સંકટમોચન યોજનાનો લાભ મળવાપાત્ર છે
- પરિવારમાં મુખ્ય વ્યક્તિ માં સ્ત્રી અથવા પુરુષ બેમાંથી એકની જ ગણના થશે.
- સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે મુખ્યમંત્રીને મૃત્યુ પામ્યાના બે વર્ષની અંદર તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.
સંકટ મોચન સહાય યોજનામાં અરજી કરવા માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Sankat Mochan Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- અરજદારનું આધારકાર્ડ
- કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર
- મૃત્યુ પામેલા વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર/ જન્મ તારીખ નો દાખલો
- રેશનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- BPL Card (BPL હોવાનો દાખલો (0 થી 20 નો સ્કોર))
- જો મૃત્યુ પામેલ વ્યક્તિ ની પોલીસ ફરિયાદ થઇ હોય તો પોલીસ સ્ટેશન માટે ની જરૂરી જાણકારી
સંકટ મોચન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી
Sankat Mochan Sahay Yojana માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે સબંધી તાલુકાના મામલતદાર જઈને તમારે અરજી કરવાની રહેશે. અથવા ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો.ઓપરેટર પાસેથી તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.
સંકટ મોચન સહાય યોજના માટે અરજીપત્રક ક્યાંથી મળશે?
Sankat Mochan Sahay Yojana ની અરજી કરવા માટેનું અરજી પત્ર કે વિનામૂલ્યે નીચે મુજબ આપેલી કચેરી પરથી તમે પ્રાપ્ત કરી શકો.
- જિલ્લા કલેક્ટર કચેરી.
- પ્રાન્ત કચેરી.
- તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્દ્ર.
FAQs – વારંવાર પુછાતા પ્રશ્રનો
1. સંકટ મોચન યોજના માં કેટલા રૂપિયા સહાય મળવા પાત્ર છે?
જવાબ : સંકટ મોચન યોજનામાં રૂપિયા 20,000 સહાય મળવા પાત્ર છે.
2.સંકટ મોચન યોજનામાં મૃત્યુ પછી કેટલા સમયમાં અરજી કરવી?
જવાબ : સંકટ મોચન યોજનામાં કુટુંબના મુખ્ય વ્યક્તિને મૃત્યુથી 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
3.સંકટ મોચન યોજના લાભ મેળવવા માટે બીપીએલ સ્કોર કેટલો હોવો જોઈએ?
જવાબ – સંકટ મોચન યોજનાનો લાભ મેળવવા માટે બીપીએલ સ્કોર 0 થી 20 નો હોવો જોઈએ.
4.સંકટ મોચન યોજના માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ : સંકટ મોચન યોજના માટે ઓનલાઈન અરજી કરવી.
આ પણ વાંચો:-