રોટાવેટર સહાય | ખેડૂત રોટાવેટર સહાય યોજના | Rotavator Sahay Yojana Gujarat Online | Tractor Subsidy in Gujarat 2022 | Ikhedut Portal Status | Gujarat Agriculture Subsidy Scheme 2022
ખેડુતો કલ્ટી, પલાઉ,રોટરી ટીલર અને રોટાવેટરનો ઉપયોગનું મહત્વ સમજતા થયાં છે. આજે ખેડુતો માટે રોટાવેટર ખુબ જ ઉપયોગી આધુનિક ખેત ઓજાર છે. ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઈ રહે તે માટે અને ખુબ જ ઓ ઓછા સમયમાં રવિ પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર કરતુ, ટ્રેક્ટરથી ચાલતું સાધન એટલે રોટાવેટર વિકસાવવામાં આવેલ છે. ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ આર્ટિકલ દ્રારા I-Khedut Portal પર ચાલતી રોટાવેટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
રોટાવેટર સહાય યોજના | Rotavator Sahay Yojana 2022
આ યોજના Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્રારા ચલાવવામાં આવે છે જે ખેડૂતોને સીધો લાભ આપવા માટે ખેતીલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. રોટાવેટર સહાય યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ, કેટલો લાભ મળે, યોજના માટે અરજી કેવી રીતે કરવી વગેરે, સંપૂર્ણ માહિતી મેળવીશું.
રોટાવેટર સહાય યોજનાનો હેતુ શું?
ખેડુતોને પાક ફેરબદલ કરવા, નવા પાકનું વાવેતર કરવા, ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા, આવક બમણી કરવા વગેરે હેતુથી રોટાવેટરની જરૂર પડે છે. જેને ધ્યાંનમાં રાખીને ખેતી વાડી વિભાગ દ્રારા કિસાનોને રોટાવેટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.
આ યોજનાના મહત્વના મુદ્દા:-
યોજનાનું નામ | રોટાવેટર સહાય યોજના 2022 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ | ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે આધુનિક ખેત ઓજારો સબસીડી પર આપવામાં આવશે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યના ખેડુતો |
સહાયની રકમ | 8 ફીટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 50 % અથવા રૂ.50400/- એ બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. |
અરજી કરવા માટેની વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/ |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 21/03/2022 |
રોટાવેટર સહાય યોજનાની પાત્રતા.
ખેતીવાડી વિભાગ દ્રારા આ યોજના ચલાવવામાં આવે છે, જેના હેઠળ ખેડૂતોને સાધન સહાયનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે તમામ પાત્રતા નીચે મુજબ છે.
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- ખેડૂત પાસે પોતાનું જામીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડુતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- ખેડૂતોએ I-Khedut Portal પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
રોટાવેટર યોજના હેઠળ મળવાપાત્ર લાભોની યાદી.
Department of Agriculture and Farmers Welfare વિભાગ હેઠળ કાર્યરત ખેતીવાડી વિભાગ દ્રારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં આ યોજના અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને લાભ આપે છે. આ યોજનાની સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે. આ સ્કીમ દ્રારા લાભાર્થીઓને એકસમાન આપવામાં આવે છે. જેની Scheme List નીચે મુજબ છે.
- AGR (FM)
- NFSM PULSES
- NFSM RICE
- SMAM
- AGR 3 (FM)
- RKVY-CDP
- NFSM WHEAT
- NFSM (oilseeds and oil Palm)
રોટાવેટર સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના ગુજરાત રાજ્યના સામાન્ય ખેડુતો, અનામત જ્ઞાતિના ખેડુતો, મહિલાઓ, નાના, સીમાંત અને મોટા ખેડુતોને સહાય આપવામાં આવશે, અલગ-અલગ સ્કીમમાં ટ્રેક્ટર અને રોટાવેટર માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- ખેડુતો માટે એમના ટ્રેક્ટર 20 થી વધુ અને 35 બી.એચ.પી થી ચાલતા હોય અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા રૂ.34,000/- હજાર આ બેમાંથી જે ઓછું હોય તે લાભ મળવાપાત્ર થશે. અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ સિવાયના નાના, સીમાંત, મહિલા ખેડુતો વધારે લાભ મળશે, જેવો કે કુલ ખર્ચના 50% અથવા રૂ.42,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
- લાભાર્થી ખેડૂતોને તેમના ટ્રેક્ટર 35.B.H.P થી વધુથી ચાલતા અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા રૂ.34,000 હજાર એ બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
- 6 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 40% અથવા રૂ.35,800/- આ બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ સિવાયના નાના, સીમાંત, મહિલા ખેડુતો કુલ ખર્ચના 50% અથવા રૂ.44,800/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
- 7 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા રૂ.38,100/- આ બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. અને એસ.સી, એસ.ટી, નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.47,600/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
- 8 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા રૂ.40,300/- આ બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
રોટાવેટર સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટેના જરૂર ડોક્યુમેન્ટ.
રોટાવેટર સહાય યોજના માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે, રોટાવેટર સહાય યોજનાની ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડni નકલ
- રેશનકાર્ડની નકલ
- ખેડૂતની જમીનની નકલ 7-12
- અનુસૂચિત જાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
- અનુસૂચિત જન જાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ખેડૂતની જામીન જો સંયુક્ત ખાતેદારી હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારીના સંમતિપત્રક
- બેંક ખાતાની પાસબુક
- જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- મોબાઈલ નંબર
રોટાવેટર સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
અરજદારે રોટાવેટર સહાય યોજનાનો લાભ લેવા માટે I-Khedut Portal પર અરજી કરવાની રહેશે. ખેડુતો પોતે પોતાની ગ્રામ પંચાયતમાંથી ઓનલાઇન અરજી કરાવી શકે છે. અથવા ખેડુતો કોઈ પણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઇન અરજી કરાવવાની રહેશે. અથવા ખેડૂત પોતે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકે છે, તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- સૌ પહેલા તમારે ‘Google Search” ma જઈને ‘IKhedut’ ટાઈપ કરવાનું રહેશે.
- અહીંયાથી તમે સીધા I-Khedut Portal ની સીધા અધિકૃત વેબસાઈટ પર જઈ શકો છો.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ખોલવાની રહેશે.
- જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 49 યોજનાઓ બતાવશે.
- જેમાં ક્રમ નંબર-36 પર”રોટાવેટર” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં રોટાવેટર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેનાં પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમ જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્રારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમિટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ I-Khedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો “ના” સિલેક્ટ કરીને Form ભરવુ.
- ખેડૂત ફોર્મ દયાનપૂર્વક સંપૂર્ણ ભર્યા બાદ અરજી સેવ કરવાની રહશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઇન Application Confirm કર્યા બાદ કોઈ સુધારા વધારા થશે નહીં.
- ખેડુતો અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
1 thought on “રોટાવેટર સહાય યોજના | Rotavator Sahay [email protected] Portal Status”