ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના 2023 | Kisan Drone Yojana

 

મારાં વ્હાલા ખેડૂત મિત્રો આજના આ લેખમાં આપણે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના.

 

તો ચાલો જાણીએ કે ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના શું છે?, ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને Kisan Drone Yojana માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 


ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના 2023 | Kisan Drone Yojana


Contents hide

દવા છંટકાવ સહાય યોજના શું છે?

ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં ઉભેલા પાક પર જંતુનાશક દવા ડ્રોન દ્રારા દવા છાંટવા માટે આ દવા છંટકાવ સહાય યોજના હેઠળ 90% સહાય આપવામાં આવે છે.


દવા છંટકાવ સહાય યોજના નો હેતુ શું?

જે રીતે પહેલા ખેડૂતો પોતાની પીઠ પાછળ 15 લીટરનો દવા છાંટવાનો પંપ લઈને જે આખા ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે જે તેમને પરેશાની થતી હતી અને તેમાં સમયનો પણ વધુ બગાડ થતો હતો તેથી આ બાબતને ધ્યાનમાં રાખીને આ યોજના ચાલુ કરવામાં આવી છે.


દવા છંટકાવ સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના ખેડૂતોને Kisan Drone Yojana પર સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ રાજ્યના નાના, સિમાંત,  મહિલા ખેડૂત, ST જ્ઞાતિના ખેડૂતો, જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. (જો જંગલીય વિસ્તારમાં રહેતા હો તો)
  • આ યોજનાનો લાભ ખેડૂતને ફક્ત એક વખત જ મળશે.

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

  • ડ્રોનથી જંતુનાશક દવાનો છટકાવમાં થતો ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છટકાવ મળવાપાત્ર થશે.
  • ખાતાદીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છટકાવની મર્યાદામાં સહાય માલવપાત્ર થશે.

ડ્રોનથી જંતુનાશક દવાનો છટકાવ કરવાનાં ફાયદાઓ

  • ખેડૂતોના દવાનો છટકાવ ના કામમાં સમય બચાવ થશે.
  • Dron  પાક પર નજર રહેશે જેથી જંતુનાશક દવાનો છટકાવ પણ કરશે.
  • ડ્રોન પાકને ઉપર થી સંપૂર્ણ પણે દવાનો છટકાવ કરી શકે.
  • મોટા પાકો જેમકે દાડમમાં છટકાવ સહેલો અને સારી રીતે થશે.
  • ખેડૂત મિત્રોને જે ટ્રેક્ટર ઉપર જે જંતુનાશક દવાનો છટકાવ માટે જે સાધનો લગાવવા પડતા તે હવે ખર્ચ બચી જશે.

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Kisan Drone Yojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • બેંક પાસબુક ઝેરોક્ષ
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

આ પણ વાંચો:-

રોટાવેટર સહાય યોજના :- ખેડૂતોને રોટાવેટર ખરીદવા માટે મળશે 50,400/- ની સહાય.


ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Kisan Drone Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

  • અરજી કરવાની શરૂઆતની તારીખ:-05/07/2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ :-04/09/2023

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

આ યોજના માટે તમારે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેમાં તમારે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ નીચે આપેલી “રોટાવેટર સહાય યોજના” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “ડ્રોન થી જંતુનાશક દવા છંટકાવ સહાય” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

 

ખાસ નોંધ:- જો તમને અરજી કરતા ના આવતું હોય તો તમે તમારા ગામની ગ્રામપંચાયતમાં બેસતા V.C.E પાસે જઈને અથવા તમારા નજીકમાં આવેલ CSC સેન્ટર પર જઈને ફોર્મ ભરી શકો છો. (તમારાથી બની શકે ત્યાં સુધી ઓનલાઇન ફોર્મ ભરાવવું. જાતે ના ભરવુ)


ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનામાં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી ઓફલાઈન શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • હવે લાભાર્થી ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  • હવે સહી કરેલ તે પ્રિંટઆઉટ સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે પ્રિંટઆઉટની સાથે જોડવાના રહેશે.
  • હવે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ રીતે તમારી ઓનલાઇન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને તમારા ખેતરમાં તમને ડ્રોન દ્રારા દવાનો છંટકાવ કરી આપવામાં આવશે.

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના હેલ્પલાઇન

ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં Kisan Drone Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરીને, આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


Kisan Drone Yojana માટેની મહત્વપૂર્ણ લિંક

khedut portl  ની અધિકૃત વેબસાઇટ અહીં ક્લિક કરો.
ખેડૂત Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.
ખેતીવાડીની તમામ યોજના વિશે જાણવા માટે અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનામાં અરજી કઈ રીતે કરવી?

જવાબ:- Kisan Drone Yojana નો લાભ લેવા માટે તમારે  આઈ-ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

 

2.ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનામાં  કેટલી સહાય મળે છે?

જવાબ:- Kisan Drone Yojana માં ડ્રોનથી જંતુનાશક દવાનો છટકાવમાં થતો ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છટકાવ મળવાપાત્ર થશે.

 

3.ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના માં અરજી કરવાનો સમયગાળો કેટલો છે?

જવાબ:- Kisan Drone Yojana માં અરજી કરવાની શરૂઆતની તારીખ:-05/07/2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ :-04/09/2023 છે.

પોસ્ટ શેર કરો:
           



Leave a Comment