કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજના 2024 | Commercial Pilot Talim Loan Sahay Yojana

 

કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજના 2024 | Commercial Pilot Talim Loan Sahay Yojana – મિત્રો કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજના શું છે?, આ કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજનનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજનાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

 

કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજના

 

કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજના શું છે?

Commercial Pilot Talim Loan Sahay Yojana હેઠળ અનુસૂચિત જાતીના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે તેમના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ કોમર્શીયલ પાયલોટ માટે લાઇસન્સની ટ્રેનીંગન મેળવી શકતા નથી તેં માટે તાલીમ મેળવવા ઈચ્છુક વિધાર્થીઓને યોજના હેઠળરૂપિયા ૨૫.૦૦/- લાખની લોન ૪% ના વ્યાજના દર સાથે આપવામાં આવશે.

કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજના હેઠળ લોન પરત કરવો સમય

લાભાર્થીને લોનની ચુંકવણી થયાની તારીખથી એક વર્ષ ૫છી લોનની વસુલાત શરૂ કરવામાં આવશે. લાભાર્થીએ લોનની ૫રત ચુંકવણી ૧૦ વર્ષમાં મુદલ અને વ્યાજ ૨ વર્ષ એમ મળી કુલ ૧૨ વર્ષમાં સંપુર્ણ રકમ વ્યાજ સહીત ભરપાઇ કરવાની રહેશે. તે અનુસાર માસીક હપ્તાની રકમની ગણતરી કરી વસુલાત કરવામાં આવશે. અરજદારને મંજુર કરવામાં આવેલ લોન નિયમિત ભરપાઇ કરવામાં કસુર થશે તો ચડતર હપ્તાઓ સામે ૨.૫% લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે. દંડનીય હપ્તાઓ ભરવામાં કસુર થશે તો ચડતર તેમજ બાકીની વસુલાત કરવાની તમામ કમ અને અન્ય ખર્ચ એકી સાથે મહેસુલી રાહે વસુલ કરવામાં આવશે.

કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજના માટે પાત્રતા અને શરતો

Commercial Pilot Talim Loan Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતા અને શરતોનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
 • કોમર્શીયલ પાયલોટ લાઇસન્સ ટ્રેનીંગ તાલીમ મેળવવા ઇચ્છતા ઉમેદવારે મેટ્રીકયુલેશન અથવા હાયર સેકન્ડરી સ્કુલ સર્ટીફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ
 • ઉમેદવાર જે સંસ્થામાં તાલીમ મેળવવા ઇચ્છતો હોય તે સંસ્થાએ કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમવર્ગમાં દાખલ થવા માટે નકકી કરેલ બધી જ શૈક્ષણિક તાંત્રિક તેમજ જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઇએ.
 • આવી તાલીમ આ૫નાર દેશ/વિદેશની સંસ્થાએ તાલીમાર્થીના પ્રવેશ માટે જે શરતો નકકી કરી હોય તે તથા આવી તાલીમ માટે જરૂરી તમામ પ્રમાણ૫ત્રો જેવા કે મેડીકલ સર્ટીફીકેટ ફીટનેસ સર્ટીફીકેટ વગેરે મેળવેલ હોવા જોઇએ.
 • તાલીમાર્થી વિદેશની જે સંસ્થામાં તાલીમ મેળવે તે સંસ્થા તેમના દેશની સરકાર દ્વારા આવી તાલીમ આ૫વા માટે માન્ય થયેલી હોવી જોઇએ તથા આવી તાલીમ બાદ મેળવવામાં આવતા કોમર્શીયલ પાયલટ લાયસન્સ, તે દેશમાં સ્વીકૃત થયેલા હોવા જોઇએ ત્યાર ૫છી ભારતમાં તે લાયસન્સ સ્વીકૃત કરાવવા માટે તાલીમાર્થીએ જરૂરી કાયદેશરની કાર્યવાહી એક વર્ષની અંદર પુરી કરવાની રહેશે.
 • આવી તાલીમ લેવા ઇચ્છતા ઉમેદવારના કોઇ સગા સંબંધી વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીઓને તેઓ દ્વારા નાણાંકીય જવાબદારી માટે પૃરસ્કૃત (SPONSER) કરેલ હોવા જોઇએ નહી.
 • તાલીમાર્થીએ ખરેખર લોનના નાણાં ચુંકવ્યાની તારીખથી એક મહિનાની અંદર તાલીમ શરૂ કરવાની રહેશે. વળી તાલીમાર્થીએ પોતાની તાલીમની પ્રગતીનો ત્રીમાસીક અહેવાલ; તાલીમ આ૫તી સંસ્થામાંથી મેળવીને નિયામકશ્રી, અનુસૂચિત જાતી કલ્યાણ, ગુજરાત રાજય ગાંધીનગરને રજુ કરવાનો રહેશે.
 • તાલીમ આ૫નાર સંસ્થા તરફથી ઉમેદવારને પ્રવેશ આપ્યા અંગેનો સંમતી૫ત્ર મળ્યા બાદ જ સહાય મંજુર કરવામાં આવશે, તાલીમાર્થીએ તેમની તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો જે તે સંસ્થા પાસેથી મેળવી રજુ કરવાના રહેશે
 • લાભાર્થીએ તાલીમ પુર્ણ કર્યા બાદ તેમની સેવાઓ ભારતમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે આ૫વાની રહેશે. જો તેઓ ૫રદેશમાં સ્થાયી થશે તો આવી સહાયની રકમ સંપુર્ણ૫ણે વ્યાજ સાથે ગુજરાત સરકારને ૫રત કરવાની રહેશે. આમાં કોઇ છુટછાટ મુકવામાં આવશે નહી.
 • આ યોજના નીચે આ૫વામાં આવતી રકમ તાલીમ માટે ખરેખર જેટલી રકમની જરૂરત રહેશે તેટલી રકમ પુરતી મર્યાદીત રહેશે.
 • ભારતમાં તાલીમ માટે રકમમાં ટયુશન ફી તથા અન્ય આનુષંગીક ખર્ચનો સમાવેશ થશે. આ બાબતમાં નિયામકશ્રી, અનુસૂચિત જાતી કલ્યાણનો નિર્ણય આખરી ગણાશે.
 • વિદેશમાં તાલીમ લેવા ઇચ્છતા તાલીમાર્થીઓને આ યોજના હેઠળની રકમ ચુંકવતી વખતે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા નિયત થયેલા વિનિમય દરે સહાયની રકમ ચુંકવવામાં આવશે. અને તાલીમાર્થીઓના ભથ્થાઓમાં રીઝર્વ બેંકની મંજુરી ૫ણ મેળવવાની રહેશે. રીઝર્વ બેંક જેટલા પ્રમાણમાં તાલીમ ફી, નિર્વાહ ભથ્થા (વધુમાં વધુ છ મહીના માટે) અને શરૂઆતના સાધનો માટેના ભથ્થાઓ મંજુર કરશે તેટલા પ્રમાણમાં જ લોન મંજુર થઇ શકશે.
 • લોનની બાકી રકમ નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવા માટે અરજદારને છુટ રહેશે.
 • આ લોનનો ઉ૫યોગ અરજદાર જો બીજા કોઇ હેતુ માટે કરશે તો લોનની અપાયેલ રકમ ચુકવ્યાની તારીખથી દંડનીય વ્યાજ સાથે ૫રત વસુલ લેવામાં આવશે.
 • લાભાર્થીએ બે યોગ્ય જામીન રજુ કરવાના રહેશે.

કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

જે મિત્રો Commercial Pilot Talim Loan Sahay Yojana માં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • અરજદારનું આધાર કાર્ડ
 • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
 • અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
 • શાળા છોડયાનો દાખલો
 • એસ.એસ.સી. અથવા એથી આગળ કરેલ અભ્યાસની માર્કશીટ/પ્રમાણપત્રો
 • જામીનદાર-૧ ના મિલ્કતના આધાર ( ૭/૧૨ ના ઉતારા – ઇન્‍ડેક્ષ)
 • જામીનદાર-૧ ના મિલ્કતના વેલ્યુએશન સર્ટીફીકેટ
 • જામીનદાર-૨ ના મિલ્કતના આધાર ( ૭/૧૨ ના ઉતારા – ઇન્‍ડેક્ષ)
 • જામીનદાર-૨ ના મિલ્કતના વેલ્યુએશન સર્ટીફીકેટ
 • સ્વીકૃતિ પત્ર( નિયત રૂ 50 ના સ્ટેમ પર)
 • પરિશિષ્ટ -ખ વિદ્યાર્થીનુ જાત -જામીનખત
 • પરિશિષ્ટ-ડ વિદ્યાર્થીનું સોગંદનામુ
 • પરિશિષ્ટ – ઘ લોન ભરપાઇ કરવા માટે પાત્રતાનો દાખલો
 • પાસપોર્ટ ( જો જિદેશમાં તાલીમ લેવાની હોય તો)
 • વિઝા (જો વિદેશમાં તાલીમ લેવાની હોય તો)
 • વિદેશમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ ઓછામાં ઓછા પાંચ વર્ષ ભારતમાં સેવા આપશે. તે અંગેની લેખિત બાંહેધરી રજૂ કરવી.(₹.૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર)
 • પરિશિષ્ટ – ગ જામીનદારના જામીનખતનો નમુનો
 • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજના માં અરજી કેવી રીતે Yojana

જે મિત્રો Commercial Pilot Talim Loan Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજના 2024 | Commercial Pilot Talim Loan Sahay Yojana”

Leave a Comment