બદામ તેલ ના ફાયદા : બદામનું તેલ લગાવાથી થાય છે આ અદભૂત 6 ફાયદા

મિત્રો તમે પણ બદામ તેલ તો લગાવો છો પણ શું તમે બદામ તેલ ના ફાયદા (Benefits of almond oil) જાણો છો કે માત્ર રોજ બદામ તેલ જ લગાવો છો. શું નથી જાણતા તમે બદામ તેલ ના ફાયદા તો ચાલો જાણીએ બદામનું તેલ લગાવાથી થાય છે આ અદભૂત 6 ફાયદા


બદામ તેલ ના ફાયદા


બદામ તેલ ના ફાયદા

કરચલીઓ દૂર કરવા

બદામનું તેલ લગાવાથી ત્વચા પરની કરચલીઓ દૂર થઈ જાય છે. કારણે કે બદામના તેલમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે અને આ કારણે તે ત્વચા પરની કરચલીઓ દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. જેનો ઉપયોગ તમારે રાત્રે સૂતા પહેલા બદામ તેલથી ચહેરા પર માલિશ કરો અને જો તમારી ત્વચા તૈલી ન હોય તો તેને આખી રાત રહેવા દો, નહીં તો અડધા કલાક પછી તમારો ચહેરો ધોઈ લો.

આંખોની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે કોઈક વાર તેમની આંખોની આંખોની નીચે કાળ સર્કલ(ધાબા) પડતા હોય છે. તો તમે આંખોની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે બદામનું તેલ લગાવવું જોઈએ.

પિમ્પલ્સ(ખીલ) દૂર કરવા માટે 

જે લોકો ખીલ કે પિમ્પલ્સથી ખુબ જ પરેશાન છે, તે લોકોએ બદામના તેલ લગાવવું જોઈએ. કારણે કે તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચામાંથી બેક્ટેરિયા દૂર કરવાનું કામ કરે છે અને ખીલના છિદ્રોને અંદરથી સાફ કરે છે. જેથી ખીલ દૂર થઈ જાય છે.

ભોજન બનાવવામાં બદામના તેલનો ઉપયોગ

જે રીતે અન્ય તેલનો ઉપયોગ કરી ભોજન તૈયાર કરીએ છીએ તે જ રીતે બદામના તેલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. કારણે કે બદામના તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે, જે મગજને તેજ બનાવવામાં મદદ કરે છે સાથે કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રિત રહે છે, કારણ કે આ તેલમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે.

ડિલિવરી સમયે બદામના તેલનું સેવન

એવું કહેવાય છે કે ડિલિવરી સમયે બદામના તેલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે, કારણે કે તેનાથી નોર્મલ ડિલિવરીની શક્યતા વધી જાય છે. જેથી બદામનું તેલ માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે.

ડેન્ડ્રફ દૂર કરવા 

શિયાળામાં સ્કેલ્પ શુષ્ક થઈ જાય છે અને માથાના સ્કેલ્પ પર ડેન્ડ્રફ થવા લાગે છે જેનાથી વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે અઠવાડિયામાં એકવાર તમારા વાળની બદામના તેલથી માલિશ કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો.


આ પણ વાંચો :-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને બદામ તેલ ના ફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને બદામ તેલ ના ફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “બદામ તેલ ના ફાયદા : બદામનું તેલ લગાવાથી થાય છે આ અદભૂત 6 ફાયદા”

Leave a Comment