કાજુ ખાવાના ગેરફાયદા : જો વધુ પડતા કાજુ ખાઓ છો તો જાણી લેજો વધુ પડતા કાજુ ખાવાના 6 નુકશાન

તમે દરરોજ કાજુ તો ખાવો છો પણ શું તમે કાજુ ખાવાના ગેરફાયદા (Disadvantages of eating cashew nuts) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ કાજુ ખાઓ છો.

જો તમે કાજુ ખાવાના નુકસાન નથી જાણતા તો વધુ પડતા કાજુ ખાવાથી માથાનો દુખાવો, એલર્જી, વજન વધવું જેવા અનેક નુકશાન થાય છે તો ચાલો જાણીએ કાજુ ખાવાના ગેરફાયદાઓ અને દિવસમાં કેટલા કાજુ ખાવા જોઈએ. તો લેખને અંત સુધી વાંચો.


કાજુ ખાવાના ગેરફાયદા


કાજુ ખાવાના ગેરફાયદા

1.વજન વધવું

જે લોકોનું વજન વધુ છે તે લોકોએ કાજૂનું સેવન કરવું જોઈએ નહીં. કાજુથી વજન ખૂબ જ ઝડપથી વધે છે. કારણ કે 3 થી 4 કાજુમાં લગભગ 163 કેલરી અને અસંતૃપ્ત ચરબી હોય છે. જેથી તમારા વજનમાં ઝડપથી વધારો થાય છે. જેથી જે લોકો વજન ઘટાડવાં માંગે છે તે લોકોએ કાજુના ખાવા જોઈએ. પરંતુ જે લોકોનું વજન ઓછું છે અને તે લોકો પોતાનું વજન વધારવા માંગે છે તેમને પણ કાજુનું સેવન તેની માત્રામાં જ કરવું જોઈએ.

2.બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હૃદય અને કિડનીના રોગો થવાની સંભાવના 

પુખ્ત વયના લોકોને દરરોજ 1,500mg સોડિયમની જરૂર હોય છે, પરંતુ કાજુમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે તેથી દરરોજ 1,500mg સોડિયમની જરૂર હોય છે પરંતુ વધુ પડતા કાજુનું સેવન કરવાથી તે વધી જાય છે. જેથી બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હૃદય અને કિડનીના રોગો થવાની સંભાવના વધી જાય છે.

3. એલર્જી

ઘણા બધા લોકોને કાજુ ખાધા પછી શ્વાસ લેવામાં તકલીફ, શિળસ, ફોલ્લીઓ, ખંજવાળ, ઉલટી અથવા ઝાડા થયા છે તેવી ફરિયાદ કરતા હોય છે. તેથી વધુ કાજુ ખાવાથી તમને શ્વાસ લેવામાં તકલીફ, શિળસ, ફોલ્લીઓ, ખંજવાળ, ઉલટી અથવા ઝાડા જેવી એલર્જી થઈ શકે છે. તેથી જો તમને આવી એલર્જી થાય છે તો કાજુનું સેવન બંધ કરો અને ડૉક્ટરની સલાહ લો.

4. માથાનો દુખાવો

કાજુ ખાવાથી માથાનો દુખાવો થાય છે. કારણે કે કાજુમાં રહેલ એમિનો એસિડ ટાયરામાઇન અને ફેનીલેથિલામાઇન ઘણા લોકો માટે માથાનો દુખાવો પેદા કરે છે. જેથી જે લોકોને માથાનો દુખાવો કે માઈગ્રેનની પ્રોબ્લેમ છે તે લોકોએ કાજુનું સેવન કરવું ના જોઈએ.

5.પેટને લગતી સમસ્યા 

વધુ પડતા કાજુ ખાવાથી પેટને લગતી સમસ્યા થઈ શકે છે. કારણ કે કાજુમાં ફાઈબર હોય છે. તેથી વધુ પડતા કાજુ ખાવાથી કાજુમાં રહેલા ફાઈબરની માત્રા શરીરમાં વધી જાય છે, તો તેનાથી પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે પેટ ફૂલવું, ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

6.કિડની સંબંધિત સમસ્યાઓ

વધુ પડતા કાજુ ખાવાથી કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. કારણ કે કાજુમાં પોટેશિયમ હોય છે. તેથી વધુ પડતા કાજુ ખાવાથી કાજુમાં રહેલા પોટેશિયમની માત્રા શરીરમાં વધી જાય છે, તો તેનાથી કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

7.દવાઓ પર અસર થાય છે

વધુ પડતા કાજુ ખાવાથી વિવિધ રોગોની દવાઓ પર અસર થાય છે. કારણ કે, 3 થી 4 કાજુમાં 82.5 મિલિગ્રામ મેગ્નેશિયમ હોય છે. આ કાજુમાંથી મળતું મેગ્નેશિયમ ડાયાબિટીસ, થાઈરોઈડ, પેશાબ અને સંધિવા જેવી વિવિધ દવાઓ પર અસર કરે છે.


આ પણ વાંચો :-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને કાજુ ખાવાના ગેરફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને કાજુ ખાવાના ગેરફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment