કિસાન વિકાસ પત્ર યોજના 2024 | Kishan Vikas Patra Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, કિસાન વિકાસ પત્ર યોજના.

તો ચાલો જાણીએ કે કિસાન વિકાસ પત્ર યોજના શું છે?, કિસાન વિકાસ પત્ર યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને Kishan Vikas Patra Yojana માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


કિસાન વિકાસ પત્ર યોજના શું છે?

કિસાન વિકાસ પત્ર યોજના કેન્દ્ર સરકાર દ્વાર ચલાવવામાં આવે છે. અને આ યોજનાને પોસ્ટ ઓફિસ દ્રારા ચલાવવામાં છે. Kishan Vikas Patra Yojana હેઠળ તમારે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવાનું હોય છે. જેમાં તમારે તમારા રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. જે રોકાણ તમારે 10 વર્ષ સુધી કરવાનું હોય છે. 10 વર્ષ બાદ આ યોજના હેઠળ તમારી રોકાણની મૂડીના ડબલ ચક્રવ્રુધ્ધિ વ્યાજ સાથે રૂપિયા આપવામાં આવે છે.

જયારે તમે આ યોજના હેઠળ અરજી કરો છો અને ખાતું ખોલાવો છો ત્યારે તમને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેને કિસાન વિકાસ પત્ર કહેવામાં આવે છે.


કિસાન વિકાસ પત્ર યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજના માટે ભારત ની નાગરિકતા હોવી જરૂરી છે.
  • આ યોજના માવર્ષ 8 વર્ષ થી વધુ ઉમર નાં વ્યક્તિઓ લાભ લઇ શકે છે અને રોકાણ કરી શકે છે.
  • આ યોજનામાં જે 18 વર્ષ થી નીચેના ને રોકાણ કરવું હોય તો એના માટે તેમનું ખાતુ વયસ્ક ની પાસે હોવુ જરૂરી છે.
  • આ યોજનાનો લાભ કિસાન ભાઈઓ વગર બીજા લોકો પણ લઈ શકે છે.
  • આમાં સિંગલ અને જોઈન્ટ બંને પ્રકાર નાં ખાતા ધારકો લાભ મેળવી શકે છે.

કિસાન વિકાસ પત્ર યોજનામાં શું લાભ મળે છે?

કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ તમે જેટલાં રૂપિયાનું રોકાણ કરો છો. તેનું ચક્રવ્રુધ્ધિ વ્યાજ વ્યાજ સાથે દસ વર્ષ બાદ ડબલ રૂપિયા મળે છે સાથે Vikas Patra Yojana હેઠળ જો તમે આ યોજનામાં તમારા પૈસા નું રોકાણ કરો છો. તો તમે જ્યા સુધી તમે પૈસા નું રોકાણ કરો છો ત્યાં સુધી તમને ઈન્કમટેકસ ભરવામાં રાહત આપવામાં આવશે.


કિસાન વિકાસ પત્ર યોજનામાં કેટલું રોકાણ કરવાનું રહશે?

Kishan Vikas Patra Yojana માં આમ તો કોઈપણ પ્રકારની મહત્તમ મર્યાદા બાંધેલી નથી, પરંતુ જો તમારે ઓછામાં ઓછા રૂપિયાનું રોકાણ કરવાનું જ હોય છે. તેમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયા થી રોકાણ ચાલુ કરી શકો છો.


કિસાન વિકાસ પત્ર યોજનામાં કેટલા સમય માટે રોકાણ કરવાનું હોય છે.

Kishan Vikas Patra Yojana માં રોકાણકાર લાભાર્થીને 124 (10 વર્ષ ને 4 મહિના) મહિના સુધી પૈસા નું રોકાણ કરવાનું હોય રહશે. જેમાં રોકાણકાર નાં પૈસા ડબલ થઇ જાય છે અને પોસ્ટ ઓફિસ તરફ થી 6.9% વ્યાજ કે તેનાથી વધુ પણ વ્યાજ આપવામાં આવે છે.


કિસાન વિકાસ પત્ર યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Kishan Vikas Patra Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • કિશાન પત્ર યોજના નું ફોર્મ ડાઉનલોડ.
  • રોકાણકાર નું આધાર કાર્ડ.
  • રોકાણકાર નું પાનકાર્ડ.
  • રોકાણકાર નું ચૂંટણીકાર્ડ.
  • રહેઠાણ નો પુરાવો.
  • ડ્રાઇવિંગ લાઈસન્સ.
  • પાસપોર્ટ (જો હોય તો)

કિસાન વિકાસ પત્ર યોજના


આ પણ વાંચો:-

વાહન અકસ્માત સહાય યોજના 2023 : Vahan Akasmat Sahay Yojana

આ પણ વાંચો:-

ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજના 2023 | RTE Admission Gujarat 2022-23


કિસાન વિકાસ પત્ર યોજના માટે ફોર્મ ક્યાંથી મળશે?

Kishan Vikas Patra Yojana માં અરજી કરવાનું ફોર્મ તમને તમારી નજીકની પોસ્ટ ઓફિસ ની કચેરી માંથી જ ફોર્મ મળશે, જેના માટે તમારે પોસ્ટ ઓફિસ માં જાવું પડશે. જ્યા આપને આ યોજના માટે નું અરજી ફોર્મ મફતમાં આપવામાં આવશે.


કિસાન વિકાસ પત્ર યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Kishan Vikas Patra Yojana માં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

  • Kishan Vikas Patra Yojana જે અરજદાર અરજી કરવા માંગે છે તેમને ઉપર આપેલા તમામ ડોક્યુમેન્ટ સાથે તમારી નજીકની પોસ્ટ ઓફિસની કચેરીમાં જઈને આ યોજના હેઠળ તમે ત્યાં અરજી કરી શકો છો.

કિસાન વિકાસ પત્ર યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Kishan Vikas Patra Yojana ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તો તમે પોસ્ટ ઓફિસની અધિકારીક વેબસાઈટ www.indiapost.gov.in પર જઈને વધુ માહિતી મેળવી શકો છો.


Kishan Vikas Patra Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Kishan Vikas Patra Yojana ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.કિસાન વિકાસ પત્ર યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- કિસાન વિકાસ પત્ર યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે.

2.કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ શું લાભ મળે છે?

જવાબ :- કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ તમે જેટલાં રૂપિયાનું રોકાણ કરો છો. તેનું ચક્રવ્રુધ્ધિ વ્યાજ વ્યાજ સાથે દસ વર્ષ બાદ ડબલ રૂપિયા મળે છે સાથે Vikas Patra Yojana હેઠળ જો તમે આ યોજનામાં તમારા પૈસા નું રોકાણ કરો છો. તો તમે જ્યા સુધી તમે પૈસા નું રોકાણ કરો છો ત્યાં સુધી તમને ઈન્કમટેકસ ભરવામાં રાહત આપવામાં આવશે.

3.કિસાન વિકાસ પત્ર યોજનાનો લાભ મેળવવા અરજી કયા કરવી?

જવાબ :- જો તમારે આ યોજનાનો લાભ મેળવવો છે, તો તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને અરજી કરી શકો છો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment