ચૂંટણી કાર્ડ બનાવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? : મિત્રો તમે તો જાણો જ છો કે ચૂંટણી કાર્ડ એ અત્યારના સમયમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કારણ કે આપણે કોઈપણ સરકારી કચેરીમાં કે પછી કોઈ અન્ય જગ્યાએ જઈએ છીએ તો ત્યાં ફરજીયાત ચૂંટણીકાર્ડની જરુરુ પડે છે. પરંતુ જો તને હજુ સુધી ચૂંટણી કાર્ડ બનાવ્યું નથી. તો તમે હવે ઘરે બેઠા પણ ચૂંટણી કાર્ડ બનાવવા માટે ઓનલાઇન અરજી કરી શકો છો.
તો ચાલો મિત્રો જાણીએ કે, ચૂંટણી કાર્ડ બનાવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?, જેની તમામ અરજી પ્રક્રિયા નીચે આપેલ છે. તો આ લેખને અંત સુધી વાંચો.
મિત્રો અહીં નીચે “ચૂંટણી કાર્ડ બનાવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?” તેની તમામ અરજી પ્રકિયા નીચે ફોટો સાથે આપેલ છે. જેને ફોલો કરીને તમે ઘરે બેઠા “ચૂંટણી કાર્ડ બનાવવા માટે ઓનલાઇન અરજી” કરી શકો છો.
સ્ટેપ 1 : સૌ પહેલા તમારે તમારા મોબાઇલના Play Store માં જઈને Voter Helpline application ઇન્સ્ટોલ કરવાની રહેશે.
સ્ટેપ 2 : હવે જયારે તમે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા બાદ પહલી વાર તેને ચાલુ કરશો એટલે ઉપર ફોટો મુજબ તમને જોવા મળશે.
સ્ટેપ 3 : જેમાં તમારે સૌ પ્રથમ તમારે Registration કે Login કરવાનું રહેશે અથવા તમે તે બન્ને માંથી કઈ પણ કરવા માંગતા નથી તો તમે Skip Login ઓપ્શન પર ક્લિક કરીને પણ અરજી કરી શકો છો.
સ્ટેપ 4 : હવે Skip Login કર્યા બાદ તમારી સામે ઉપર ફોટો મુજબ જોવા મળશે. જેમાં તમારે Explore ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારી સામે બીજા ઓપ્શન હશે જેમાં Apply Online (New) ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે અને ત્યારબાદ New Voter Registation પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 5 : હવે પછી તમારી સામે એજ નવું પેજ ખુલશે જેમાં તમને એક ફોર્મ જૉવા મળશે જેમાં તમારે જન્મ તારીખ, રાજ્ય, વગેરે માંગ્યા મુજબની તમામ માહિતી ભરવાની રહેશે.
સ્ટેપ 6 : ત્યારબાદ તમારે ત્યાં જન્મ તારીખનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. જો અરજી કરતા સમયે લાભાર્થીની ઉમર 21 થઈ ગઈ છે તો તેમને Age Declaration form ભરીને ત્યાં અપલોડ કરવાનાં રહેશે, ત્યારબાદ નીચે આપેલ Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 7 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે લાભાર્થીનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને અન્ય માંગ્યા મુજબ તમામ વિગતો ભરવાની રહેશે.
સ્ટેપ 8 : ત્યારબાદ તમને ત્યાં તમારા કુટુંબના અથવા સબંધીનું નામ પૂછવામાં આવશે, જયાં તમારી ઈચ્છા મુજબ નામ લખવાનું રહેશે અને તેના ચૂંટણી કાર્ડનો નંબર પણ લખવાનો રહેશે અને ત્યાબાદ Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 9 : ત્યારબાદ તમારે તમારા રહેઠાણ ની વિગતો દાખલ કરવાની રહેશે સાથે તમારે ત્યાં રહેઠાણનો પુરાવો અપલોડ કરવાનો રહેશે.
સ્ટેપ 10 : ત્યાર પછી તમે તે રહેઠાણ પર કેટલા સમયથી રહો છો તેની તારીખ લખવાની રહેશે, તમારું નામ લખવાનું રહેશે અને તમે કયા સ્થળેથી તમે આ અરજી કરી રહ્યા છો તે સ્થળનું નામ લખવાનું રહેશે અને જે તારીખે તમે અરજી કરો છો એ તારીખ પણ લખવાની રહેશે અને ત્યાર પછી Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 11 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમે ચૂંટણી કાર્ડ બનાવવા માટે ફોર્મમાં જે માહિતી ભરી હતી તે તમામ માહિતી તમને જોવા મળશે, જેને તમારે એક વખત જોઈ લેવાની છે કે તેમાં કોઈ પ્રકારની ભૂલ તો નથી. જો માહિતી સંપૂર્ણ સાચી છે તો નીચે આપેલ કન્ફોર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 12 : હવે ચૂંટણી કાર્ડ બનાવવા માટે તમારી અરજી પૂર્ણ થઈ ગઈ છે અને છેલ્લે અહીં તમારી સામે એક નવું પેજ ખુલશે, જેમાં તમને લીલા કલરનું બોક્સ જોવા મળશે જેમાં તમારા ચૂંટણી કાર્ડનો રેફરન્સ નંબર હશે જેને તમારે સાચવીને રાખવાનો છે.
પ્રિય મિત્રો અહીં અમે તમને ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું?. તેની સંપૂર્ણ માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ. કે તમને આ લેખ કામ આવશે. સાથે આજ રીતે પાનકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ સાથે અન્ય તમામ ડોકયુમેન્ટ વિશે ગુજરાતી ભાષામાં માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. અને તમારા મિત્રોને આ લેખ શેર કરો.
આ પણ વાંચો:-