ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા વિધાર્થીઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, JEE, NEET & GUJCET Exams Sahay Yojana.
તો ચાલો જાણીએ કે JEE, NEET & GUJCET Exams Sahay Yojana શું છે?, જી, નીટ, ગુજકેટની તૈયારી માટે તાલીમ સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને જી, નીટ, ગુજકેટની તૈયારી માટે તાલીમ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
JEE, NEET & GUJCET Exams Sahay Yojana શું છે?
આ યોજનાનો લાભ બિન અનામત વર્ગના વિધાર્થીઓને આપવામાં આવશે. જેમાં બિન અનામત વર્ગના જે વિધાર્થીઓએ ધોરણ 10 માં 70 % મેળવેલ છે. અને વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12 પછી તે JEE, NEET & GUJCET જેવી પરીક્ષાઓની તૈયારી કરવા ઈચ્છે છે. તેવા વિધાર્થીઓને ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા ૨૦,૦૦૦/- સહાય અથવા કોચિંગ ક્લાસની ફ્રી માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
જી,નીટ, ગુજકેટની તૈયારી માટે તાલીમ સહાય યોજનાનો હેતુ શું?
ગુજરાત રાજ્યના બિન અનામત વર્ગના વિધાર્થીઓ જે ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહ બાદ જી, નીટ, ગુજકેટ ની તૈયારી કરવા ઈચ્છે છે. તેવા વિધાર્થીઓ ધોરણ 11 અને 12 માં સારુ ટ્યૂશન મેળવી શકે તે માટે આ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. જેથી તે ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ બાદ જી, નીટ, ગુજકેટ ની તૈયારી કરી શકે.
જી,નીટ, ગુજકેટની તૈયારી માટે તાલીમ સહાય યોજનાનો લાભ કયા વિધાર્થીઓને મળશે? (પાત્રતા અને શરતો)
જે પણ વિધાર્થી આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.
- વિદ્યાર્થી બિન અનામત વર્ગનો હોવો જોઈએ.
- વિધાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
- વિધાર્થી ને 10 માં 70% હોવા જોઈએ.
- વિધાર્થી ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાથીઓએ મેડિકલ,એન્જીનિયરીંગ પ્રવેશ માટે JEE, NEET & GUJCET Exams ની તૈયારી કરતો હોવો જોઈએ.
- વિધાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.4.50 કે તેથી ઓછી હોવી જોઈએ.
કોચિંગ ક્લાસ માટેની પાત્રતા
- વિદ્યાર્થી જે કોચિંગ સંસ્થામાં ટ્યૂશન લે છે. તે ટ્યુશન સંસ્થા ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતો હોવો જોઈએ.
- ટ્યુશન સંસ્થા સરકારશ્રીના વિવિધ કાયદાઓ જેવા કે, GST, Income Tax, અથવા પ્રોફેશનલ ટેક્ષના કાયદા હેઠળ નોંધણી નંબર ધરાવતી હોવી જોઈએ.
- ટ્યુશન સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ-2013 અથવા તો સહકારી કાયદા હેઠળ ટ્યૂશન સંસ્થા રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઈએ.
- ટ્યૂશન ક્લાસમાં વિધાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્વોલિફાઈડ ટીચીંગ સ્ટાફ હોવો જોઈએ.
- કોચિંગ ક્લાસમાં 20 વિદ્યાર્થીઓ હોય 2 શિક્ષક અને 21 થી 50 વિદ્યાર્થીઓ 3 શિક્ષકો હોવા જોઈએ.
- કોચિંગ ક્લાસમાં 51 થી 70 વિધાર્થી સુધી 4 શિક્ષકો અને 71 થી 100 વિધાર્થીઓ સુધી 5 શિક્ષકો હોવા જોઇશે.
જી,નીટ, ગુજકેટની તૈયારી માટે તાલીમ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય
બિન અનામત વર્ગના જે વિધાર્થીઓએ ધોરણ 10 માં 70 % મેળવેલ છે. અને વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12 પછી તે JEE, NEET & GUJCET જેવી પરીક્ષાઓની તૈયારી કરવા ઈચ્છે છે. તેવા વિધાર્થીઓને ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ માં વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા ૨૦,૦૦૦/- સહાય અથવા કોચિંગ ક્લાસની ફ્રી માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
જી,નીટ, ગુજકેટની તૈયારી માટે તાલીમ સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ?
JEE, NEET & GUJCET Exams Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.
- આધારકાર્ડ ની નકલ.
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર.
- ઉંમરનો પુરાવો (L.C અથવા જન્મનું પ્રમાણપત્ર).
- આવકનો દાખલો.
- રહેઠાણનો પુરાવો.
- ધોરણ 10 ની માર્કશીટની નકલ.
- ધોરણ 12 ની માર્કશીટની નકલ.
- વિધાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે, તે શાળાનું બોનાફાઈડ સર્ટીફિકેટ.
- વિધાર્થી જે કોચિંગ ક્લાસ અથવા જે સંસ્થામાં ટ્યુશન મેળવે છે તેનો રજીસ્ટ્રેશન નંબર.
- ટ્યૂશન સંસ્થાને ૩ વર્ષનો અનુભવ છે તેવો પુરાવો.
- વિદ્યાર્થીના બેંક પાસબુકના પહેલા પાનાની નકલ.
આ પણ વાંચો:-
ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજના 2023 | RTE Admission Gujarat 2022-23
આ પણ વાંચો:-
જી,નીટ, ગુજકેટની તૈયારી માટે તાલીમ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?
JEE, NEET & GUJCET Exams Sahay Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
સૌ પ્રથમ તમારે Google માં જઈને Gueedc Gujarat ટાઈપ કરવાનું રહેશે.
હવે તમારી સામે Bin Anamat Aayog ની અધિકૃત વેબસાઇટ ખુલીને આવશે જેના Home Page પર તમને Scheme Menu જોવા મળશે જેના પર ક્લિક કરવું.
ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને વિવિધ યોજનાનું લિસ્ટ દેખાશે. જેમાં “JEE, NEET & GUJCET Exams Sahay Yojana” પર ક્લિક કરવું.
ત્યારબાદ ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં “JEE, NEET & GUJCET Exams Sahay Yojana” વિશે સંપૂર્ણ માહિતી આપી હશે જેને વાંચી લેવી. ત્યાર બાદ નીચે આપેલ Apply Now પર ક્લિક કરવું.
હવે Apply Now બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં “New User (Register)?” ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરો.
ત્યારબાદ Registration for Online Application System નામનું અલગ ફોર્મ ખુલશે. જેમાં Email ID, Mobile Number અને Password નાખીને Captcha Code નાખવાનો રહેશે. ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ તમારે Login કરવાનું રહેશે. જેમાં વિધાર્થીએ “Already Register Click Here for Login?” પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારી સામે એક ફોર્મ ખુલશે જેમાં Username, Password અને Captcha Code નાખીને Login કરવાનું રહેશે.
હવે અહીંયા લોગીન થયા બાદ તમારી સામે ફરીથી તે યોજનાનું લિસ્ટ જોવા મળશે જેમાં તમારે “JEE, NEET & GUJCET Exams Sahay Yojana” ક્લિક કરવાનું
ત્યારબાદ અહીંયા એક નવું ફોર્મ ખુલશે જેમાં તમારે માગ્યા મુજબ તમારી તમામ માહિતી ભરવાની રહેશે અને ફોર્મ “Save” કરવાની રહેશે.
ત્યારબાદ વિદ્યાર્થીએ અહીંયા માંગ્યા મુજબના તમામ Document અપલોડ કરવાના રહેશે.
હવે છેલ્લે તમામ માહિતી અને ડોક્યુમેન્ટ Upload કર્યા બાદ અરજીને Confirm Application પર ક્લિક કરવાની રહેશે. અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબર ને તમારે સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે.
JEE, NEET & GUJCET Exams Sahay Yojana હેલ્પલાઈન નંબર
પ્રિય મિત્રો અહીં અમે તમને JEE, NEET & GUJCET Exams Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન પર સંપર્ક કરી આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.
- GUEEDC Office Number :- 079-23258684 / 079-23258688
JEE, NEET & GUJCET Exams Sahay Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો
JEE, NEET & GUJCET Exams Sahay Yojana ની અધિકારીક વેબસાઈટ | અહીં ક્લિક કરો. |
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. | અહીં ક્લિક કરો. |
અમારી વેબસાઈટનું હોમ પેજ | અહીં ક્લિક કરો. |
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.જી,નીટ, ગુજકેટની તૈયારી માટે તાલીમ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?
જવાબ :- JEE, NEET & GUJCET Exams ની તૈયારી કરતા બિન અનામત વર્ગ વિધાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
2.જી,નીટ, ગુજકેટની તૈયારી માટે તાલીમ સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?
જવાબ :- બિન અનામત વર્ગના જે વિધાર્થીઓએ ધોરણ 10 માં 70 % મેળવેલ છે. અને વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12 પછી તે JEE, NEET & GUJCET જેવી પરીક્ષાઓની તૈયારી કરવા ઈચ્છે છે. તેવા વિધાર્થીઓને ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ માં વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા ૨૦,૦૦૦/- સહાય અથવા કોચિંગ ક્લાસની ફ્રી માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
3.જી,નીટ, ગુજકેટની તૈયારી માટે તાલીમ સહાય યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?
જવાબ :- વિધાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.4.50 કે તેથી ઓછી હોવી જોઈએ.
4.જી,નીટ, ગુજકેટની તૈયારી માટે તાલીમ સહાય યોજનામાં અરજી કરવાની વેબસાઈટ કઈ છે?
જવાબ :- https://gueedc.gujarat.gov.in/