Bank of Baroda Personal Loan : બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

બેંક ઓફ બરોડા પર્સનલ લોન – શું મિત્રો તમે Bank of Baroda Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, બેંક ઓફ બરોડા પર્સનલ લોન શું છે, બેંક ઓફ બરોડા પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, બેંક ઓફ બરોડા પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Bank of Baroda Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


બેંક ઓફ બરોડા પર્સનલ લોન


બેંક ઓફ બરોડા પર્સનલ લોન શું છે? – Bank of Baroda Personal Loan

બેંક ઓફ બરોડા તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 20 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 7 વર્ષ નો હોય છે.


બેંક ઓફ બરોડા પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Bank of Baroda Personal Loan interest rate

Bank of Baroda Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.65% થી વધુ હોય છે. આ વ્યાજદર Bank of Baroda Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


બેંક ઓફ બરોડા પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Bank of Baroda Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) બરોડા ડિજિટલ પૂર્વ-મંજૂર પર્સનલ લોન

બરોડા ડિજિટલ પૂર્વ-મંજૂર પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો બેંક ઓફ બરોડાના અરજદારોને તેમની વ્યક્તિગત જરૂરિયાતો પુરી કરવા માટે અરજદાર બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તે અરજદારોને બેંક દ્રારા લોન આપવામાં આવે છે.

(2) બરોડા પર્સનલ લોન

બરોડા પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો બેંક ઓફ બરોડા પગારદાર અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓને પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે અરજદાર બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તે અરજદારોને બેંક દ્રારા લોન આપવામાં આવે છે.

(3) પેન્શનર બરોડા પર્સનલ લોન 

પેન્શનર બરોડા પર્સનલ લોન  કોને આપવામાં આવે છે? : તો બેંક ઓફ બરોડામાંથી પેન્શન મેળવતા પેન્શનરો અને ફેમિલી પેન્શનરો પોતાની અંગત જરૂરિયાતો પૂરી કરવા માટે પેન્શનરો બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તે પેન્શનરોને બેંક દ્રારા લોન આપવામાં આવે છે.


બેંક ઓફ બરોડા પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર Bank of Baroda Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

પેન્શનર બરોડા પર્સનલ લોન માટે પાત્રતા 

  • બેંક ઓફ બરોડામાંથી પેન્શન મેળવતા પેન્શનરો અને ફેમિલી પેન્શનરો લોન માટે પાત્ર છે.
  • ટ્રેઝરી, ડિફેન્સ પેન્શન ડિસબર્સિંગ ઑફિસ દ્વારા પેન્શન મેળવનારા પેન્શનરો લોન માટે પાત્ર છે.

અન્ય લોન માટેની પાત્રતા

  • લોનની અરજી કરતા સમયે અરજદારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  • લોન પરિપક્વતા સમયે પગારદાર અરજદારની 60 વર્ષ હોવી જોઈએ અને નોન-સેલેરી અરજદારની ઉંમર 65 વર્ષ હોવી જોઈએ.
  • કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્વાયત્ત સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, પબ્લિક લિમિટેડ કંપનીઓ, MNCs, શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછા 1 વર્ષની સેવા આપતા કર્મચારીઓ આ લોન માટે પાત્ર છે.
  • પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, ટ્રસ્ટ માં ઓછામાં ઓછા 1 વર્ષથી સેવા આપતા કર્મચારીઓ આ લોન માટે પાત્ર છે.
  • વીમા એજન્ટો પણ લોન માટે પાત્ર છે.
  • ઓછામાં ઓછા 1 વર્ષનો સ્થિર વ્યવસાય ધરાવતા સ્વ-રોજગાર ધરાવતા ઉદ્યોગપતિઓ પણ લોન માટે પાત્ર છે.
  • સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો જેમ કે, ડોક્ટર, એન્જિનિયર, કંપની સેક્રેટરી, આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ વગેરે લોન માટે પાત્ર છે.

બેંક ઓફ બરોડા પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Bank of Baroda Personal Loan Loan documents

  • અરજી ફોર્મ
  • 3 પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આઈડી પ્રૂફ : કોઈપણ એક – આધારકાર્ડ, પાન કાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, સંસ્થા દ્વારા જારી કરાયેલ કર્મચારી આઈડી, પ્રેક્ટિસ સર્ટિફિકેટ અને ICFAI, ICAI, ICWA જેવી સંબંધિત વ્યાવસાયિક સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ ઓળખ પ્રમાણપત્ર.
  • સરનામાનો પુરાવો : કોઈપણ એક – ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પોસ્ટપેઇડ યુટિલિટી બિલ (ગેસ અને વીજળીનું બિલ), અપડેટ કરેલી પાસબુક અથવા બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, રજિસ્ટર્ડ ભાડા કરાર વગેરે.
  • જવાબદારીઓ અને સંપત્તિની વિગતો સાથેનું ફોર્મ 135
  • છેલ્લા 06 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  • અપડેટ કરેલ પાસબુક

બેંક ઓફ બરોડા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

બેંક ઓફ બરોડા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી શૂન્ય

બેંક ઓફ બરોડા પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Bank of Baroda Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Bank of Baroda માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Bank of Baroda Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને બેંક ઓફ બરોડા પર્સનલ લોન (Bank of Baroda Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Bank of Baroda Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને બેંક ઓફ બરોડા પર્સનલ લોનની વધુ માહિતી માટે પંજાબ નેશનલ બેંકની અધિકારી વેબસાઈટ https://www.bankofbaroda.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું બેંક ઓફ બરોડા સાથે કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : Bank of Baroda દ્રારા 7 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : બેંક ઓફ બરોડા પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Bank of Baroda Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.65% થી વધુ હોય છે. આ વ્યાજદર Bank of Baroda Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : બેંક ઓફ બરોડા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : બેંક ઓફ બરોડા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી શૂન્ય છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “Bank of Baroda Personal Loan : બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?”

Leave a Comment