Gujarat na jilla | ગુજરાતના જિલ્લાઓ અને તેની સંપૂર્ણ માહિતી 2023

 

પ્રિય મિત્રો અહીં Gujarat na jilla સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતના જિલ્લા કેટલા છે, ગુજરાત રાજ્યની સ્થાપના સમયના જિલ્લાઓ કેટલા છે,  સ્થાપના પછી ક્યાં નવા જિલ્લાઓ બન્યા,  કયા જિલ્લામાંથી કયો નવો જિલ્લો બન્યો, ગુજરાતના ક્યાં જિલ્લાનું મુખ્યમથક કયું છે, ક્યાં મુખ્યમંત્રીના સમયમાં કયો નવો જિલ્લો બન્યો, નદી અને રાજાઓના નામ પરથી Gujarat na jilla નામ હોય તેવા જિલ્લા ક્યાં છે, જો તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

Gujarat na jilla

Contents hide

ગુજરાતની સ્થાપના અને તે સમયના જિલ્લા

ગુજરાત રાજ્યની સ્થાપના 1 મેં 1960 ના રોજ કરવામાં આવી હતી અને તે સમયે Gujarat na jilla માત્ર 17 જ હતા. જે નીચે મુજબ છે.

  • અમદાવાદ
  • અમરેલી
  • બનાસકાંઠા
  • ભરૂચ
  • ભાવનગર
  • ડાંગ
  • જામનગર
  • જૂનાગઢ
  • કચ્છ
  • સુરત
  • ખેડા
  • મહેસાણા
  • પંચમહાલ
  • રાજકોટ
  • સાબરકાંઠા
  • સુરેન્દ્રનગર
  • વડોદરા

ગુજરાતની સ્થાપના બાદ કરવામાં આવેલ નવા જિલ્લાઓની રચના

જ્યારે ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં માત્ર 17 જિલ્લો હતા, તેના પછી નવા 16 જિલ્લોની રચના કરવામાં આવી જે નીચે મુજબ છે.

જિલ્લા નામ  જિલ્લાની રચના થેયલ વર્ષ
ગાંધીનગર 1964
વલસાડ 1966
પોરબંદર, દાહોદ, આણંદ, નવસારી, નર્મદા 1997
પાટણ 2000
મોરબી, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, છોટા ઉદેપુર, મહીસાગર, બોટાદ 2013
તાપી 2007

 

ક્યાં જિલ્લમાંથી કયો જિલ્લો બન્યો

જે તમને ઉપર 16 જિલ્લોઓ આપેલા છે, તે ગુજરાત રાજ્યના સ્થાપના પછીના છે, તેમનું વિભાજન ક્યાં જિલ્લોઓમાંથી કરવામાં આવ્યું છે, તેની માહિતી નીચે મુજબ છે.

જૂના જિલ્લો  જુના જિલ્લામાંથી બનેલ નવા જિલ્લા 
અમદાવાદ, મહેસાણા ગાંધીનગર
જૂનાગઢ પોરબંદર
 જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર  મોરબી
ભાવનગર અમદાવાદ બોટાદ
જામનગર દેવભૂમિ દ્વારકા
 વડોદરા છોટાઉદેપુર
સાબરકાંઠા અરવલ્લી
 ખેડા, પંચમહાલ મહીસાગર
સુરત તાપી
મહેસાણા, બનાસકાંઠા પાટણ
 ખેડા આણંદ
 જૂનાગઢ પોરબંદર
 વલસાડ નવસારી
ભરૂચ નર્મદા
પંચમહાલ દાહોદ
સુરત વલસાડ

ગુજરાતના જિલ્લાઓ – Gujarat na jilla

ગુજરાત રાજ્યની સ્થાપનાથી લઈને અત્યાર સુધી કુલ 33 જિલ્લો છે, જે નીચે મુજબ છે.

  • અમદાવાદ
  • અમરેલી
  • આણંદ
  • અરવલ્લી
  • બનાસકાંઠા
  • ભરૂચ
  • ભાવનગર
  • બોટાદ
  • છોટાઉદેપુર
  • દાહોદ
  • ડાંગ
  • દેવભૂમિ દ્વારકા
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • જામનગર
  • જૂનાગઢ
  • કચ્છ
  • ખેડા
  • મહીસાગર
  • મહેસાણા
  • મોરબી
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પાટણ
  • પોરબંદર
  • રાજકોટ
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • તાપી
  • વડોદરા
  • વલસાડ

ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક

અહીંયા કુલ 33 જિલ્લાઓ આપેલા છે જેમાં માત્ર 12 જિલ્લાઓ જ એવા છે જેમના મુખ્યમથક અલગ છે, બીજા તમામ 21 જિલ્લાઓના મુખ્યમથક તેના તે જ છે.

જિલ્લાનું નામ  જિલ્લા મુખ્યમથકનું નામ 
અમદાવાદ અમદાવાદ
અમરેલી અમરેલી
આણંદ આણંદ
અરવલ્લી મોડાસા
બનાસકાંઠા પાલનપુર
ભરૂચ ભરૂચ
ભાવનગર ભાવનગર
બોટાદ બોટાદ
છોટાઉદેપુર છોટાઉદેપુર
દાહોદ દાહોદ
ડાંગ આહવા
દેવભૂમિ દ્વારકા ખંભાળીયા
ગાંધીનગર ગાંધીનગર
ગીર સોમનાથ વેરાવળ
જામનગર જામનગર
જૂનાગઢ જૂનાગઢ
કચ્છ ભુજ
ખેડા નડિયાદ
મહીસાગર લુણાવાડા
મહેસાણા મહેસાણા
મોરબી મોરબી
નર્મદા રાજપીપળા
નવસારી નવસારી
પંચમહાલ ગોધરા
પાટણ પાટણ
પોરબંદર પોરબંદર
રાજકોટ રાજકોટ
સાબરકાંઠા હિંમતનગર
સુરત સુરત
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર
તાપી વ્યારા
વડોદરા વડોદરા
વલસાડ વલસાડ

 

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતના 5 સૌથી મોટા જિલ્લા

જિલ્લાનું નામ  વિસ્તાર 
કચ્છ 45674 sq.km
જામનગર 14184 sq.km
રાજકોટ 11203 sq.km
બનાસકાંઠા 10751 sq.km
સુરેન્દ્રનગર 10489 sq.km

 

વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતના 5 સૌથી મોટા જિલ્લા

જિલ્લાનું નામ  વિસ્તાર
અમદાવાદ 74.86 લાખ
સુરત 61 લાખ
રાજકોટ 38 લાખ
વડોદરા 36.5 લાખ
બનાસકાંઠા 31.2 લાખ

 

ક્યાં મુખ્યમંત્રીના રાજમાં ક્યાં જિલ્લાની રચના થઈ

જિલ્લાનું નામ  મુખ્યમંત્રીનું નામ 
વલસાડ હિતેન્દ્રભાઇ દેસાઇ
પાટણ કેશુભાઈ પટેલ
ગાંધીનગર બળવંતરાય મહેતા
મહીસાગર, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, અરવલ્લી, બોટાદ, ગીર-સોમનાથ, મોરબી, તાપી નરેન્દ્ર મોદી
દાહોદ, નવસારી, પોરબંદર, આણંદ, નર્મદા શંકરસિંહ વાઘેલા

 

રાજાના નામ પરથી ગુજરાતના જિલ્લાના નામ

જિલ્લાનું નામ  રાજાનું નામ 
અમદાવાદ અહમદશાહ
અમરેલી નરેશ અમરવલ્લી
સુરેન્દ્રનગર સુરેન્દ્રસિંહજી
ભાવનગર ભાવસિંહજી
જામનગર જામ સાહેબ

 

નદીના નામ પરથી પડેલા ગુજરાતના જિલ્લાના નામ

જિલ્લાનું નામ નદીનું નામ
નર્મદા નર્મદા
મહીસાગર મહી
બનાસકાંઠા બનાસ
તાપી તાપી
સાબરકાંઠા સાબરમતી

 

દિશા મુજબ જિલ્લાઓ અને તેની સરહદે આવેલા જિલ્લાઓના નામ

ગુજરાતના 33 જિલ્લા છે. સમગ્ર ગુજરાત 5 વિભાગ માં વહેંચાયેલું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ. 5 વિભાગ પ્રમાણે જિલ્લાઓનું લિસ્ટ નીચે મુજબ છે.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓ

 

જિલ્લાનું નામ તેની સરહદે આવેલા જિલ્લા
અરાવલી મહીસાગર, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા
સાબરકાંઠા બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી
પાટણ કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર
બનાસકાંઠા મહેસાણા, સાબરકાંઠા, પાટણ, કચ્છ
ગાંધીનગર અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી
મહેસાણા સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ 

 

