નારિયેળ તેલ ના ફાયદા | Benefits of Coconut Oil

તમે દરરોજ નારિયેળ તેલનો તો ઉપયોગ કરો છો પણ શું તમે નારિયેળ તેલ ના ફાયદા (Benefits of Coconut Oil) જાણો છો કે માત્ર ઉપયોગ કરવા ખાતર જ નારિયેળ તેલનો ઉપયોગ કરો છો.

જો તમે નારિયેળ તેલ ના ફાયદાઓ નથી જાણતા તો નારિયેળ તેલથી અર્થરાઇટિસનો દુખાવો, માથાનો ખોડો, વાળ ખરવા, ત્વચા પરની કરચલીઓ અને પેઢાંની સમસ્યાઓ જેવી અનેક સમસ્યામાંથી રાહત જેવા અનેક ફાયદાઓ થાય છે તો ચાલો જાણીએ નારિયેળ તેલ ના ફાયદાઓ. તો લેખને અંત સુધી વાંચો.


નારિયેળ તેલ ના ફાયદા


નારિયેળ તેલ ના ફાયદા

1)ત્વચાને લગતા રોગથી બચવા માટે

જે લોકોને ત્વચાને લગતી સમસ્યા છે તે લોકો માટે નારિયેળનું તેલ ખુબ જ ફાયદાકારક છે. કારણે કે નારિયેળ તેલ ત્વચા માટે નેચરલ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે, તેથી નારિયેળ તેલના કોઇ સાઇડ ઇફેક્ટ નથી માટે તેનો ઉપયોગ ત્વચા રોગ, ડર્મેટાઇટિસ, એક્ઝિમા અને સ્કિન બર્નમાં કરી શકાય છે. નારિયેળ તેલ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરે છે.

2)અર્થરાઇટિસનો દુખાવો દૂર કરે છે.

જે લોકોને અર્થરાઇટિસનો દુખાવો થાય છે તે લોકો માટે નારિયેળ તેલ ખુબ જ ફાયદાકારક છે. તેથી આયુર્વેદમાં પિત્ત વૃદ્ધિના કારણે નારિયેળ તેલનો ઉપયોગ અર્થરાઇટિસ, સાંધાનો દુખાવાને ઓછાં કરવા માટે ઉપયોગમાં લેવાય છે. કારણ કે, નારિયેળ તેલ હાડકાંમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ અબસોર્બ્ડ કરવાની ક્ષમતામાં સુધાર કરે છે.

3)માથાનો ખોડો દૂર કરે છે.

જે લોકોને પોતાના માથામાં વારંવાર ખોડાની સમસ્યા છે તે લોકો માટે નારિયેળ તેલ ખુબ જ ફાયદાકારક છે. માથામાં માત્ર પાંચ મિનિટ નારિયેળ તેલથી મસાજ કરવાથી બ્લડ સર્કુલેશન વધે છે અને અનેક પોષણ તત્વોની ખામી થાય છે. જેથી નિયમિત રૂપથી નારિયેળ તેલથી મસાજ કરવાથી વાળમાં ખોડાની સમસ્યા દૂર થાય છે.

4)પેઢાંની સમસ્યા દૂર થાય છે.

જે લોકોને પેઢાંની સમસ્યા થાય છે તે લોકો માટે નારિયેળ તેલ ખુબ જ ફાયદાકારક છે. કારણે કે નારિયેળ તેલને મુખમાં લગભગ 20 મિનિટ સુધી રાખ્યા બાદ થૂંકી દેવાથી મુખમાં રહેલાં બેક્ટેરિયા અને પેઢાંની સમસ્યાઓ દૂર થાય છે.

5)વાળ ખરવાથી રોકે છે.

જે લોકોને વાળ ખરવા ખરવાની સમસ્યા છે તે લોકો માટે નારિયેળનું તેલ ખુબ જ ફાયદાકારક છે. કારણ કે અઠવાડિયામાં બે થી ત્રણ વાર નારિયેળના તેલને લગાવથી વાળ ખરવાથી લઈને ડન્ડર્ફ ડ્રાય સ્કૅલ્પ સુધીની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

6)ત્વચા પરની કરચલીઓ દૂર કરે છે.

જે લોકોને પોતાની ત્વચા પર વારંવાર કરચલીઓ પડે છે તે લોકો માટે નારિયેળ તેલ ખુબ જ ફાયદાકારક છે. કારણ કે નારિયેળ તેલમાં એન્ટી એજિંગ ગુણ જોવા મળે છે. જેથી દરરોજ તેનો ઉપયોગ કરવાથી તમે કરચલીઓથી જલ્દી છુટકારો મેળવી શકો છો.

7)વાળને જાડા અને નરમ બનાવે છે.

મોશ્ચરના અભાવે વાળ વધુ ડ્રાય થઇ જાય છે. જેથી નાળિયેર તેલની માલિશ કરવાથી વાળના વિકાસમાં મદદ કરે છે. જેનાથી તે પહેલા કરતા નરમ અને જાડા દેખાય છે.


આ પણ વાંચો:-

બદામ તેલ ના ફાયદા


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને નારિયેળ તેલ ના ફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને નારિયેળ તેલ ના ફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment