ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, RTE Admission Gujarat 2022-23.
તો ચાલો જાણીએ કે ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજના શું છે?, ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને RTE Admission Gujarat 2022-23 માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજના શું છે?
RTE Admission Gujarat 2022-23 હેઠળ દેશમાં તમામ બાળકો ને ફ્રી માં અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ બાળકોને મળી રહે તે માટે, આ Act અંતર્ગત ગુજરાત રાજ્ય ની તમામ પ્રાઈવેટ પ્રાઈમરી સ્કૂલ માં ધોરણ 1 થી 8 માટે કુલ બેઠકો ની 25% બેઠક અનામત રાખી ને બાળકો ને એડમિશન આપવામાં આવે છે. જેમાં પ્રાઈવેટ સ્કૂલ ની ફી ભરવાની હોતી નથી ને બાળકોને મફત મા જ એડમિશન આપવામાં આવે છે. જેમાં બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે સરકાર દ્રારા બાળકોને તેમના બેંક ખાતામાં રૂપિયા 3,000/- સહાય આપવામાં આવે છે.
ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજનાનો હેતુ છે?
સરકાર દ્રારા આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ દેશના એવા બાળકો જેના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોય છે, જેના લીધે તે પ્રાઇવેટ સ્કૂલમાં ભણી શકતું નથી. તેથી આવા હોશિયાર વિધાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષણ મેળવી શકે તે માટે આ યોજના ચલાવવામાં આવે છે.
ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)
જે પણ લોકો આ RTE Admission Gujarat 2022-23 નો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.
- બાળકો ગુજરાત રાજ્ય ના વતની હોઈ તેમને લાભ મળશે.
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા હોવી જોઈએ.
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- રૂપિયા હોવી જોઈએ.
- અનાથ આશ્રમ નાં બાળકો.
- સાર સંભાળ વાળા બાળકો.
- બાલગૃહ ખાતા નાં બાળકો.
- બાળ મજૂરી કરતા તમામ બાળકો.
- સેલેબ્રલ પાલ્સી, માનસિક અસ્થિર બાળકો, વિકલાંગ અને દિવ્યાંગ બાળકો.
- એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી લેતા તમામ બાળકો.
- પોલીસ,લશ્કર કે અર્ધ લશ્કરી દળો માં સહિદ થયેલા વ્યક્તિઓ નાં બાળકો.
- જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરીઓ.
- ગુજરાત સરકાર ની આંગણવાડીઓ માં અભ્યાસ કરતા બાળકો.
- જે પરિવારો BPL માં આવે છે અને તેમનો BPL નો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોઈ તેવા બાળકો.
- અનુસૂચિત જાતિ વર્ગ નાં બાળકો અને અનુસૂચિત જનજાતિ વર્ગ ના બાળકો.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નાં બાળકો.
- સામાન્ય કેટેગરી માં આવતા બાળકો.
ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજનામાં મળવાપાત્ર સહાય
આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય ની તમામ પ્રાઈવેટ પ્રાઈમરી સ્કૂલ માં ધોરણ 1 થી 8 માટે કુલ બેઠકો ની 25% બેઠક અનામત રાખી ને બાળકો ને એડમિશન આપવામાં આવે છે. જેમાં પ્રાઈવેટ સ્કૂલ ની ફી ભરવાની હોતી નથી ને બાળકોને મફત મા જ એડમિશન આપવામાં આવે છે. જેમાં બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે સરકાર દ્રારા બાળકોને તેમના બેંક ખાતામાં રૂપિયા 3,000/- સહાય આપવામાં આવે છે.
ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ?
RTE Admission Gujarat 2022-23 નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.
- બાળક નું આધાર કાર્ડ.
- બાળક ના જન્મ નું પ્રમાણપત્ર.
- રેશન કાર્ડ.
- વાલી નું જાતિ નું પ્રમાણપત્ર.
- વાલીનો આવકનો દાખલો.
- બાળક ના વાલીનું આધાર કાર્ડ.
- માનસિક અસ્વસ્થ બાળકો અને સેલેબ્રલ પાલ્સી વાળા બાળકો અને ART( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો ને સિવિલ સર્જન નું પ્રમાણપત્ર.(જો લાગુ પડતું હોય તો).
