પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2024 વિશે જાણો સંપૂર્ણ માહિતી | PM Vishwakarma Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના.

તો ચાલો જાણીએ કે PM Vishwakarma Yojana શું છે?, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


Contents hide

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શું છે?

ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા સમુદાય માટે PM Vishwakarma Yojana શરૂ કરી છે.

PM Vishwakarma Yojana હેઠળ વિશ્વકર્મા સમુદાયને વિવિધ લાભ આપવામાં આવશે. જેમાં આ વિશ્વકર્મા સમુદાયમાં કુલ 18 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો. જેમાં આ જાતીમાં સમાવેશ થતા લોકોને સૌ પ્રથમ વિવિધ રોજગાર તાલીમ અને તે તાલીમ લીધા બાદ તે રોજગાર ચાલુ કરવા માટે તે રોજગારલક્ષી કીટ અને તેમને તે ધંધો શરૂ કરવા માટે ઓછા વ્યાજદરે લોન આપવામાં આવશે. જેમાં તેમને રૂપિયા 2 થી 3 લાખની લોન આપવામાં આવે છે તે પણ કોઈ પ્રકારની ગેરંટી વગર. (અત્યારે આ યોજનાને ખુબ જ શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે.) તો વધુ માહિતી માટે સંપૂર્ણ માહિતી વાંચો.


પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો હેતુ શું?

PM Vishwakarma Yojana ચાલુ કરવા પાછળ સરકારનો મુખ્ય હેતુ એ છે કે, વિશ્વકર્મા સમુદાયમાં સમાવેશ જાતિના નાગરિકો જે પોતાની આવડત મુજબ વ્યવસાય કરવા ઈચ્છે છે, તેમને પોતાના વ્યવસાય મુજબ તેમને તાલીમ આપવામાં આવશે તાલીમ આપ્યા બાદ તે વ્યવસાય શરૂ કરી શકે તે માટે તે વ્યવસાયને લગતી કીટ આપવામાં આવશે અને સાથે તે વ્યવસાયને આગળ વધારવામાં માટે ઓછા વ્યાજદરે લોન આપવામાં આવશે. જેથી વિશ્વકર્મા સમુદાયમાં સમાવેશ જાતિના બેરોજગાર નાગરિકો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.


PM Vishwakarma Yojana Highlight પોઇન્ટ

યોજનાનું નામ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
વર્ષ 2023
લાભર્થી વિશ્વકર્મા સમુદાય
અરજી કયારે શરુ થશે. 17 સપ્ટેમ્બર 2023
અધિકારીક વેબસાઈટ https://pmvishwakarma.gov.in/

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કઈ 18 જાતિનો સમાવેશ થાય છે?

PM Vishwakarma Yojana હેઠળ વિશ્વકર્મા સમુદાય માં કુલ 18 જાતિઓનો સમાવેશ થાય છે. જે 18 જાતિઓને આ યોજનાનો લાભ મળશે. તે 18 જાતિઓના નામ નીચે મુજબ છે. જેમાં તમારો સમાવેશ થાય છે કે નહીં તે ચેક કરી લેવું.

 • સુથાર.
 • બોટ મેકર.
 • આર્મર મેકર.
 • લુહાર.
 • હથોડી અને ટૂલ કીટ મેકર.
 • તાળા બનાવનાર.
 • સોની.
 • કુંભાર.
 • મૂર્તિકાર / પથ્થર કામ કરનાર.
 • મોચી / ચપ્પલ બનાવનાર / ફૂટવેર કારીગરો.
 • કડિયા.
 • બાસ્કેટ મેકર્સ / વણકર : પગ લૂછણીયા બનાવનાર / સાવરણી બનાવનાર.
 • ઢીંગલી અને રમકડાં બનાવનાર.
 • વાળંદ.
 • માળા બનાવનાર.
 • ધોબી.
 • દરજી.
 • માછીમારી નેટ બનાવનાર.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતા નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 • સૌ પ્રથમ તમારો સમાવેશ વિશ્વકર્મા સમુદાયની 18 જાતિઓમાં થતો હોવો જોઈએ. (જે 18 જાતિઓના નામ ઉપર આપેલ છે.)
 • જે વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવવા માંગે છે, તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
 • લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ થી 60 વર્ષની હોવી જોઈએ.
 • જે વ્યક્તિ સરકારી સેવામાં રહેલ છે. તેને અથવા તેના પરિવારને આ યોજનાનો લાભ મળશે નહીં.
 • જે લાભાર્થીએ છેલ્લા પાંચ વર્ષમાં અન્ય કોઈ એવી સરકારી યોજના હેઠળ લોન લીધેલ છે તેમને આ યોજનાનો લાભ મળશે નહીં. (દાખલા તરીકે, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, મુદ્રા યોજના, PMEGP).

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં શું લાભ મળશે?

મિત્રો PM Vishwakarma Yojanap માં વિવિધ લાભ આપવામાં આવે છે. જેની સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક નીચે આપેલ છે. જેને તમે ધ્યાનથી વાંચો ત્યારે ખ્યાલ આવશે.

 • સૌ પ્રથમ તમને તમારા રુચિ મુજબ તમને તે ધંધાની તાલીમ આપવામાં આવશે જેમાં એક તાલીમ 5-7 દિવસની હશે અને બીજ 15 દિવસની હશે.
 • હવે તમે જેટલાં દિવસ તાલીમ મેળવશો તેટલા દિવસ પ્રતિ દિવસ તમે 500 રૂપિયા આપવામાં આવશે.
 • ત્યારબાદ તાલીમ લીધા બાદ તે વ્યવસાય શરૂ કરવા માટે તમને તે વ્યવસાયને લગતી કીટ ખરીદવા માટે રૂપિયા 15,000/- ની સહાય આપવામાં આવશે.
 • તાલીમ પૂર્ણ થાય બાદ તેમને તાલીમ પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ પણ આપવામાં આવશે.
 • સરકાર દ્રારા માર્કેટિંગ સપોર્ટ આપવામાં આવશે જેમાં તેમને નેશનલ કમિટી ફોર માર્કેટિંગ ગુણવતા પ્રમાણપત્ર, જે તે વસ્તુનું પ્રમાણપત્ર, તેનું પ્રમોશન, ઈ-કોમર્સ લીંકેજ, વસ્તુની ટ્રેડ ફેર જાહેરાતો, તે વસ્તુનો પ્રચાર જેવી અનેક સેવાઓ આપશે.
 • હવે વ્યવસાય શરૂ કર્યા બાદ તે વ્યવસાયને વધારવા માટે ઓછા વ્યાજદારે 1 થી 2 લાખની લોન આપવામાં આવશે. (તે લોન પર વ્યાજદર કેટલું હશે તેના વિશે માહિતી નીચે આપેલ છે.)

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કેટલી લોન મળશે અને તેનું વ્યાજદર કેટલું હશે?

PM Vishwakarma Yojana હેઠળ વિશ્વકર્મા સમુદાયના લોકોને 1 થી 2 લાખની લોન આપવામાં આવશે. જેમાં તેમને પહેલા 1 લાખની લોન આપવામાં આવશે અને ત્યારબાદ 2 લાખણી લોન આપવામાં આવશે. આ લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવશે એટલે કે જે તમે બેંકમાં લોન કરતા હતા ત્યાં તમારે તમારું ઘર અથવા કોઈ વસ્તુ બેંકમાં ગેરંટી તરીકે ગીરવી મૂકવું પડતું હતું. તે રીતે તમારે આ લોન મેળવવા માટે કોઈપણ વસ્તુની ગેરંટી આપવાની રહેશે નહીં.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન પરનું વ્યાજદર :- આ યોજના હેઠળ મળતી લોનનું વાર્ષિક વ્યાજદર 5% ટકા રહેશે.


પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

PM Vishwakarma Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 • લાભાર્થીનું આધાર કાર્ડ.
 • પાન કાર્ડ.
 • શેક્ષણિક લાયકાત ધરાવતું પ્રમાણપત્ર (જો હોય તો)
 • પાસપોર્ટ સાઈઝ ફોટો.
 • મોબાઇલ નંબર

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના


પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં અરજી કેવી રીતે કરવી?

PM Vishwakarma Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 • મિત્રો PM Vishwakarma Yojana માં તમારે ઓનલાઇન અરજી કરાવવાની રહેશે. જે તમારે આ યોજનાની અધિકારીક વેબસાઈટ https://pmvishwakarma.gov.in/ પર અરજી કરવાની રહેશે.
 • હવે આ યોજનામાં અરજી જે કરવાની છે તે CSC સેન્ટર પરથી થશે તે માટે તમારે તમારા ગામના ગ્રામપંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે બેસતા VCE પાસે અથવા તમારી નજીકમાં આવેલા કોઈપણ CSC સેન્ટર પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

PM Vishwakarma Yojana હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને PM Vishwakarma Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે આપણે હેલ્પલાઇન નંબર દ્રારા માહિતી મેળવી શકો છો.

 • 18002677777 / 17923
 • 011-23061574

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

PM Vishwakarma Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ કોને મળશે?

જવાબ :- વિશ્વકર્મા સમુદાયમાં સમાવેશ કુલ 18 જાતિઓને આ યોજનાનો લાભ મળશે.

2.પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કેટલી લોન આપવામાં આવે છે?

જવાબ :- PM Vishwakarma Yojana હેઠળ વિશ્વકર્મા સમુદાયના લોકોને 1 થી 2 લાખની લોન આપવામાં આવશે. જેમાં તેમને પહેલા 1 લાખની લોન આપવામાં આવશે અને ત્યારબાદ 2 લાખણી લોન આપવામાં આવશે.

3.પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- હવે આ યોજનામાં અરજી જે કરવાની છે તે CSC સેન્ટર પરથી થશે તે માટે તમારે તમારા ગામના ગ્રામપંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે બેસતા VCE પાસે અથવા તમારી નજીકમાં આવેલા કોઈપણ CSC સેન્ટર પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

4.પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન પર વ્યાજદર કેટલો છે?

જવાબ :- આ યોજના હેઠળ મળતી લોનનું વાર્ષિક વ્યાજદર 5% ટકા રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2024 વિશે જાણો સંપૂર્ણ માહિતી | PM Vishwakarma Yojana”

Leave a Comment