સંત સુરદાસ યોજના 2024 | Sant Surdas Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, સંત સુરદાસ યોજના.

તો ચાલો જાણીએ કે Sant Surdas Yojana શું છે?, સંત સુરદાસ યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને સંત સુરદાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


સંત સુરદાસ યોજના

Sant Surdas Yojana એ Social Justice And Empowerment Department દ્રારા ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત 0 થી 17 વર્ષના દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં 0 થી 17 વર્ષના દિવ્યાંગ વ્યક્તિઓને દર મહિને રૂપિયા 1000/- ની સહાય આપવામાં આવે છે.


સંત સુરદાસ યોજનાનો હેતુ શું?

Sant Surdas Yojana યોજના ચાલુ કરવાનો મુખ્ય દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય આપવા માટે સાથે દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય તે હેતુથી યોજના ચાલુ કરવામાં આવી છે.


સંત સુરદાસ યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ દિવ્યાંગ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ દિવ્યાંગ લોકોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • આ યોજનાનો લાભ 0 થી 17 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિઓને જ આપવામાં આવશે.
  • ગ્રામ્ય વિસ્તારમાં BPL યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવનારને જ લાભ આપવામાં આવશે.
  • શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા હોય તેવા દિવ્યાંગ વ્યક્તિઓને લાભ  આપવામાં આવશે.

સંત સુરદાસ યોજનામાં મળવાપાત્ર સહાય?

Sant Surdas Yojana હેઠળ દિવ્યાંગ લાભાર્થીઓને દર મહિને રૂપિયા 1000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. જે સહાય લાભાર્થીના પોસ્ટ એકાઉન્ટ કે બેંક એકાઉન્ટમાં DBT ખાતામાં નાખવામાં આવે છે. આ યોજના હેઠળ પહેલા આર્થિક સહાય ની રકમ રૂપિયા 600/- હતી જે હવે વધારીને રૂપિયા 1000/- કરવામાં આવી છે.


સંત સુરદાસ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Sant Surdas Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • આધારકાર્ડ
  • દિવ્યાંગ ઓળખકાર્ડની નકલ
  • સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
  • ઉંમર અંગેનો પુરાવો (L.C / જન્મનો દાખલો કોઈપણ એક)
  • રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ / ચૂંટણીકાર્ડ / ડ્રાઈવીંગ લાઈસન્‍સ વગેરે – કોઈપણ એક)
  • ગ્રામ્ય વિસ્તાર માટે 0 થી 20 નો BPL સ્કોરનો ગ્રામ પંચાયતનો દાખલો / સુવર્ણ જયંતિ કાર્ડ (પૈકી કોઈપણ એક)
  • બેંક પાસબુકની નકલ

સંત સુરદાસ યોજના


આ પણ વાંચો:-

પાલક માતા પિતા યોજના  વિશે જાણો સંપૂર્ણ માહિતી.


સંત સુરદાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Sant Surdas Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે તેના પછી થોડી ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે. 

  • સૌ પહેલા તમારે Google માં જઈને e Samaj Kakyan Portal ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે e Samaj Kakyan Portal ની ઓફિશિયલ વેબસાઈટ ખુલીને આવશે.
  • ત્યારબાદ અમારી સામે Home Page ખુલીને આવશે.
  • હવે હોમ પેજ પર “નિયામક સમાજ સુરક્ષા” પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં અહીં તમને “સંત સુરદાસ યોજના” લખેલ પર ક્લિક કરો.
  • જો તમે પહેલી વખત અરજી કરો છો અને રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે સૌ પ્રથમ તમારે ઇ-મેલ આઇડી મોબાઈલ નંબર પાસવર્ડ નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • હવે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગીન કરવાનું રહેશે.
  • હવે લોગીન કર્યા બાદ તમારી સામે અલગ અલગ યોજનાઓ જોવા મળશે જેમાં તમારે સંત સુરદાસ યોજના માં અરજી કરવા માટે Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગાં ભાઈ બહેનની માહિતી વગેરે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે માહિતી ભર્યા બાદ ત્યાં માગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • હવે જો તમારું અરજી ફોર્મ ભરાઈ ગયું છે તો તે અરજી ફોર્મને સેવ કરીને confirm કરવાનું રહેશે.
  • હવે અરજી confirm કર્યા બાદ તમારી પાસે તે અરજીની ફોર્મની પ્રિન્ટ આવશે તેને તમારે પ્રિન્ટ કરવાની રહેશે.
  • તેના પછી હવે તે અરજી ફોર્મના પ્રિન્ટની પાછળ માગ્યા મુજબ તમામ ડોકયુમેન્ટ જોડવાના રહેશે અને તે અરજી ફોર્મને તમારે જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીમાં ફોર્મ જમા કરાવાનું રહેશે.
  • આ રીતે તમે આ યોજનામાં અરજી કરી શકો છો.

સંત સુરદાસ યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને Sant Surdas Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા જિલ્લા ખાતે આવેલી ‘’જિલ્લા બાળ સુરક્ષા એકમ” નો સંપર્ક કરવો. તથા “જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરી યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


સંત સુરદાસ યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

Sant Surdas Yojanaની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.સંત સુરદાસ યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- આ યોજના અંતર્ગત 0 થી 17 વર્ષના દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવામાં આવે છે

2.પાલક માતા-પિતા યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- આ યોજના હેઠળ પહેલા આર્થિક સહાય ની રકમ રૂપિયા 600/- હતી જે હવે વધારીને રૂપિયા 1000/- કરવામાં આવી છે.

3.સંત સુરદાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- Sant Surdas Yojana માં eSamaj Kakyan Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment