MYSY scholarship Yojana : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2023

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, MYSY scholarship Yojana.

તો ચાલો જાણીએ કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શું છે?, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શું છે. – MYSY scholarship Yojana

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ને MYSY scholarship Yojana નામે પણ ઓળખવામાં આવે છે. આ યોજનાનો લાભ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જે વિધાર્થીઓ ડિપ્લોમા કોર્સ, મેડિકલ કોર્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી કોર્સ વગેરે વિવિધ ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ દર વર્ષે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વિધાર્થીઓને વિવિધ સ્કોલરશીપ આપવામાં આવશે.


મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો હેતુ શું?

MYSY scholarship Yojana નો મુખ્ય હેતુ જે વિદ્યાર્થીઓના કુટુંબની આર્થિક સ્થિતિ ખરાબ છે જેના કારણે જેઓ બહુ ઓછી કૌટુંબિક આવકને કારણે તેમના ઉચ્ચ શિક્ષણ માટે આગળ અભ્યાસ કરી શકતા નથી. તે બાબતને ધ્યાનામાં રાખી આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન શિષ્યવૃત્તિ યોજના હેઠળ આવા વિધાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેથી તે વિદ્યાર્થી પોતાનું આગળનું ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.


મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ કયા વિધાર્થીઓને મળશે? (પાત્રતા અને શરતો)

જે વિધાર્થી મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • જે વિધાર્થી ડિપ્લોમાંની અંદર શિષ્યવૃત્તિ મેળવવા માંગે છે તે વિધાર્થીએ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 80% સાથે ગુજરાત રાજ્યમાંથી માન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવું જોઈએ.
  • જે વિધાર્થી બેચલર ડિગ્રી પ્રોગ્રામ્સમાં  શિષ્યવૃત્તિ મેળવવા માંગે છે તે વિધાર્થી ધોરણ 12 વિજ્ઞાન/સામાન્ય પ્રવાહમાં 80% સાથે ગુજરાત રાજ્યમાંથી માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
  • ડિપ્લોમા ડિગ્રી વાળા વિધાર્થીઓએ આ યોજનાના લાભો આગળલા અભ્યાસ ક્રમમાં મેળવવા માંગતા હોય તેમને ગુજરાત રાજ્યમાં આવેલી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમાંની પરીક્ષામાં 65% વધુ હોવા જોઈએ.
  • જે વિધાર્થી આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તેમના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ હશે તેને MYSY Yojana નો લાભ આપવામાં આવેશે.
  • આ યોજના હેઠળ આપવામાં આવતી સ્કોલરશીપ સીધી બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે.
  • આ યોજનાનો લાભ મળવાનું ચાલુ થાય પછી જ્યાં સુધી તમને લાભ મળે છે ત્યાં સુધી તમારે દર વર્ષે આ યોજનાને રીન્વ્યું કરાવવાની રહેશે.

અરજી રીન્વ્યું કરાવવા માટેની પાત્રતા.

  • જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ થયેલ હોવા જોઈએ?
  • શિષ્યવૃતિ મેળવતા વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થા નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી 75 % હાજરી હોવી જોઈએ.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં મળવાપાત્ર સ્કોલરશીપ.

MYSY scholarship Yojana માં વિવિધ રીતે સ્કોલરશીપ આપવામાં આવે છે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • ટ્યુશન ફી સહાય
  • હોસ્ટેમાં રહેવાઅને જમવા માટેની સહાય
  • પુસ્તક અને સાધન સહાય

 

ટ્યુશન ફી સહાય

કોર્સ / અભ્યાસક્રમો મળવાપાત્ર સ્કોલરશીપ
સ્નાતક અભ્યાસક્રમો – Bcom, BSc, BA, BCA, BBA રૂપિયા 10 હજાર ની સ્કોલરશીપ
ડિપ્લોમા અભ્યાસક્રમો રૂપિયા 25 હજાર ની સ્કોલરશીપ
પ્રોફેશનલ ગ્રેજ્યુએશન કોર્સ – BE, BTech, BPharm રૂપિયા 50 હજારની સ્કોલરશીપ
મેડિકલ (MBBS) અને ડેન્ટલ (BDS) રૂપિયા 2 લાખની સ્કોલરશીપ

 

હોસ્ટેમાં રહેવાઅને જમવા માટેની સહાય

જે વિધાર્થી પોતાના તાલુકાથી બીજા દૂરના તાલુકામાં અભ્યાસ કરે છે અને જેને સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ નથી તે વિધાર્થીઓને MYSY scholarship Yojana હેઠળ હોસ્ટેમાં રહેવાઅને જમવા માટે રૂપિયા 12,000 ની સહાય આપવામાં આવશે.

 

પુસ્તક અને સાધન સહાય

કોર્સ / અભ્યાસક્રમો મળવાપાત્ર સ્કોલરશીપ
ડિપ્લોમા રૂપિયા 3000 ની સહાય આપવામાં આવશે.
ઈજનેરી/ટેકનોલોજી, ફાર્મસી, આર્કિકચર, એગ્રીકલ્ચર,
આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી,
પેરા-મેડીકલ, વેટેરનરી
રૂપિયા 5000 ની સહાય આપવામાં આવશે.
મેડીકલ અને ડેન્‍ટલ રૂપિયા 10,000 ની સહાય આપવામાં આવશે.

પુસ્તક અને સાધન સહાયનો લાભ Governmenta અને Self Finance કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ આપવામાં આવશે.


આ પણ વાંચો :-

કોચિંગ સહાય યોજના 2023 | Coaching Sahay યોજના

આ પણ વાંચો :-

દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2023 | Divyang Lagn Sahay Yojana


મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Mukhyamantri Yuva Swavalamban Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

યોજનામાં નવી અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ.

  • આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ.
  • ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ પાસ કર્યાની માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
  • ડીગ્રી/ડ.પ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની સ્વ-પ્રમાણિત નકલ.
  • ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંયની સ્વ-પ્રમાણિત નકલ.
  • સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં).
  • વાલીની આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું)ની સ્વ-પ્રમાણિત નકલ, સંસ્થાના આચાર્યશ્રીનુ, સંસ્થાના લેટરહેડ પર પ્રમાણપત્ર (અસલમાં).
  • હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચન. સ્વ-પ્રમાણિત નકલ.
  • બેન્કમાં મચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ.
  • ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં).
  • Income Tax Return Form જેવા કે ITR-1{SAHAJ)/ ITR-2/ ITR3/ ITR-4(SUGAM)

 

જૂની અરજીને રીન્વ્યું કરાવવા માટેના ડોકયુમેન્ટ.

  • વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (સ્વપ્રમાણિત).
  • સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં).
  • વિદ્યાર્થીના પ્રથમ/બીજા ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ)ની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત).
  • વિદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા/ત્રીજા/ચોથા (જે લાગુ પડતું હોય તે વર્ષ)માં ફી ભર્યાની તમામ પહોંચની નકલ(સ્વપ્રમાણિત).
  • હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત).
  • વિદ્યાર્થીના બેન્કના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ(સ્વપ્રમાણિત).
  • ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાનેપાત્ર આવક ન થતી હોવા અંગેનુ સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં).
  • Income Tax Return Form જેવા કે ITR-1(SAHAJ)/ ITR-2/ ITR3/ ITR-4(SUGAM)

MYSY scholarship Yojana


મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

MYSY scholarship Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે તેના પછી થોડી ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારે Mukhyamantri Yuva Swavalamban Yojana માં અરજી કરવા માટે આ યોજનાની અધિકારીક વેબસાઈટ પર જવાનુ રહેશે.
  • હવે અહીં આ યોજનાનું હોમ પેજ તમારી સામે ખુલીને આવશે.
  • હવે જો તમે પહેલી વાર અરજી કરો છો તો નવું user id અને password બનાવીને લોગીન કરો.
  • હવે લોગીન થયા પછી હોમ પેજ પર તમને બે ઓપ્શન જોવા મળશે જેમાં મળશે જેમાં (1) નવી અરજી(Fresh)  (2) જૂની અરજી(Renewal)
  • હવે તમારે જો નવી અરજી કરવાની હોય તો Fresh સિલેક્ટ કરવાનું રહેશે અથવા જો તમે પહેલા અરજી કરી છે અને તે અરજીને Renewal કરાવવાની છે તો Renewal પર ક્લિક કરો.
  • હવે અહીંયા તમને વિવિધ માહિતી પૂછવામાં આવશે જેમાં તમારે તે ફોર્મમાં ભરવામાં આવશે.
  • તેના પછી માહિતી ભર્યા પછી તમામ ઓરીજનલ ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • હવે તમામ માહિતી ભર્યા બાદ અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ અરજી સબમિટ કરવાની રહેશે.
  • હવે અરજી સબમિટ કર્યા પછી તમને અરજીની પ્રિન્ટ મળશે.
  • હવે તે અરજી પ્રિન્ટની પાછળ તમામ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે અને તે તમારે જાતે જઈને હેલ્પ સેન્ટરમાં જઈને જમા કરાવવાના રહેશે.
  • આ રીતે તમે MYSY scholarship Yojana માં અરજી કરી શકો છો.

MYSY Helpline Number

પ્રિય મિત્રો અહીં અમે તમને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન નંબર અથવા email id દ્રારા વધુ માહિતી મેળવી શકો છો.

  • હેલ્પલાઇન નંબર :- 079-26566000 / 7043333181
  • Email Id :- [email protected]

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા માટેની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના વિદ્યાર્થીઓ જેમને ધોરણ 12 માં 80% મેળવેલા છે તે વિધાર્થીઓ ડિપ્લોમા કોર્સ, મેડિકલ કોર્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી કોર્સ વગેરે વિવિધ ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ આપવામાં આવશે.

2.મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા માટે વિદ્યાર્થીના કેટલા ટકા હોવા જોઈએ?

  • સ્નાતક અભ્યાસક્રમ માટે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ
  • ડીપ્લોમાં અભ્યાસક્રમ માટે ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ
  • ડી-ટુ-ડી અભ્યાસક્રમ માટે ડીપ્લોમાં અભ્યાસક્રમની પરીક્ષામાં ૬૫ ટકા કે તેથી વધુ ટકા

3.મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં કેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે?

જવાબ :- Mukhyamantri Yuva Swavalamban Yojana માં રૂપિયા 1200 થી કરીને રૂપિયા 2 લાખ સુધીની સહાય આપવામાં આવશે.

4.MYSY scholarship Yojana ની અરજી કોલેજના ક્યા વર્ષમા કરી શકાય?

જવાબ :- આ યોજનામાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં આ યોજનામાં અરજી કરી શકે છે. જો કોઈ વિદ્યાર્થીઓ શરતચૂકથી અરજી કરવાનું ચુકી ગયા હોય તેઓ કોલેજના કોઈપણ વર્ષમાં અરજી કરી શકે છે.

5.મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા માટે કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?

આ યોજનામાં અરજી કરવા માટે કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા રૂ.૬ લાખ હોવી જોઈએ.

6.MYSY scholarship Yojana માં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- MYSY scholarship Yojana માં https://mysy.guj.nic.in/ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment