પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2024 | PM Kisan Samman Nidhi Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના.

તો ચાલો જાણીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે?, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને PM Kisan Samman Nidhi Yojana માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકાર દ્રારા ચલાવવામાં આવતી યોજના છે. આ યોજનાનો લાભ દેશના ખેડૂતોને આપવામાં આવે છે. જેમાં ખેડૂતને વાર્ષિક રૂ.6000/- ની સહાય આપવામાં આવે છે. જે સીધા ખેડૂતોના બેંક ખાતામાં આપવામાં આવે છે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હેતુ શું?

PM Kisan Samman Nidhi Yojana ચાલુ કરવા પાછળનો મુખ્ય હેતુ દેશના ખેડૂતોને ખેતી કરવા માટે સહાય મળી રહે. જેથી તે પોતાની ખેતીમાં સારી પેદાશ મેળવી શકે અને સાથે ખેતરમાં જરૂરી વસ્તુઓ લાવી શકે. તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના જે પણ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ દેશના નાના અને સીમાંત ખેડૂતોને મળશે.
  • જે ખેડૂત પરિવારોને 2 હેકટર પાસે જમીન સંયુક્ત અથવા માલિકી ધરાવતા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળે છે.
  • વર્તમાન અને ભૂતપૂર્વ તમામ પ્રકારના બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓને મળશે નહીં.
  • હાલમાં કે ભૂતકાળમાં મંત્રીશ્રી/રાજ્યકક્ષાના મંત્રીશ્રી, લોકસભા, રાજ્યસભા કે વિધાનસભા કે જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના) કેન્‍દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ, મંત્રાલયો કે તેની ક્ષેત્રીય કચેરીમાં સેવા કાર્યરત કે નિવૃત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને PMKSY નો લાભ મળશે નહીં.
  • તમામ વય નિવૃત પેન્‍શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂપિયા.10,000/- કે તેથી વધુ પેન્‍શન મેળવતા હોય એમને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહીં.
  • છેલ્લા આકારણી વર્ષમાં ઈન્‍કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડૉક્ટર, ચાટર્ડ એકાઉન્‍ટન્‍ટ, એન્‍જિનિયર, વકીલ, અને આર્કીટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય તેવા વ્યવસાય ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે નહીં.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મળવાપાત્ર સહાય?

આ યોજનાનો લાભ દેશના ખેડૂતોને આપવામાં આવે છે. જેમાં ખેડૂતને વાર્ષિક રૂ.6000/- ની સહાય આપવામાં આવે છે. જે 3 હપ્તામાં આપવામાં આવે છે. જે સીધા ખેડૂતોના બેંક ખાતામાં આપવામાં આવે છે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

PM Kisan Samman Nidhi Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • આધારકાર્ડ. (જો આધારકાર્ડ ન હોય તો એનરોલમેન્‍ટ નંબર / ડ્રાઈવીંગ લાઈસન્‍સ / ચૂંટણીકાર્ડ / કોઈપણ એક)
  • જમીનનો 8-અ અને 7/12 નો ઉતારો.
  • બેંક પાસબુકની ઝેરોક્ષ.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના


આ પણ વાંચો:-

કિસાન વિકાસ પત્ર યોજના 2023 | Kishan Vikas Patra Yojana

આ પણ વાંચો:-

વાહન અકસ્માત સહાય યોજના 2023 : Vahan Akasmat Sahay Yojana


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

PM Kisan Samman Nidhi Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પહેલા તમારે ઉપર આપેલા તમામ ડોક્યુમેન્ટ લઈને તમારા ગ્રામ પંચાયતમાં જવાનુ રહેશે.
  • હવે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર પર કામગિરી કરતાં VCE ને તમામ ડોક્યુમેન્‍ટ આપો.
  • ગ્રામ પંચાયત ખાતેથી VCE આ યોજના હેઠળ https://pmkisan.gov.in/ મારફતે ઓનલાઈન અરજી કરશે.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ તમને આ અરજીની પ્રિન્ટ આપવામાં આવશે.
  • હવે છેલ્લે આ અરજીને તમારે સાચવીને રાખવાની રહેશે.

PM-Kisan Samman Nidhi Yojana હેલ્પલાઈન નંબર

આ લેખમાં PM-Kisan Samman Nidhi Yojana વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપી છે પણ જો આપને હજુ કોઇ પણ પ્રકારના પ્રશ્નો હોય તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે યોજનાની વધુ માહિતી મેળવી શકો છો.

  • PM-Kisan Samman Nidhi Yojana હેલ્પલાઈન નંબર :- 155261

PM-Kisan Samman Nidhi Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

PM-Kisan Samman Nidhi Yojana માં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.PM Kisan Samman Nidhi Yojana નો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- આ યોજનાનો લાભ દેશના નાના અને સીમાંત ખેડૂતોને મળશે.

2.PM Kisan Samman Nidhi Yojana કેટલી સહાય મળે છે?

જવાબ :- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વાર્ષિક રૂપિયા.6000/- ની સહાય આપવામાં આવે છે.

1.PM Kisan Samman Nidhi Yojana માં અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

જવાબ :- https://pmkisan.gov.in/

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment