પલાળેલી બદામ ખાવાના ફાયદા : દરરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાશો તો થશે આ 6 ફાયદા

મિત્રો તમે પણ દરરોજ પલાળેલી બદામ તો ખાવો છો પણ શું તમે પલાળેલી બદામ ખાવાના ફાયદા (Benefits of eating soaked almonds) જાણો છો કે માત્ર રોજ પલાળેલી બદામ જ ખાઓ છો. જો નથી જાણતા તો પલાળેલી બદામ ખાવાથી થાય છે અનેક ફાયદા તો ચાલો જાણીએ પલાળેલી બદામ ખાવાના ફાયદાઓ વિશે માહિતી.


પલાળેલી બદામ ખાવાના ફાયદા


પલાળેલી બદામ ખાવાના ફાયદા

હાઈ બ્લડપ્રેશરને કાબુમાં રાખે છે.

બદામને પલાળેલીને ખાવાથી હાઈ બ્લડપ્રેશરને કાબુમાં રાખે છે. બદામને પલાળેલી ખાવાથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલની માત્રા વધી જાય છે તેથી હાઈ બ્લડપ્રેશરને કાબુમાં રાખે છે.

હૃદયને સારુ રાખે છે.

જનરલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ બદામને પલાળેલીને ખાવાથી હાર્ટને સારુ રાખે છે. કારણ કે જનરલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ બદામ એ એંટીઓક્સિંડેટ એજંટ છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સિકરણને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. જેથી તે દિલની બીમારીઓને પણ દૂર રાખે છે.

કોલેસ્ટ્રોલને નિયત્રંણમાં રાખે છે.

બદામને પલાળેલીને ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલને કાબુમાં રાખે છે. બદામને પલાળેલી ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ નિયત્રંણમાં રાખે છે. જેથી ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી દે છે.

વજન ઘટાડવામાં મદદ

બદામને પલાળેલીને ખાવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. કારણ કે બદામમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે. જે તમારી ભૂખને ઓછી કરે છે. ભૂખ ઓછી લાગવાથી તમે ખાશો પણ ઓછું, અને તેના કારણે તમારું વજન પણ કાબૂમાં રહેશે.

ડાયાબિટીસને વધવાથી રોકી શકાય છે.

બદામને પલાળેલીને ખાવાથી ડાયાબિટીસને વધવાથી રોકી શકાય છે. જો તમે બદામને પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી શુગર લેવલ વધવાથી રોકી શકાય છે.

પાચનમાં સુધારો

બદામને પલાળેલીને ખાવાથી તમારી પાચન શક્તિમાં વધારો થશે. કારણ કે બદામમાં એન્ટિ-ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જેથી બદામને પલાળવાથી તે ગુણ અનેકગણા વધી જાય છે, જે ગુણ પાચન માટે વધુ સારા છે.


આ પણ વાંચો:-

બદામ ખાવાના ફાયદા | Benefits of Almonds

આ પણ વાંચો:-

બદામ ના ગેરફાયદા | Disadvantages of almonds


(Disclaimer : મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને પલાળેલી બદામ ખાવાના ફાયદાઓ વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને બદામને પલાળીને ખાવાના ફાયદાઓ વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “પલાળેલી બદામ ખાવાના ફાયદા : દરરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાશો તો થશે આ 6 ફાયદા”

Leave a Comment