ગણેશ ચતુર્થી વિશે માહિતી : ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે? અને 2023 માં ગણેશ ચતુર્થી કયારે છે

દેશના તમામ લોકો ગણેશ ચતુર્થી ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને  ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે? તેની માહિતી નથી હોતી. ગણેશ ચતુર્થી પર લોકો ગણપતિ ની પૂજા કરે છે. પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા. અને આ વર્ષે ગણેશ ચતુર્થી કયારે છે તે પણ જાણીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી. તો આ લેખને અંત સુધી વાંચો.


ગણેશ ચતુર્થી


ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે?

ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે?, તે પાછળ વિવિધ દંતકથાઓ છે, જે નીચે મુજબ છે.

દંતકથા – 1

શિવપુરાણમાં એક કથા છે. કે જેમાં કહેવામાં આવ્યું છે કે, જયારે માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહી હતા. તે સમયે તેમણે પોતના મેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો જે ગણેશજી હતા અને તેમને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને માતા પાર્વતીએ કહ્યુ કે મારા આવતા પહેલા કોઈ ઘરમાં પ્રવેશ ન કરે.

તેવા માં તો થોડી વારમાં પાર્વતી માતાના પતિ શિવજી ઘરમાં પ્રવેશ કરે છે. તો તે બાળકે તેમને રોકી લીધા. જેથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યુ પણ સંગ્રામમાં તેને કોઈ પરાજીત ન કરી શક્યુ.. તેથી છેલ્લે ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશૂલથી એ બાળકનુ માથુ ધડથી અલગ કરી દીધુ.. ત્યારે માતા પાર્વતીએ આવીને આ જોયુ. ત્યારે માતા પાર્વતી ક્રોધિત થઈ ગઈ અને તેમને પ્રલય કરવાનુ નક્કી કર્યુ.

ત્યારે બધા દેવતાઓ ભયભીત થઈ ગયા અને આ ભયભીત દેવતાઓએ દેવર્ષિ નારદની સલાહ પર તમામ દેવતાઓએ જગદંબાની સ્તુતિ કરીને તેને શાંત કર્યા. ત્યારબાદ શિવજીએ ભગવાન વિષ્ણુને નિર્દેશ આપ્યો કે ઉત્તર દિશામાં સૌ પહેલા જે હાથી મળે તેનું માથુ કાપીને લઈ આવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ હાથીનું માથું લઈને આવે છે અને ભગવાન શિવ એ હાથીના મસ્તકને તે બાળકના ધડ પર મુકીને તેને જીવિત કરી નાખે છે.

આ જોઈને માતા પાર્વતી ખુશ થઈ જાય છે. ત્યારે તે હાથી જેવા મુખ વાળા બાળકને પોતાના હ્રદયને લગાવી દે છે. પરંતુ તેમને એ વાતનુ દુ:ખ હતુ કે લોકો તેમના હાથી મુખ વાળા બાળકને જોઈને મજાક ઉડાવશે.

પરંતુ ભગવાન શિવજીએ તે બાળકને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશે એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરી કોઈપણ કામમાં તે સૌ પ્રથમ પૂજાશે. તેવું વરદાન આપ્યુ.

ત્યારબાદ ભગવાન શિવે ગણેશજીને કહ્યું કે, હે ગિરિજાનંદન વિધ્ન અવરોધોને નાશ કરવામાં તમારુ નામ સર્વોપરિ રહેશે. તૂ સૌનો પૂજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ થઈ જઈશ.

હવે છેલ્લે ભગવાન શિવે કહ્યું કે, હે ગણેશ્વર તૂ ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષની ચતુર્થીના રોજ ચંદ્રમાંના ઉદિત થવા પર ઉત્પન્ન થયો. છે. આ તિથિમાં જે તમારું વ્રત કરશે તેના બધા વિધ્નોનો નાશ થઈ જશે અને તેને બધી સિદ્ધિયો પ્રાપ્ત થશે. અને જે વ્યક્તિ કૃષ્ણપક્ષની ચતુર્થીની રાત્રે ચંદ્રોદયના સમયે ગણેશ તમારી પૂજા કર્યા પછી વ્રતી ચદ્રમાને અર્ધ્ય આપીને બ્રાહ્મણને મિષ્ઠાન્ન ખવડાવશે અને ત્યારપછી તે ખુદ પોતે ગળ્યુ ભોજન કરશે. આમ જે પણ શ્રીગણેશ ચતુર્થીનુ વ્રત કરશે તેમની મનોકામના જરૂર પૂર્ણ થાય છે.

તેથી અત્યારે આ દંતકથા ના આધારે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે.

 

દંતકથા – 2

જો બીજી દંતકથાને આધારે માનીએ તો જયારે દાનવોનો ત્રાસ વધી ગયો હતો. ત્યારે દેવો દાનવોના ત્રાસથી કંટાળીને તમામ દેવો ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે જાય છે, ત્યારે માતા પાર્વતી અને ભગવાન શિવએ દેવોની વિનંતી પર દાનવોનો વધ કરવા માટે ભગવાન ગણેશની રચના કરે છે.

તેથી અત્યારે આ દંતકથા ના આધારે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે.


ગણેશ ચતુર્થી કેવી રીતે ઉજવવામાં આવે છે?

ગણેશ ચતુર્થી નો તહેવાર ગણેશ ચતુર્થી કરીને 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે.

જેમાં ગણેશ ચતુર્થી ની તૈયારી સમય પહેલા જ શરૂ થય જાય છે, જેમાં ગામની શેરીઓ, શહેરની શેરીઓ અને ગલીઓ સણગારવામાં આવે છે.

ત્યારબાદ ગણેશજીની મૂર્તિ લાવમાં આવે છે, અને તેની 10 દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે.

હવે તે દસ દિવસ દરમિયાન લોકો દ્રારા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. અને રાત્રે રાસ અને ગરબા કરવામાં આવે છે અને વિવિધ વિધીઓ કરવામાં આવે છે.

આમ, 10 દિવસ બાદ છેલ્લે ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવે છે.

આ રીતે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે?.


આ પણ વાંચો:-

રક્ષાબંધનનો ઇતિહાસ : રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે?

આ પણ વાંચો:-

જન્માષ્ટમી નો ઇતિહાસ : જન્માષ્ટમી નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?


2023 માં ગણેશ ચતુર્થી કયારે છે?

આ વર્ષે ગણેશ ચતુર્થી 2023 માં 19 સપ્ટેમ્બર(મંગળવાર), 2023 ના રોજ ઉજવવામાં આવશે.


પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં ગણેશ ચતુર્થી ના ઇતિહાસ વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ગણેશ ચતુર્થી વિશે માહિતી : ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે? અને 2023 માં ગણેશ ચતુર્થી કયારે છે”

Leave a Comment