જિલ્લાનું નામ તેની સરહદે આવેલા જિલ્લા
ભરૂચ વડોદરા, સુરત, નર્મદા, આણંદ
નર્મદા સુરત, ભરુચ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી
નવસારી સુરત, તાપી, વલસાડ, ડાંગ
સુરત ભરુચ, નવસારી, તાપી, નર્મદા
તાપી નર્મદા, સુરત, નવસારી, ડાંગ
વલસાડ નવસારી
ડાંગ તાપી, નવસારી

મધ્ય ગુજરાતના જિલ્લાઓ

 

જિલ્લાનું નામ તેની સરહદે આવેલા જિલ્લા
અમદાવાદ ગાંધીનગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, મહેસાણા, ખેડા
આણદ ભરુચ, વડોદરા, ખેડા, અમદાવાદ
છોટાઉદેપુર પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા
દાહોદ છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ
ખેડા અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, વડોદરા, આણંદ, અરવલ્લી, પંચમહાલ
મહીસાગર ખેડા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ
વડોદરા છોટા-ઉદેપુર, ખેડા, આણંદ, ભરુચ, આણંદ, પંચમહાલ
પંચમહાલ દાહોદ, વડોદરા, છોટા-ઉદેપુર, ખેડા, આણંદ, મહીસાગર

પશ્ચિમ ગુજરાત ના જિલ્લા (સૌરાષ્ટ્ર ના જિલ્લા)

 

જિલ્લાનું નામ તેની સરહદે આવેલા જિલ્લા
અમરેલી ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ
ભાવનગર અમરેલી, બોટાદ, અમદાવાદ
બોટાદ ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ
દેવભૂમિ દ્વારકા જામનગર, પોરબંદર
જામનગર રાજકોટ, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા
ગીર સોમનાથ અમરેલી, જુનાગઢ
જૂનાગઢ અમરેલી, રાજકોટ, ગીર-સોમનાથ, પોરબંદર
મોરબી કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર
રાજકોટ બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી
પોરબંદર જુનાગઢ, જામનગર, રાજકોટ, દેવભૂમિ-દ્વારકા
સુરેન્દ્રનગર અમદાવાદ, કચ્છ, પાટણ, મહેસાણા, બોટાદ, રાજકોટ, મોરબી

કચ્છ અને તેના સરહદી જિલ્લા

 

જિલ્લાનું નામ તેની સરહદે આવેલા જિલ્લા
કચ્છ મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા

 

આંતરરાજ્ય સરહદ ધરાવતા ગુજરાતના જિલ્લા

 

  • કચ્છ
  • બનાસકાંઠાના
  • સાબરકાંઠા
  • અરવલ્લી
  • મહીસાગર
  • દાહોદ
  • છોટાઉદેપુર
  • નર્મદા
  • તાપી
  • ડાંગ
  • નવસારી
  • વલસાડ.

દરિયાઈ સરહદ ધરાવતા ગુજરાતના જિલ્લાઓ

  • કચ્છ
  • મોરબી
  • પોરબંદર
  • દેવભૂમિ દ્વારકા
  • ભાવનગર
  • જૂનાગઢ
  • અમરેલી
  • જામનગર
  • ગીર સોમનાથ
  • અમદાવાદ
  • આણંદ
  • ભરૂચ
  • સુરત
  • નવસારી
  • વલસાડ

FAQ’S – Gujarat na jilla વિશે પૂછવામાં આવતા વારંવાર પ્રશ્ન 

પ્રશ્ન – 1 ગુજરાત રાજ્યની સ્થાપના કયારે થઈ હતી?

જવાબ – ગુજરાત રાજ્યની સ્થાપના 1 મેં 1960 ના રોજ કરવામાં આવી હતી.

પ્રશ્ન :- 2 ગુજરાત રાજ્યના કુલ જિલ્લાઓ કેટલા છે?

જવાબ – 33

પ્રશ્ન – 3  ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાત રાજ્યના કેટલા જિલ્લા હતા?

જવાબ – 17

પ્રશ્ન – 4 ગુજરાત રાજ્યના સ્થાપના પછી કેટલા જિલ્લાની રચના કરવામાં આવી?

જવાબ – 16

પ્રશ્ન – 5 વિસ્તારની દ્રષ્ટિયે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?

જવાબ – કચ્છ

પ્રશ્ન – 6 વસ્તીની દ્રષ્ટિયે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?

જવાબ – અમદાવાદ

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને Gujarat na jilla ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

12 thoughts on “Gujarat na jilla | ગુજરાતના જિલ્લાઓ અને તેની સંપૂર્ણ માહિતી 2023”

Leave a Comment