Drone Pilot Training | ડ્રોન પાયલટ તાલીમ 2022

Become a Drone Pilot and Earn Handsomely | કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સીટી | Gujarat National Law University | Kaushalya-The Skill University | ડાયરેક્ટર જનરલ સિવિલ એવીએશન | DGCA | Drone Pilot Training | Drone Pilot Licence | ડ્રોન પાયલોટ લાઇસન્સ | Drone Pilot Jobs | ડ્રોન પાયલોટ નોકરી | Drone Pilot Salary | Drone Pilot Course

 

Drone Pilot Training | ડ્રોન પાયલટ તાલીમ

 

 

વિશ્વભરમાં ટેકનોલોજીકલ ક્રાંતિની સાથે કદમ મિલાવવા તેમજ દેશનું યુવાધન અધતન ટેકનોલોજીથી સતત સંકળાયેલું રહે, પોતાની સ્કિલને વધુ સારી રીતે એપ્લાય કરી શકે, રી સ્કીલિંગ, અપ-સ્કીલિંગ કરી શકે અને આધુનિક ટેકનોલોજીક્લ યુગ સાથે સમન્વય સાધી શકે તે માટે રાજ્ય સરકાર દ્રારા અધતન ટેકનોલોજીકલ સ્કિલ શીખવવા લેટેસ્ટ અભ્યાસક્રમો શરૂ કરવા આવશ્યક બન્યા છે.

 

જેને અનુસંધાને ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી, ગાંધીનગર ખાતેથી ‘કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સીટી’ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તા.13મી ઓગસ્ટ-2022ના રોજ સવારે 11 વાગ્યે સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો શુંભારંભ કરવામાં આવ્યો. જ્યાંથી ડ્રોન પાયલોટ ટ્રેનિંગ લઈને તમે ડ્રોન પાયલોટ બની શકો છો.

 

ડ્રોન પાયલોટ બન્યા બાદ ક્યાં નોકરીની તક મળશે?

 

સ્કૂલ ઓફ ડ્રોન ક્ષેત્રે તાલીમ મેળવ્યા બાદ એગ્રીકલર, લેન્ડ સર્વેયિંગ, ડિઝાસ્ટર, ગુના સંશોધન, એરીયલ ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી, વિજિલન્સ મોનીટરીંગ, સંરંક્ષણ જેવા વિવીધ ક્ષેત્રોમાં ભારતના યુવાધનને રોજગારી તથા સ્વ-રોજગારીની વિપુલ તકોનું સર્જન થશે. આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેસ કુમાર મેરજા તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

 

ડ્રોન ટેકનોલોજી એક વિકસિત થઈ રહેલું ક્ષેત્ર છે, જેના વ્યાપક ઉપયોગ કૃષિ ક્ષેત્રે ખાતર અને જંતુનાશકોના છટકાવ તથા કૃષિ ઉપજની ઉત્પાદકતા વધારવા, ટ્રાફિક મેનેજમેન્ટ માટે, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અગોને પહોંચાડવા તેમજ ઈ-કોમર્સ ક્ષેત્રે થવાની સંભાવના છે, જેથી તાલીમબદ્ધ ડ્રોન પાયલટની માંગ વધશે. હાલમાં દેશમાં ફક્ત 25 જેટલી ખાનગી સંસ્થાઓ દ્રારા આવી તાલીમ માટે રૂ.50 હજાર થી 70 હજાર જેટલી ફ્રી લેવામાં આવે છે. તેની સામે આ યુનિવર્સીટી દ્રારા આવા જ પ્રકારના ક્રોષ માટે નજીવી ફી લઈ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

ડ્રોન પાયલટ તાલીમ | Drone Pilot Training

 

ભારત સરકારના ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન વિભાગ દ્રારા ડ્રોન પાયલોટ તાલીમ ખૂબ જ સંવેદનશીલ તેમજ જાહેર સુરક્ષાને સ્પર્શતી જોઈ કડક મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. રાજ્યની કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી દ્રારા આ માટે આગોતરું આયોજન હાથ ધરી આ મજૂરી મેળવવા તમામ તૈયારી પૂર્ણ કરી મંજૂરી મેળવી છે.

 

અત્યાર સુધી 59 જેટલા ITI ના ઇન્સ્ટ્રકટરને ડ્રોન માસ્ટર પાયલટ ટ્રેનર તરીકે તાલીમ આપી તૈયારી કરવામાં આવ્યા છે. કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી હેઠળ સ્કૂલ ઓફ ડ્રોન દ્રારા સિવિલ એવિએશન ઓથોરિટી, ભારત સરકારના નિયત કરવમાં આવેલા ધારાધોરણ અનુસાર તાલીમ સુવિધા સ્થાપિત કરવામાં આવેલી છે.

 

આ સમગ્ર સુવિધાનું ડાયરેક્ટર જનરલ સિવિલ એવીએશન ભારત સરકાર દ્રારા ચકાસણી કરવામાં આવી હતી અને આ સુવિધા યોગ્ય જણાતા ભારત સરકારા દ્રારા સ્કિલ યુનિવર્સીટીનેં ડ્રોન પાયલટ તાલીમ માટે DGCA અધિકૃત રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) મંજુરી આપવામાં આવેલી છે. કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી આ પ્રકારની મંજુરી મેળવનાર સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય યુનિવર્સીટી છે.

 

સ્કૂલ ઓફ ડ્રોન ક્ષેત્રે તાલીમ મેળવ્યા બાદ | Drone Pilot Training

 

સ્કૂલ ઓફ ડ્રોન ક્ષેત્રે તાલીમ મેળવ્યા બાદ એગ્રીકલચર, લેન્ડ સર્વેયિંગ, ડિઝાસ્ટર, ગુના સંશોધન, એરીયલ ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી, વિજિલન્સ મોનીટરીંગ, સંરંક્ષણ જેવા વિવિધ ક્ષેત્રો માં ભારતના યુવાધનને વિપુલ પ્રમાણમાં રોજગારી તથા સ્વ-રોજગારીની તકોનું સર્જન થશે.

 

ડ્રોન ટેકનોલોજીની જરૂરિયાત જેટલી દેશના શહેરોમા છે તેટલા જ પ્રમાણમાં આ ટેકનોલોજીની જરૂરિયાત ગામડાઓમાં પણ રહેલી છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે તેની ખુબ જરૂરિયાત ગામડાઓમાં પણ રહેલી છે. આ યુનિવર્સીટી દ્રારા આપવામાં આવતી તાલીમમાં માત્ર થીયરોટીકલ જ નહિ પરંતુ ઉચ્ચ કક્ષાનું પ્રાયોગિક કૌશલ્ય મેળવી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 વડાપ્રધાનની સુરક્ષા કરી રહેલા SPG કમાન્ડોની ટ્રેનિંગ સાંભળીને તમે ચોકી જશો,

 

Contact Details

યુનિવર્સીટીનું નામ કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી
વેબસાઈટ https://kaushalyaskilluniversity.ac.in
મોબાઈલ નંબર 4001-3700 / 4001-3704
ઇમેઇલ [email protected]

FAQs of Become a Drone Pilot and Earn Handsomely

ભારત સરકાર દ્રારા સ્કિલ યુનિવર્સીટીને ડ્રોન પાયલોટ તાલીમ માટે કોને મંજુરી આપવામાં આવેલી છે?

ભારત સરકાર દ્રારા સ્કિલ યુનિવર્સીટીને ડ્રોન પાયલોટ તાલીમ માટે DGCA અધિકૃત “રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) મંજુરી આપવામાં આવેલી છે.

ક્યારે સ્કૂલ ઓફ વિદ્યાશાખાનો શુભારંભ કરવામાં આવ્યો.

13મી ઓગસ્ટ-2022ના રોજ સવારે 11 વાગ્યે સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો શુંભારંભ કરવામાં આવ્યો.

DGCA નું પૂરું નામ શુ છે?

ડીજીસીએ નું પૂરું નામ “ડાયરેક્ટર જનરલ સિવિલ એવીએશન છે.

કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સીટી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://kaushalyaskilluniversity.ac.in

RPTO નું પૂરું નામ શું છે?

RPTO નું પૂરું નામ રીમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન છે.

 

આવીજ વધુ પોસ્ટ વાંચવા માટે અમારી વેબ સાઈટ onlylbc.com ઉપર જાવ
इस तरह की पोस्ट हिन्दी में जानने के लिए हमारी वेब साईट sarkarisubsidyyojana.com की मुलाकात ले

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment