બેંક ઓફ બરોડા હોમ લોન : બેંક ઓફ બરોડા હોમ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

બેંક ઓફ બરોડા હોમ લોન – શું મિત્રો તમે BOB Home Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, બેંક ઓફ બરોડા હોમ લોન શું છે, બેંક ઓફ બરોડા હોમ લોન પરનો વ્યાજદર કેટલો છે, BOB હોમ લોન ના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને BOB Home Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


બેંક ઓફ બરોડા હોમ લોન


બેંક ઓફ બરોડા હોમ લોન શું છે? – BOB Home Loan

બેંક ઓફ બરોડા તરફથી આપવામાં આવતી Home Loan હેઠળ બેંક દ્રારા તમને ઘર બનાવા કે ખરીદવા માટે રૂપિયા 20 કરોડ સુધી હોમ લોન આપવામાં આવે છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ 30 વર્ષ નો હોય છે.


BOB હોમ લોન પરનો વ્યાજદર કેટલો છે? – BOB home loan interest rate

BOB home loan હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.40% થી 10.90% સુધી હોય છે. આ વ્યાજદર BOB Home Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


બેંક ઓફ બરોડા હોમ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે BOB Home Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) બરોડા હોમ લોન ટેકઓવર સ્કીમ

બરોડા હોમ લોન ટેકઓવર સ્કીમ કોને આપવામાં આવે છે? : તો જો તમે કોઈપણ અન્ય બેંકમાંથી લોન મેળવેલ છે અને તે લોનને તમે SBI બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છો અથવા ટ્રાન્સફર કરો તો ટ્રાન્સફર કર્યા બાદ તમને તે લોન ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે.

(2) હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન

હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન કોને આપવામાં આવે છે? : તો જે ગ્રાહકો નવા ફર્નિચર, રાચરચીલું, ફીટીંગ્સ જેમ કે પંખા, ગીઝર, એર કંડિશનર, એર પ્યુરીફાયર, વોટર ફિલ્ટર વગેરેની ખરીદી સહિત હાલના ઘરમાં વિવિધ સમારકામ અથવા નવીનીકરણ કરવા માંગે છે. તેમને આ લોન આપવામાં આવે છે.

(3) બરોડા પૂર્વ-મંજૂર હોમ લોન

બરોડા પૂર્વ-મંજૂર હોમ લોન કોને આપવામાં આવે છે? : તો સંભવિત ઘર ખરીદદારો કે જેમણે ખરીદી માટે મકાન, ફ્લેટ, પ્લોટની ઓળખ કરવાની બાકી છે તેમને આ લોન આપવામાં આવે છે.

(4) બરોડા ટોપ-અપ લોન

બરોડા ટોપ-અપ લોન કોને આપવામાં આવે છે? : તો હાલમાં જે હોમ લોન લીધેલ છે, તેમને BOB બેંક દ્રારા ટોપ-અપ હોમ લોન આપવામાં આવે છે, જેમાં તેમને પોતાનું ચાલતી જૂની લોન સાથે વધારાની લોન મેળવવા માટે આ લોન આપવામાં આવે છે. (જેમણે એક વાર હોમ લીધેલ છે, પરંતુ તે હજી વધુ એક લોન મેળવવા માંગે છે. તો તે આ લોન હેઠળ વધુ એક લોન મેળવી શકે છે.

(5) ઓછી આવકવાળા આવાસ માટે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ સ્કીમ

ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ સ્કીમ કોને આપવામાં આવે છે? : ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ સ્કીમ એ એક એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ છે જેમાં ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ ટ્રસ્ટ ધિરાણકર્તાઓને તેમની રૂપિયા.5 લાખ સુધીની હોમ લોન સામે આર્થિક રીતે નબળા શહેરી વિસ્તારના વર્ગો અને ઓછી આવક ધરાવતા જૂથોની વ્યક્તિઓને ઓફર કરાયેલ ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ ઓફર આપવામાં આવે છે.

(6) બરોડા હોમ લોન એડવાન્ટેજ

બરોડા હોમ લોન એડવાન્ટેજ કોને આપવામાં આવે છે? : જે ગ્રાહકો ઘર અથવા ફ્લેટની ખરીદી,  બાંધકામ, રહેણાંક પ્લોટની ખરીદી, હાલના નિવાસ એકમનું વિસ્તરણ કરવું હોય તેમને આ લોન આપવામાં આવે છે.

આ સુવિધા લિંક્ડ ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ સાથે પણ આવે છે, જેને બચત ખાતાના રૂપમાં ખોલવામાં આવે છે, જેમાં હોમ લોન લેનાર ગ્રાહકો તેની બચત જમા કરી શકે છે અને તેની જરૂરિયાતો અનુસાર તેમાંથી ઉપાડ કરી શકે છે. બચત ખાતામાં જાળવવામાં આવેલ બેલેન્સ બાકી રહેલ હોમ લોનની રકમમાંથી બાદ કરવામાં આવે છે અને તે રીતે, ઉધાર લેનાર માટે વ્યાજ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે.

(7) બરોડા હોમ લોન

બરોડા હોમ લોન કોને આપવામાં આવે છે? : બેંક ઓફ બરોડા તેના અરજદારોને ફ્લેટ ખરીદવા, હાઉસ ખરીદવા, ઘરોનું બાંધકામ, પ્લોટ ખરીદવા અને હાલની મિલકતના વિસ્તરણ માટે નિયમિત હોમ લોન આપવામાં આવે છે.


બેંક ઓફ બરોડા હોમ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર BOB Home Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોન ના પ્રકાર મુજબ તમામ લોનની પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન (BOB Home Loan) માટે પાત્ર છો. તે જાણી શકો છો.

  • ભારતીય નિવાસી, બિન-નિવાસી ભારતીય, ભારતીય મૂળની વ્યક્તિ, ભારતના વિદેશી નાગરિકો લોનને પાત્ર છે.
  • લોન લેનાર લાભાર્થીની ઉંમર 21 વર્ષ થી 70 વર્ષ હોવી જોઈએ.

બેંક ઓફ બરોડા હોમ લોન હોમ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – BOB Home loan documents

સામાન્ય દસ્તાવેજોની સૂચિ

  • યોગ્ય રીતે ભરેલ અરજી ફોર્મ (અરજદારના ફોટોગ્રાફ સાથે હોવું જોઈએ.)
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ વગેરે કોઈપણ એક)
  • ઉંમરનો પુરાવો (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ, વગેરે કોઈપણ એક)
  • LIC, NSC, KVP, MF, મિલકત જેવી અસ્કયામતોનો પુરાવો
  • સંપત્તિ અને જવાબદારી નિવેદન
  • ITR ચકાસણીનો અહેવાલ

BOB હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

BOB હોમ લોન પ્રોસેસિંગ ફી શૂન્ય

બેંક ઓફ બરોડા હોમ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો BOB Home Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે બેંક ઓફ બરોડા હોમ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની BOB Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને બેંક ઓફ બરોડા હોમ લોન માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને બેંક ઓફ બરોડા હોમ લોન (BOB Home Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં BOB Home Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને BOB Home loan ની વધુ માહિતી માટે બેંક ઓફ બરોડાની અધિકારી વેબસાઈટ https://www.bankofbaroda.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું BOB સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : BOB દ્રારા 30 વર્ષ સુધીના કાર્યકાળ સાથે હોમ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : BOB હોમ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : BOB home loan હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.40% થી 10.90% સુધી હોય છે. આ વ્યાજદર BOB Home Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : BOB હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : બેંક ઓફ બરોડા હોમ લોન હેઠળ હોમ લોન માટે પ્રોસેસિંગ ફ્રી શૂન્ય છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment