કિવિ ખાવાના ફાયદા | Benefits of eating kiwi

તમે દરરોજ કિવિ તો ખાવો છો પણ શું તમે કિવિ ખાવાના ફાયદા (Benefits of eating kiwi) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ કિવિ ખાઓ છો.

જો તમે કિવિ ખાવાના ફાયદાઓ નથી જાણતા તો કિવિ ખાવાથી આંખો, કબજિયાત અને ડાયાબિટીસ સમસ્યાઓ જેવી અનેક સમસ્યામાંથી રાહત જેવા અનેક ફાયદાઓ થાય છે તો ચાલો જાણીએ કિવિ ખાવાના ફાયદાઓ. તો લેખને અંત સુધી વાંચો.


કિવિ ખાવાના ફાયદા


કિવિ ખાવાના ફાયદા

1)કબજિયાત અને પાચનતંત્ર માટે ફાયદાકારક 

કબજિયાત અને પાચનતંત્ર માટે કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. સાથે કિવિ રહેલા ફાઈબરના કારણે

2)વિવિધ ચેપની બીમારી સામે રક્ષણ આપે છે.

વિવિધ ચેપની બીમારી માટે  કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં એન્ટીઓકિસડન્ટ મળી આવે છે. જે વિવિધ વિવિધ ચેપની બીમારી સામે રક્ષણ આપે છે.

3)કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.

કોલેસ્ટ્રોલ માટે કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, તેના નિયમિત સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો થાય છે. તેથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં કિવિ ઉપયોગી છે.

4)સ્કિન હેલ્થ માટે ફાયદાકારક

સ્કિન હેલ્થ માટે કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે એન્ટીઓક્સિડેન્ટના રૂપમાં કામ કરે છે જેથી સ્કિનની મુશ્કેલીઓ દૂર કરે છે.

5)સોજો ઓછો કરવામાં મદદરૂપ

સોજો ઓછો કરવા માટે કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં ઈન્ફ્લેમેટરી ગુણધર્મો જોવા મળે છે. જે શરીરની આંતરિક ઈજા મટાડવા અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.

6)આંખો માટે ફાયદાકારક

આંખો માટે કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં ‘lutein’ અને ‘Zeaxanthin’ નામનો પદાર્થ હોય છે જે એન્ટીઓક્સિડેન્ટ માટે ખુબ જ ફાયદાકારક છે.

7)વાળ માટે ફાયદાકારક

વાળ માટે કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કેમ કે, કિવિનું સેવન કરવાથી વાળને ઘણા બધા ફાયદા થાય છે. જેમ કે, કિવિમાં વિટામિન સી અને ઈ હોય જે વાળને ખરતા ઓછુ કરવામાં મદદ કરે, કીવીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. આ પણ વાળના મોઈસ્ચરાઈઝેશન માટે ફાયદાકારક છે. સાથે કીવીમાં ફોસ્ફોરસ, મેગ્નેશિયમ અને ઝીંક પણ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ સર્કુલેશનમાં હેલ્પ કરે છે અને વાળના ગ્રોથમાં મદદ કરે છે.

8)રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે કિવિનું સેવન ખુબ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં વિટામિન C હોય જે ઈમ્યુન સિસ્ટમ માટે તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

9)હાડકાઓ માટે ફાયદાકારક

હાડકાઓ માટે કિવિનું સેવન ખુબ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે જે ઓસ્ટિયોટ્રોપિક એક્ટિવિટી અથવા નવા બોન સેલ્સને ડેવલો કરવામાં મદદ કરે છે. સાથે તેમાં રહેલા વિટામિન ઈ, મેગ્નોશિયમ અને ફોલેટ બધા તત્વ સ્વાસ્થ્યને લાભ આપે છે.


આ પણ વાંચો:-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધાવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને કિવિ ખાવાના ફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને કિવિ ખાવાના ફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “કિવિ ખાવાના ફાયદા | Benefits of eating kiwi”

Leave a Comment