- બાળ ગૃહ નાં તમામ બાળકો અને સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને Child Welfare Committee નું CWC પ્રમાણપત્ર.
- જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એક જ દીકરી હોઈ તેવી દીકરી માટે સબંધિત કચેરી પાસે થી Single Girl Child નું પ્રમાણપત્ર.
- બાળક પાસપોર્ટ સાઇઝના બે ફોટા.
- વાલી અથવા બાળકના બેંક ખાતાની પાસબુકની નકલ.
આ પણ વાંચો:-
અંત્યેષ્ટિ સહાય યોજના 2023 | Vrudh Marnotar Vidhi Sahay Yojana
આ પણ વાંચો:-
RTE Admission Gujarat 2022-23 માં અરજી કેવી રીતે કરવી?
RTE Admission Gujarat 2022-23 માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
- સૌ પહેલા તમારે “Google Chrome” માં જઈને “rte.oprgujarat” ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જ્યાંથી તમારે Right To Education ની વેબસાઈટ નું હોમ પેજ પર જવાનું રહેશે.
- હવે હોમ પેજ મા ડાબી બાજુ પર મેનુ માં જવાનું રહેશે.
- હવે ત્યાં તમને ઓનલાઈન અરજી કરવાના ઓપ્શન બતાવશે.જ્યા તમારે “ઓનલાઈન અરજી” લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કર્યા પછી તમારી સામે અરજી કરવાનું ફોર્મ ખુલીને આવી જશે.
- હવે આ અરજી ફોર્મમાં તમારે તમામ વિગતો ભરવાની રહેશે, જેમ કે નામ, સરનામું, મોબાઇલ નંબર, જાતિના પ્રમાણપત્રના વિગત, રહેઠાણ ની વિગત વગેરે વિગતો કાળજી પુર્વક ભરવાની રહેશે. ત્યાર બાદ તમારે Documents અપલોડ કરવાના રહેશે.
- હવે તમે જે ડોક્યુમન્ટ અપલોડ કરો છો તેની સાઈઝ 450KB કરતા ઓછી રાખવી.
- અરજી ફોર્મ સંપૂર્ણ ભરાઈ જાય અને ડોક્યુમન્ટ્સ અપલોડ થાઈ ગયા બાદ અરજી ફોર્મને Sabmit કરવાની રહેશે.
- અરજીને સફળતાપૂર્વક Sabmit કર્યા બાદ અરજી નંબર Generate થશે જે સાચવી ને રાખવાનો રહેશે.
- તમે જે મોબાઈલ નંબર આપેલ હસે તેના ઉપર પણ અરજી નબર નો Text Msg આવશે.
- આ રીતે તમે તમારી અરજી કરી શકશો.
RTE Admission Gujarat Helpline Number
આ લેખમાં ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજના વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપી છે પણ જો આપને હજુ કોઇ પણ પ્રકારના પ્રશ્નો હોય તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે યોજનાની વધુ માહિતી મેળવી શકો છો.
- Helpline Number:- 079-41057851
RTE Admission Gujarat 2022-23 માટેની મહત્વપૂર્ણ લિંકો
RTE Admission Gujarat 2022-23 માં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો. |
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. | અહીં ક્લિક કરો. |
અમારી વેબસાઈટનું હોમ પેજ | અહીં ક્લિક કરો. |
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.RTE Admission Gujarat 2022-23 નો લાભ કોને આપવામાં આવે છે?
જવાબ :- ધોરણ 1 થી 8 માં ભણતા વિધાર્થીઓને લાભ આપવામાં આવશે.
2.RTE Admission Gujarat 2022-23 માં શું લાભ મળશે?
જવાબ :- ધોરણ 1 થી 8 માં ભણતા વિધાર્થીઓને પ્રાઇવેટ સ્કૂલમાં ફ્રી શિક્ષણ સાથે બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે સરકાર દ્રારા બાળકોને તેમના બેંક ખાતામાં રૂપિયા 3,000/- સહાય આપવામાં આવે છે.
3.RTE Admission Gujarat 2022-23 માં અરજી કરવાં માટેની વેબસાઈટ કઈ છે?
જવાબ :- https://rte.orpgujarat.com/