Drone Pilot Training : હવે ડ્રોન ચલાવવા માટે ડ્રોન પાયલોટ ટ્રેનિંગ જરૂરી, હવે ડ્રોન લાઈસન્સ જરૂરી.

 

આજ ના આ સમયમાં ડ્રોન એ સામાન્ય વસ્તુ છે, આજે ડ્રોનનો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. આજ ના આ સમયમાં ડ્રોનથી નાના કામોથી કરીને મોટા કામો થવા લાગ્યા છે. પરંતુ ડ્રોન ચલાવવું એટલું સહેલું પણ નથી. તે માટે હવે ડ્રોન ચલાવવા માટે Drone Pilot Training લેવી જરૂરી છે.

 

મિત્રો આજના આ લેખમાં આપણે, ડ્રોન પાયલોટ ટ્રેનિંગ શું છે?, આજના સમયમાં ડ્રોનનો ઉપયોગ કયા ક્ષેત્રોમાં થાય છે?, ડ્રોન પાયલોટ ટ્રેનિંગ કયાથી લેવી? ડ્રોન પાયલોટ બન્યા બાદ ક્યાં ક્ષેત્રોમાં નોકરીની તક મળશે?


Drone Pilot Training | ડ્રોન પાયલટ તાલીમ


ડ્રોન પાયલોટ ટ્રેનિંગ શું છે?

વિશ્વભરમાં ટેકનોલોજીકલ ક્રાંતિની સાથે કદમ મિલાવવા તેમજ દેશનું યુવાધન અધતન ટેકનોલોજીથી સતત સંકળાયેલું રહે, પોતાની સ્કિલને વધુ સારી રીતે એપ્લાય કરી શકે, રી સ્કીલિંગ, અપ-સ્કીલિંગ કરી શકે અને આધુનિક ટેકનોલોજીક્લ યુગ સાથે સમન્વય સાધી શકે તે માટે રાજ્ય સરકાર દ્રારા અધતન ટેકનોલોજીકલ સ્કિલ શીખવવા લેટેસ્ટ અભ્યાસક્રમો શરૂ કરવા આવશ્યક બન્યા છે.

 

જેને અનુસંધાને ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી, ગાંધીનગર ખાતેથી ‘કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સીટી’ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તા.13મી ઓગસ્ટ-2022ના રોજ સવારે 11 વાગ્યે સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો શુંભારંભ કરવામાં આવ્યો. જ્યાંથી ડ્રોન પાયલોટ ટ્રેનિંગ લઈને તમે ડ્રોન પાયલોટ બની શકો છો.


આજના સમયમાં ડ્રોનનો ઉપયોગ કયા ક્ષેત્રોમાં થાય છે?

આજના સમયમાં ડ્રોનનો ઉપયોગ એગ્રીકલર, લેન્ડ સર્વેયિંગ, ડિઝાસ્ટર, ગુના સંશોધન, એરીયલ ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી, વિજિલન્સ મોનીટરીંગ, કૃષિ ક્ષેત્રે ખાતર અને જંતુનાશકોના છટકાવ તથા કૃષિ ઉપજની ઉત્પાદકતા વધારવા, ટ્રાફિક મેનેજમેન્ટ માટે, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અગોને પહોંચાડવા તેમજ ઈ-કોમર્સ ક્ષેત્રે ઉપયોગ થઈ રહ્યો છે.


Drone Pilot Training લીધા બાદ ક્યાં ક્ષેત્રોમાં નોકરીની તક મળશે?

Drone Pilot Training લીધા બાદ એગ્રીકલર, લેન્ડ સર્વેયિંગ, ડિઝાસ્ટર, ગુના સંશોધન, એરીયલ ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી, વિજિલન્સ મોનીટરીંગ, કૃષિ ક્ષેત્રે ખાતર અને જંતુનાશકોના છટકાવ તથા કૃષિ ઉપજની ઉત્પાદકતા વધારવા, ટ્રાફિક મેનેજમેન્ટ માટે, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અગોને પહોંચાડવા તેમજ ઈ-કોમર્સ ક્ષેત્રે. આમ વિવિધ ક્ષેત્રમાં નોકરીની તક મળશે.


ડ્રોન પાયલટ તાલીમ ક્યાંથી મેળવવી?

ભારત સરકારના ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન વિભાગ દ્રારા ડ્રોન પાયલોટ તાલીમ ખૂબ જ સંવેદનશીલ તેમજ જાહેર સુરક્ષાને સ્પર્શતી જોઈ કડક મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. રાજ્યની કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી દ્રારા આ માટે આગોતરું આયોજન હાથ ધરી આ મજૂરી મેળવવા તમામ તૈયારી પૂર્ણ કરી મંજૂરી મેળવી છે.

 

અત્યાર સુધી 59 જેટલા ITI ના ઇન્સ્ટ્રકટરને ડ્રોન માસ્ટર પાયલટ ટ્રેનર તરીકે તાલીમ આપી તૈયારી કરવામાં આવ્યા છે. કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી હેઠળ સ્કૂલ ઓફ ડ્રોન દ્રારા સિવિલ એવિએશન ઓથોરિટી, ભારત સરકારના નિયત કરવમાં આવેલા ધારાધોરણ અનુસાર તાલીમ સુવિધા સ્થાપિત કરવામાં આવેલી છે.

 

આ સમગ્ર સુવિધાનું ડાયરેક્ટર જનરલ સિવિલ એવીએશન ભારત સરકાર દ્રારા ચકાસણી કરવામાં આવી હતી અને આ સુવિધા યોગ્ય જણાતા ભારત સરકારા દ્રારા સ્કિલ યુનિવર્સીટીનેં ડ્રોન પાયલટ તાલીમ માટે DGCA અધિકૃત રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) મંજુરી આપવામાં આવેલી છે. કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી આ પ્રકારની મંજુરી મેળવનાર સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય યુનિવર્સીટી છે.


ડ્રોન પાયલટ તાલીમ સંસ્થામાં કેટલી ફ્રી હોય છે?

હાલમાં દેશમાં ફક્ત 25 જેટલી ખાનગી સંસ્થાઓ દ્રારા આવી તાલીમ માટે રૂ.50 હજાર થી 70 હજાર જેટલી ફ્રી લેવામાં આવે છે. તેની સામે આ યુનિવર્સીટી દ્રારા આવા જ પ્રકારના ક્રોષ માટે નજીવી ફી લઈ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો:-

Tejas Fighter Jet : ભારતનું સ્વદેશી ફાઇટર જેટ તેજસ દુનિયાના અવકાશમાં અવાજ ગુજશે.


ડ્રોન પાયલટ તાલીમ સંસ્થા કોન્ટેક્ટ.

યુનિવર્સીટીનું નામ કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી (Drone Pilot Training)
વેબસાઈટ https://kaushalyaskilluniversity.ac.in
મોબાઈલ નંબર 4001-3700 / 4001-3704
ઇમેઇલ [email protected]

FAQs – વારંવાર પુછાતા પ્રશ્ન

1.ભારત સરકાર દ્રારા સ્કિલ યુનિવર્સીટીને ડ્રોન પાયલોટ તાલીમ માટે કોને મંજુરી આપવામાં આવેલી છે?

જવાબ:- ભારત સરકાર દ્રારા સ્કિલ યુનિવર્સીટીને ડ્રોન પાયલોટ તાલીમ માટે DGCA અધિકૃત “રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) મંજુરી આપવામાં આવેલી છે.

 

2.ક્યારે સ્કૂલ ઓફ વિદ્યાશાખાનો શુભારંભ કરવામાં આવ્યો.

જવાબ:- 13મી ઓગસ્ટ-2022ના રોજ સવારે 11 વાગ્યે સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો શુંભારંભ કરવામાં આવ્યો.

 

3.DGCA નું પૂરું નામ શુ છે?

જવાબ:- ડીજીસીએ નું પૂરું નામ “ડાયરેક્ટર જનરલ સિવિલ એવીએશન છે.

 

4.કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સીટી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://kaushalyaskilluniversity.ac.in

 

5.RPTO નું પૂરું નામ શું છે?

જવાબ:- RPTO નું પૂરું નામ રીમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન છે.


પ્રિય મિત્રો અહીં અમે તમને Drone Pilot Training  વિશે સંપૂર્ણ માહિત આપી છે. સાથે અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ સારો લાગ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતીઓ જાણવા માંગો છો, તો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે જોડાયેલા રહો.

પોસ્ટ શેર કરો:
           



Leave a Comment