કોચિંગ સહાય યોજના 2023 | Coaching Sahay Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, કોચિંગ સહાય યોજના.

તો ચાલો જાણીએ કે કોચિંગ સહાય યોજના  શું છે?, કોચિંગ સહાય યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કોચિંગ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


કોચિંગ સહાય યોજના શું છે?

ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્રારા ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને  કોચિંગ માટે સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ 10 માં જે વિધાર્થીએ 70% મેળવેલ હોય અને તે વિધાર્થીએ ધોરણ-૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને દર વર્ષે આ યોજના અંતર્ગત રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.


હાઈલાઇટ્સ ઓફ કોચિંગ સહાય યોજના

યોજનાનું નામ કોચિંગ સહાય યોજના
આર્ટિકલની ભાષા ગુજરાતી
યોજનાનો હેતુ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા.
અરજી કરવાની રીતે ઓનલાઇન

કોચિંગ સહાય યોજનાનો હેતુ શું?

Coaching Sahay Yojana નો મુખ્ય હેતુ ગુજરાતમાં રહેતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ આર્થિક કારણોસર ધોરણ 11 અને 12 માં ટ્યુશન લઈ શકતા નથી. જેથી આ યોજના અંતર્ગત તેમને સહાય આપવામાં આવે જેથી ધોરણ 11 અને 12 માં ટ્યુશન લઈ શકે. જેથી તે સારુ શિક્ષણ મેળવી શકે. તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


કોચિંગ સહાય યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ વિધાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • વિધાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ ગુજરાતના બિન અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને મળશે.
  • આ યોજનાનો લાભ ધોરણ 11 અને 12 ના ફક્ત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિધાર્થીઓને જ મળશે.
  • આ યોજનાનો લાભ જે વિધાર્થીને ધોરણ 10 માં 70% થી વધુ હશે. તેમને મળશે.
  • બિન અનામત જાતિના વિદ્યાર્થીઓ ની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 450000 થી ઓછી હોવી જોઈએ.
  • શાળા કોલેજ સિવાય બહાર અલગ થી કરવામાં આવતા ટયુશન લેવામાં આવે તેને સહાય મળવા પાત્ર થાય છે

કોચિંગ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

ગુજરાત રાજ્યમાં રહેતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને જેમેણે ધોરણ 10 માં 70% કે તેથી થી વધુ મેળવેલ હોય અને ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ.૧૫,૦૦૦/- ટયુશન ચાલુ કરવા માટે સહાય આપવામાં આવશે.


કોચિંગ સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Coaching Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • વિધાર્થીનું આધાર કાર્ડ
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • ધોરણ-10 ની માર્કશીટ
  • પ્રિન્સિપાલ નું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટીફિકેટ
  • ટ્યુશન કલાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે)
  • રહેઠાણનો પુરાવો
  • ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/ LC)
  • આવકનો દાખલો (વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 450000 થી ઓછી છે તેવો)
  • બેંક પાસબુકની

કોચિંગ સહાય યોજના


કોચિંગ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Coaching Sahay Yojana માં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પહેલા તમારે આ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમને તેમાં Scheme નામનું એક ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તેમાં Coaching Help Scheme ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ત્યાં તમને ટ્યુશન સહાય યોજના વિશે થોડી માહિતી જ જોવા મળશે.
  • ત્યારબાદ નીચે Apply Now ઓપ્શન આપેલ હશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને લોગીન આઈડી અને પાસવર્ડ નાખવાનો રહેશે.
  • જો તમે પહેલી વખત અરજી કરો છો અને રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે સૌ પ્રથમ તમારે ઇ-મેલ આઇડી મોબાઈલ નંબર પાસવર્ડ નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • હવે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગીન કરવાનું રહેશે.
  • હવે લોગીન કર્યા બાદ તમારી સામે અલગ અલગ યોજનાઓ જોવા મળશે જેમાં તમારે Coaching Sahay Yojana માં અરજી કરવા માટે Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે વિદ્યાર્થીઓ પોતાના ટ્યુશન ક્લાસની કે પોતાના સંપર્કની વિવિધ વિગતો ભરવાની રહેશે અને Save બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • બધી વિગતો ભર્યા બાદ તમારે હવે પાસપોર્ટ સાઈઝ ફોટો – સિગ્નેચર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે હવે અરજીને કન્ફર્મ કરવાની રહેશે તે માટે Confirm Application ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અરજી કન્ફર્મ કર્યા બાદ તમારી સામે એપ્લિકેશન નંબર જોવા મળશે તે તમારે કોઈપણ સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવો. અથવા તેને પ્રિન્ટ કરી નાખો.
  • હવે ઓનલાઇન અરજી કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ લઈ લેવાની રહેશે અને સાથે તમામ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. હવે આ અરજી પ્રિન્ટ અને ડોક્યુમેન્ટ તમારે જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક જિલ્લા સમાજ કલ્યાણ ખાતામાં જમા કરાવવાના રહેશે.

કોચિંગ સહાય યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને PMBSY ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તો તમે તમારી નજીકની બેંકમાં અથવા વિવિધ પોલીસી વીમા ધારકો પાસે જઈને આ યોજના વિશે માહિતી મેળવી શકો છો અથવા અહીં નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને Pradhan Mantri Suraksha Bima Yojana વિશે માહિતી મેળવી શકો છો.


કોચિંગ સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

કોચિંગ સહાય યોજનાની અધિકારીક વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.કોચિંગ સહાય યોજનાનાનો લાભ કોને મળે છે?

જવાબ :- બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને  કોચિંગ માટે સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ 10 માં જે વિધાર્થીએ 70% મેળવેલ હોય અને તે વિધાર્થીએ ધોરણ-૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

2.કોચિંગ સહાય યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- આ યોજના અંતર્ગત રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.

3.કોચિંગ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- આ યોજનામાં અરજી કરવા માટે તમારે આ યોજનાની અધિકૃત વેબસાઈટ પર જઈને ઓનલાઇન અને ઓફલાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “કોચિંગ સહાય યોજના 2023 | Coaching Sahay Yojana”

Leave a Comment