ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના 2023 | Dr.Ambedkar Safae Kamdar Awas Yojana – મિત્રો શું ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના શું છે?, આ ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.
ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના શું છે?
Dr.Ambedkar Safae Kamdar Awas Yojana હેઠળ સફાઇ કામદાર અને તેમના આશ્રીતો કે જેમની પાસે રહેવા માટે ઘર ના હોય, જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા, જેમના પાસે કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જેમાં રહેવા લાયક યોગ્યના હોય તેવા ગરીબ લોકોને સરકાર દ્રારા ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે.
Dr.Ambedkar Safae Kamdar Awas Yojana હેઠળ લોકોને પ્રથમ માળ ઉપર ઘર બનાવવા માટે રૂપિયા ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે. જે ત્રણ અલગ-અલગ હપ્તા પ્રમાણે આપવામાં આવશે, જે નીચે મુજબ છે.
- પ્રથમ હપ્તો-(આ યોજનામાં તમારી અરજી મંજુર થાય તેવો જ આપવામાં આવશે) – ₹.૪૦,૦૦૦
- બીજો હપ્તો-(લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) – ₹.૬૦,૦૦૦
- ત્રીજો હપ્તો-(શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયા પછી) – ₹.૨૦,૦૦૦
ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના માટે પાત્રતા અને શરતો
Dr.Ambedkar Safae Kamdar Awas Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતા અને શરતોનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- અરજદાર લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ ફક્ત સફાઇ કામદારો અને તેના આશ્રિતોને જ આપવામાં આવશે.
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની રહેશે.
- આવાસ સહાયનો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
- ડૉ.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- આ યોજના હેઠળ આવક મર્યાદા હોતી નથી.
- ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ બનેલ મકાન પર લાભાર્થીએ ” રાજ્ય સરકારની ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના” એ મુજબની તકતી બનાવી લગાડવાની રહેશે.
- અરજદારે પ્રમાણપત્રો મુજબ અરજીમાં નામ લખવાનું રહેશે, તેમજ તે જ પ્રમાણે અરજીમાં જે સહી કરવામાં આવે તે જ પ્રમાણેની સહીનો નમૂનો અધિકૃત ગણાશે.
- અરજી ઓનલાઇન થયા બાદ અરજીની બે-નકલો અરજદારે જીલ્લા કચેરીએ જમાં કરાવવાની રહેશે.
- ર્ડા. આંબેડકર આવાસ યોજના, ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના કે સરકારશ્રીની અન્ય કોઇ આવાસ સહાયની યોજનાઓ હેઠળ લાભાર્થી કે લાભાર્થીનાં પતિ-પત્નીએ અગાઉ આવાસ સહાયનો લાભ લીધેલ હશે તો અરજી નામંજુર કરવામાં આવશે.
- આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.
- સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.
ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
જે મિત્રો Dr.Ambedkar Safae Kamdar Awas Yojana માં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- અરજદારે સફાઇ કામદાર કે તેના આશ્રીત હોવા અંગેનો સક્ષમ અઘિકારીનો દાખલો.
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો/એલ.સી (ફરજીયાત નથી).
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો(ફરજીયાત નથી)
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જમીન માલિકીનું અથવા કાચુ મકાન ઘરાવતા હોયતો તેનાઆધાર જેવા કે દસ્તાવેજ/આકારણી પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું
- અન્ય જગ્યાએ થી આવાસ માટે સહાય મળેલ નથી તેઅંગેનું પ્રમાણપત્ર
ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો Dr.Ambedkar Safae Kamdar Awas Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો
ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)
- અરજી કરવા માટે વેબસાઈટ લિંક:-ક્લિક કરો.
આ પણ વાંચો:-