કેનેરા બેંક પર્સનલ લોન – શું મિત્રો તમે Canara Bank Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, કેનેરા બેંક પર્સનલ લોન શું છે, કેનેરા બેંક પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, કેનેરા બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Canara Bank Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.
કેનેરા બેંક પર્સનલ લોન શું છે? – Canara Bank Personal Loan
કેનેરા બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 10 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 7 વર્ષ નો હોય છે.
કેનેરા પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Canara Bank Personal Loan interest rate
Canara Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.65% થી 15.65% સુધી હોય છે. આ વ્યાજદર Canara Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
કેનેરા બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?
મિત્રો અહીં નીચે Canara Bank Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
(1) કેનેરા બેંક શિક્ષક લોન
કેનેરા બેંક શિક્ષક લોન કોને આપવામાં આવે છે? : તો શિક્ષકોને પોતાની વ્યક્તિગત નાણાકીય વિવિધ જરૂરિયાતો પુરી કરવા માટે લોન મેળવી શકે છે.
(2) ઇન્સ્ટન્ટ પર્સનલ લોન
ઇન્સ્ટન્ટ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો પગાર ખાતા ધરાવતા વ્યક્તિઓ પોતાની વ્યક્તિગત ઘરેલું જરૂરિયાતો પૂરી કરવા માટે લોન મેળવી શકે છે અથવા તેમને બેંક તરફથી લોન આપવામાં આવે છે.
(3) કેનેરા બજેટ
કેનેરા બજેટ કોને આપવામાં આવે છે? : તો સરકારી, પીએસયુ કર્મચારીઓ, ટોચની સંસ્થાઓ, યુનિવર્સિટીના શિક્ષકો અને ટોચની ખાનગી ક્ષેત્રની કંપનીઓના કર્મચારીઓને લોન આપવામાં આવે છે.
(4) કેનેરા પેન્શન
કેનેરા પેન્શન કોને આપવામાં આવે છે? : તો કેનેરા બેંક પેન્શનરોની વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવા માટે લોન મેળવી શકે છે અથવા તેમને બેંક તરફથી લોન આપવામાં આવે છે.
કેનેરા બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?
મિત્રો તમે ઉપર Canara Bank Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોન ના પ્રકાર મુજબ તમામ લોનની પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.
શિક્ષકોની લોન માટે પાત્રતા
શાળા, કોલેજોમાં કામ કરતા શિક્ષકો, બિન-શૈક્ષણિક સ્ટાફ શિક્ષકો લોન માટે પાત્ર છે.
EMI કપાત પછી ચોખ્ખી ટેક હોમ પે કુલ પગારના ઓછામાં ઓછા 30% અથવા રૂપિયા 10,000 બે માંથી જે વધારે ધરાવતા હોય તે શિક્ષકો લોન માટે પાત્ર છે.
કેનેરા બજેટ માટે પાત્રતા
કેન્દ્ર સરકાર કર્મચારીઓ, રાજ્ય સરકાર કર્મચારીઓ, પ્રતિષ્ઠિત PSU, જોઈન્ટ સ્ટોક કંપનીઓના કર્મચારીઓ, પ્રતિષ્ઠિત કોર્પોરેટ, પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓ, ખાનગી સંસ્થાઓ, IT/BT કંપનીઓના કર્મચારીઓ, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ, લેક્ચરર્સ, કોલેજ પ્રોફેસર્સ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીઓના પ્રોફેસરો આ લોન માટે પાત્ર છે.
કેનેરા પેન્શન માટે પાત્રતા
રાજ્ય સરકારના પેન્શનરો, કેન્દ્ર સરકાર પેન્શનરો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, કોર્પોરેટ પેન્શનરો, સરકારી ક્ષેત્રના ઉપક્રમોના પેન્શનરો, ઉપરોક્ત તમામ શ્રેણીઓના કૌટુંબિક પેન્શનરો લોન માટે પાત્ર છે.
કેનેરા બેંક પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Canara Bank Personal Loan documents
શિક્ષકોની લોન
- અરજી ફોર્મ
- પાસપોર્ટ સાઇઝના 2 ફોટા
- પગાર પ્રમાણપત્ર
- ફોર્મ 16
- પ્રોનોટ કવરિંગ લેટર
- સહ જવાબદારી
કેનેરા બજેટ
- અરજી ફોર્મ
- પાસપોર્ટ સાઇઝના 2 ફોટા
- પગાર પ્રમાણપત્ર (છેલ્લા 3 વર્ષનું)
- ફોર્મ 16, ITR, ITAO
- પ્રોનોટ કવરિંગ લેટર
- સહ જવાબદારી
કેનેરા પેન્શન
- અરજી ફોર્મ
- પાસપોર્ટ સાઇઝના 2 ફોટા
- DPN ડિલિવરી લેટર
- સહ જવાબદારી
કેનેરા બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
કેનેરા બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી | લોનની રકમનાં 1% સુધી |
કેનેરા બેંક પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?
જે મિત્રો કેનેરા બેંક પર્સનલ લોન મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે Canara Bank Personal Loan માટે અરજી કરી શકો છો.
સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Canara Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.
સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.
સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.
સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.
સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Canara Bank Personal Loan માટે અરજી કરી શકો છો.
આ પણ વાંચો:-
સારાંશ
મિત્રો લેખમાં, અમે તમને કેનેરા બેંક પર્સનલ લોન (Canara Bank Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Canara Bank Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને કેનેરા બેંક પર્સનલ લોનની વધુ માહિતી માટે કેનેરા બેંકની અધિકારી વેબસાઈટ https://canarabank.com/ ની મુલાકાત લો.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : હું Canara Bank સાથે કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?
જવાબ : Canara Bank દ્રારા 7 વર્ષ સુધીના કાર્યકાળ સાથે હોમ લોન આપવામાં આવે છે.
પ્રશ્ન 2 : કેનેરા બેંક પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?
જવાબ : Canara Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.65% થી 15.65% સુધી હોય છે. આ વ્યાજદર Canara Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
પ્રશ્ન 3 : કેનેરા બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
જવાબ : લોનની રકમનાં 1% સુધી