કલમ 370 શું છે? : Article 370 શા માટે દૂર કરવામાં આવી, જાણો સંપૂર્ણ જાણકારી.

જયારે પણ આપણે જમ્મુ-કાશ્મીર નું નામ સાંભળીએ છીએ, ત્યારે આપણે કલમ 370 ની યાદ આવે છે. જેને ભારત સરકાર દ્રારા હટાવામાં આવી છે. તો ચાલો મિત્રો જાણીએ કે, Article 370 શું છે?. તેના વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


કલમ 370


કલમ 370 શું છે?

વર્ષ 1947 માં બ્રિટિશ શાસનથી આઝાદ થયા પછી, જમ્મુ અને કાશ્મીર પાસે ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવાનો વિકલ્પ હતો. કારણ કે તે દરમિયાન આઝાદ કાશ્મીરની સેનાએ પાકિસ્તાની સેના સાથે મળીને કાશ્મીર પર હુમલો કરીને તેનો મોટો હિસ્સો કબજે કરી લીધો હતો. ત્યારે કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિ સિંહે ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુજી સાથે હાથ મિલાવવાનો નિર્ણય લીધો . ત્યારથી કાશ્મીર ભારત સાથે જોડાયું.

તેના પછી વર્ષ 1949 માં એક અનુચ્છેદ અમલમાં આવ્યો, તેને કલમ 370 કહેવામાં આવે છે, જેમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યને ભારતીય બંધારણમાંથી મુક્તિ આપવામાં આવી હતી અને તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

જો સરળ શબ્દોમાં કહીએ તો કલમ 370 દ્રારા જમ્મુ અને કાશ્મીર માટે એક અલગ બંધારણ બનાવવામાં આવ્યું હતું. એટલે કે જયારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 લાગુ હતી ત્યારે ભારત દેશ એક જ છે પણ તેમાં બે બંધારનો ચાલતા હતા. જેમાં એક જમ્મુ-કાશ્મીરનું એક અલગ બંધારણ હતું અને ભારતના અન્ય રાજ્યોનો એક અલગ બંધારણ હતું. જે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર માંથી હટાવી દેવામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ કેવી હતું જમ્મુ-કાશ્મીર નું પહેલાનું બંધારણ.


કલમ 370 પહેલા જમ્મુ-કાશ્મીરનું બંધારણ કેવું હતું?

કલમ 370 જયારે જમ્મુ-કાશ્મીર માં લાગુ હતી ત્યારે તે જમ્મુ-કાશ્મીરને ભારતના અન્ય રાજ્યો કરતા એક વિશેષ રાજ્યનો દરજ્જો આપતી હતી. જેમાં અહીં રહેતા લોકોને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. જે તમામ અધિકારો નીચે મુજબ છે.

કલમ 370 હેઠળ, કેન્દ્રએ અમુક બાબતો જેમાં રક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાયના કોઈપણ ક્ષેત્ર માટે કાયદો બનાવવા માટે રાજ્ય પાસેથી પરવાનગી લેવામાં ના આવતી.

આ કલમ હેઠળ ભારતના કોઈપણ અન્ય રાજ્યનો નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકતો ન હતો.

આ કલમને કારણે ત્યાંના નાગરિકોને બેવડી નાગરિકતા મળતી હતી તેથી ત્યાંના નાગરિકો પાસે 1 અલગ રાષ્ટ્રીય ધ્વજ હતો. તેથી જો ત્યાંના નાગરિકો તેનું સન્માન ન કરે તો તેમની સામે કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવતો નથી.

આ કલમ હેઠળ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો. જ્યારે ભારતના અન્ય રાજ્યનો કાર્યકાળ 5 વર્ષ છે.

કલમ 370 હેઠળ ભારતીય સંસદને રાજ્યની સીમાઓ વધારવા કે ઘટાડવાનો અધિકાર ન હતો.

જમ્મુ-કાશ્મીરના મૂળ વતની જ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બની શકતો હતો.

કલમ 370 હેઠળ, કલમ 360 હેઠળ આવરી લેવામાં આવેલા અન્ય રાજ્યોની તુલનામાં કેન્દ્ર પાસે જમ્મુ અને કાશ્મીરમાં નાણાકીય કટોકટી જાહેર કરવાની કોઈ સત્તા નથી.

અત્યારે જો કોઈ ભારતીય વ્યક્તિ પોતાનું રાજ્ય છોડીને વિદેશ જાય તો તેની ભારતીય નાગરિકતા જતી રહે છે, પરંતુ કલમ 370 પહેલા જો જમ્મુ-કાશ્મીરનો નાગરિક પાકિસ્તાન જાય અને પછી જમ્મુ-કાશ્મીરમાં પાછો આવે તો તેને ફરીથી નાગરિક ગણવામાં આવતો હતો.

ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા જાહેર કરાયેલ કોઈપણ નિયમ જમ્મુ અને કાશ્મીરને લાગુ પડતો ના હતો.

આ કલમના કારણે એક દેશમાં બે બંધારણ ચાલતા હતા. આ બંધારણમાં સૌથી મહત્વની બાબત એ છે કે જો અહીંની છોકરી જમ્મુ-કાશ્મીર સિવાય ભારતના અન્ય કોઈપણ રાજ્યમાં લગ્ન કરે છે, તો તેની જમ્મુ-કાશ્મીરની નાગરિકતા રદ કરવામાં આવતી હતી.

જો કોઈ મહિલા કાશ્મીરી છે અને તે પાકિસ્તાનમાં રહેતા વ્યક્તિ સાથે લગ્ન કરે છે, તો તેની કાશ્મીરી નાગરિકતા પર કોઈ અસર થતી નથી. અને તે જ સમયે, જ્યારે કોઈ પાકિસ્તાની વ્યક્તિ કાશ્મીરી છોકરી સાથે લગ્ન કરે છે, અને પછી કાશ્મીરમાં રહેવા આવે છે, ત્યારે તે વ્યક્તિને પણ ભારતીય નાગરિકતા આપવામાં આવતી હતી.


આ પણ વાંચો:-

કલમ 35A શું છે? : Article 35A શા માટે દૂર કરવામાં આવી, જાણો સંપૂર્ણ જાણકારી.


કમલ 370 ને શા માટે દૂર કરવામાં આવી?

Article 370 ને દૂર કરવાનું મુખ્ય કારણ ત્યાં રહેતા લોકો સાથે થતો ભેદભાવ. જેમાં ભારતના અન્ય રાજ્યોમાંથી વસતા લોકોની નાગરિકતા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. ત્યાં રહેતા ઓછા લોકો પર અત્યાચાર વધી ગયો હતો. જેના કારણે આ કાયદો હટાવવાની જરૂર હતી. તે માટે Article 370 ને હટાવામાં આવ્યું.


પ્રિય મિત્રો અહીં અમે તમને કલમ 370 શું છે? તેના વિશે ટૂંકમાં માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ વાંચવા મજા આવી હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું