વાહન અકસ્માત સહાય યોજના 2024 : Vahan Akasmat Sahay Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, વાહન અકસ્માત સહાય યોજના.

તો ચાલો જાણીએ કે વાહન અકસ્માત સહાય યોજના શું છે?, વાહન અકસ્માત સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને Vahan Akasmat Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


વાહન અકસ્માત સહાય યોજના શું છે?

vahan accident sahay yojana નો લાભ ગુજરાત રાજ્યની કોઈપણ સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં મળશે. ગુજરાત અને અન્ય રાજ્યોના રહેવાસીઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના હેઠળ અકસ્માત થનાર વ્યક્તિને 48 કલાકમાં 50,000 ની સહાય મળવાપાત્ર થશે.


વાહન અકસ્માત સહાય યોજનાનો હેતુ શું?

સરકાર દ્રારા આ યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ જયારે કોઈ વ્યક્તિનું રોડ પર અકસ્માત થાય છે. ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ત્યારે ખરાબ આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારના કોઈ વ્યક્તિનો એક્સીડંટ થાય છે. તેવા સમય તેના પરિવારને ટેકો મળી રહે તે માટે તેમને સહાય આપવામાં આવે છે.


વાહન અકસ્માત સહાય યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

મિત્રો આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યની હદમાં રહેતા  કોઈપણ વ્યક્તિનો જો અકસ્માત થાય છે. તેવા તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળે છે. એટલે કે આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈપણ અન્ય પાત્રતા જરૂરી હોતી નથી.


વાહન અકસ્માત સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

આ યોજનામાં ગુજરાત સરકાર વિવિધ પ્રકારના અનેક પ્રકારના લાભ આપવામાં આવે છે. જે તમામ લાભો નીચે મુજબ છે.

  • રાજ્ય સરકાર માર્ગ અકસ્માતના દરેક પીડિતને અકસ્માતના 48 કલાક માટે બીલ અને દસ્તાવેજો રજૂ કર્યા બાદ તબીબી સારવાર માટે ખર્ચ તરીકે રૂ. 50,000 રાજ્ય સરકાર હોસ્પિટલને ચૂકવણી કરશે.
  • આ યોજનાની મદદથી, માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને તબીબી ખર્ચની પરવા કર્યા વિના નજીકના કોઈપણ આરોગ્યસંભાળમાં દાખલ કરી શકાય છે.
  • એમ્બ્યુલન્સના સંચાલકોને દર્દીની સારવાર માટે દર્દીને નજીકની શ્રેષ્ઠ હોસ્પિટલમાં ખસેડવા પણ નિર્દેશ આપવામાં આવે છે. તમામ હોસ્પિટલોને નવી યોજના વિશે માર્ગદર્શિકા આપવામાં આવશે અને તમામ આરોગ્ય કેન્દ્રોના સહકારની પ્રશંસા કરવામાં આવશે.
  • ખાનગી હોસ્પિટલો દર્દી પાસેથી પ્રથમ 48 કલાક માટે રૂ. 50,000 થી વધુ ચાર્જ વસુલ કરી શકશે નહીં કારણ કે તેમને સરકાર તરફથી વળતરની રકમ મળશે.
  • દર્દીઓની આવકને ધ્યાનમાં લીધા વિના ગુજરાતમાં સારવાર કરવામાં આવશે, આ તે લોકો માટે ફાયદાકારક છે જેમની પાસે સ્થળ પર રોકડ નથી. નાણાકીય સહાયનો અભાવ ધરાવતા ઘણા લોકોને આ યોજનાનો લાભ મળશે.
  • જો દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને કોઈ કારણોસર તે દર્દીને બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો પણ તેને આ યોજનાનો લાભ મળશે.
  • જો હોસ્પિટલમાં સીટી સ્કેન કે કોઈ અન્ય સુવિધા ઉપલબ્ધ ના હોય અને તેને કોઈ અન્ય પ્રાઇવેટ જગ્યાએ લઈ જવામાં આવે તો તે તમામ ખર્ચ તે હોસ્પિટલ કરશે.

vahan accident sahay yojana હેઠળ મળવાપત્ર સારવાર

રાજ્ય સરકારે vahan accident sahay yojana હેઠળ આવરી લેવામાં આવતી તમામ સારવાર નીચ મુજબ છે.

  • ટ્રોમા સારવાર
  • ઈજા ડ્રેસિંગ
  • સ્થિરીકરણ
  • ફ્રેક્ચર સ્થિરીકરણ
  • માથામાં ઈજાનું ઓપરેશન
  • એક્સ-રે
  • ગમ ઇજાઓ (અકસ્માતોમાં થતી ઇજાઓ અને અન્ય પ્રકારની ઇજાઓ દ્વારા ગમ પેશીને નુકસાન થઈ શકે છે.) વગેરે.
  • ઘનિષ્ઠ સારવાર એકમ (ICU)
  • પેટની ઇજાઓ.

વાહન અકસ્માત સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

મિત્રો જયારે અકસ્માત વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થાય છે. ત્યારે ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના ની તમામ ડોક્યુમેન્ટ પ્રક્રિયા હોસ્પિટલ તરફથી કરવામાં આવે છે.


વાહન અકસ્માત સહાય યોજના


આ પણ વાંચો:-

સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય યોજના 2023 | Competitive Exams Training Sahay Yojana

આ પણ વાંચો:-

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 વિશે જાણો સંપૂર્ણ માહિતી | PM Vishwakarma Yojana


વાહન અકસ્માત સહાય યોજના માં અરજી કેવી રીતે કરવી?

vahan accident sahay yojana માં તમારે કોઈપણ પ્રકારની ઓનલાઇન અરજી કરવાની હોતી નથી. આ યોજના હેઠળ જે સહાય આપવામાં આવે છે. તેની સંપૂરમ પ્રક્રિયા જે-તે હોસ્પિટલ દ્રારા કરવામાં આવે છે.


vahan accident sahay yojana હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Vahan Akasmat Sahay Yojana ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. https://gujhealth.gujarat.gov.in/ પર જઈને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.


vahan accident sahay yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

vahan accident sahay yojana માં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.વાહન અકસ્માત સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ:- આ યોજનામાં અકસ્માતમાં ભોગ બનનાર ઇજાગ્રસ્તને લાભ આપવામાં આવે છે.

2.વાહન અકસ્માત સહાય યોજનામાં શું લાભ આપવામાં આવે છે?

જવાબ:- આ યોજનામાં અકસ્માતમાં ભોગ બનનાર ઇજાગ્રસ્તને અકસ્માતના પ્રથમ 48 કલાક સુધી નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.

3.વાહન અકસ્માત સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

જવાબ:- આ યોજનામાં અકસ્માતમાં ભોગ બનનાર ઇજાગ્રસ્તને અકસ્માતના પ્રથમ 48 કલાક સુધી 50,000/- ની નિ:શુલ્ક  સારવાર આપવામાં આવે છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “વાહન અકસ્માત સહાય યોજના 2024 : Vahan Akasmat Sahay Yojana”

Leave a Comment