જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 | Gyan Sadhana Scholarship Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા વિધાર્થીઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના.

તો ચાલો જાણીએ કે Gyan Sadhana Scholarship Yojana શું છે?, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શું છે?

ગુજરાતના જે બાળકોએ ધોરણ 1 થી 8 સુધી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલો હોય અથવા તેને RTE હેઠળ 1 થી 8 ધોરણ પ્રાઈવેટ શાળામાં ભણેલ હોય  તેવા વિધાર્થીને આગળ ધોરણ 9 થી 12 જો પ્રાઇવેટ શાળામાં ભણવું હોય અથવા તે ભણી શકે તે માટે ગુજરાતના વિદ્યાર્થીઓને “જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના” હેઠળ તેમને જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા આપવામાં આવશે. જેમાં જે વિધાર્થીની પાસ થશે તે વિધાર્થીને સરકાર દ્વારા ધોરણ 11 અને 12 માટે સ્કોલરશીપ આપવામાં આવશે.


જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો હેતુ શું?

Gyan Sadhana Scholarship Yojana નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યના એવા બાળકો જે હોશિયાર છે. પણ તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તે બાળકો પ્રાઇવેટ શાળાઓમાં ભણી શકતા નથી. તે માટે આ યોજના હેઠળ તેવા બાળકોને સ્કોલરશીપ આપવામાં આવશે.


જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ કયા વિધાર્થીઓને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ વિધાર્થી આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 • જે વિધાર્થીએ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પાસ કરેલ છે. તે જ વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
 • ધોરણ 1 થી 8 માં પ્રાથમિક શાળાઓમાં ભણતા વિધાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી પ્રાઇવેટ શાળામાં ભણવા માંગતા વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
 • આરટીઈ એક્ટ 2009 હેઠળ સ્વનિર્ગોળ શાળાઓમાં 25% ની મર્યાદામાં જે તે સમયે ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય અને પાસ થયેલા હોય તેવા વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
 • જે વિધાર્થીનો પરિવાર શહેરી વિસ્તારમાં રહે છે. તેના કુટુંબની વાર્ષિક આવક 1,50,000 કે તેથી ઓછી હોવી જોઈએ.
 • જે વિધાર્થીનો પરિવાર ગ્રામીણ વિસ્તારમાં રહે છે. તેના કુટુંબની વાર્ષિક આવક 1,20,000 કે તેથી ઓછી હોવી જોઈએ.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં મળવાપાત્ર સહાય

Gyan Sadhana Scholarship Yojana હેઠળ જે સહાય આપવામાં આવે છે. જે વિવિધ બે હપ્તામાં આપવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.

 • ધોરણ 8 બાદ વિધાર્થીને ધોરણ 9 અને 10 માટે પ્રાઇવેટ શાળામાં ભણવા માટે વિદ્યાર્થીને વાર્ષિક રૂપિયા 20,000 સ્કોલરશીપ આપવામાં આવે છે.
 • ધોરણ 9 અને 10 બાદ વિધાર્થીને ધોરણ 11 અને 12 માટે પ્રાઇવેટ શાળામાં ભણવા માટે વિદ્યાર્થીને વાર્ષિક રૂપિયા 25,000 સ્કોલરશીપ આપવામાં આવે છે.

Gyan Sadhana Scholarship પરીક્ષા નું માળખું કેવું હોય છે?

પરીક્ષા પ્રદ્ધતિ MCQ
પેપરના કુલ ગુણ 120 ગુણ
પેપર આપવાનો સમય 150 મિનિટ
પેપરની ભાષા ગુજરાતી અથવા અંગ્રેજી

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કસોટીનો પ્રકાર કુલ પ્રશ્નો કુલ ગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 40 40
2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી 80 80

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે પેપરનો અભ્યાસક્રમ કેવો હોય છે?

 • MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીમાં 40 પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. જેમાં પ્રશ્નોમાં સાદ્રશ્ય, પેર્ટન, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, છુપાયેલી આકૃતિ વિષય આધારિત પ્રશ્નો.
 • SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં 80 પ્રશ્નોમાં ધોરણ 8 ની ગણિતના 20 ગુણ, વિજ્ઞાનના 20 ગુણ અને સામાજિક વિજ્ઞાન ના 15 ગુણ, અંગ્રેજી ના 10 ગુણ, ગુજરાતી ના 10 ગુણ, હિન્દી ના 5 ગુણ પૂછવામાં આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Gyan Sadhana Scholarship Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 • વિધાર્થીનો 18 આંકડાનો ડાયસ નંબર. (ડાયસ નંબર એ વિદ્યાર્થી જે હાલની સ્કૂલમાં અભ્યાસ કરતો હોય તેના આચાર્ય પાસેથી મેળવવાનો રહેશે.)
 • આવકનો દાખલો.
 • પાસપોર્ટ સાઈઝ ફોટો.
 • વિધાર્થીની સહી.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના


આ પણ વાંચો :-

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2023 | Vikram Sarabhai Scholarship Yojana


Gyan Sadhana Scholarship Yojana માં અરજી કેવી રીતે કરવી?

Gyan Sadhana Scholarship Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

સ્ટેપ 1 – સૌ પહેલા તમારે આ યોજનાની અધિકારીક વેબસાઈટ www.sebexam.org ઉપર જવાનું રહેશે.

સ્ટેપ 2 – ત્યારબાદ તમારી સામે તે વેબસાઈટનું હોમપેજ ખુલશે, જેમાં Apply Online બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 3 – ત્યારબાદ તમારી સામે આ યોજનાનું હોમ પેજ ખુલશે જેમાં Apply Online નામનું બટન જોવા મળશે જેના ઉપર ક્લિક કરો.

સ્ટેપ 4 – ત્યારબાદ ત્યાં વિધાર્થીનો 18 અંકનો ડાયસ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 – ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ખુલશે જેમાં તમારે બધી વિગતો અને શાળાની વિગતો ભરવાની રહેશે અને પછી સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6 – ત્યારબાદ તમારી સામે તમારી અરજી નો નંબર તમને જોવા મળશે જે અરજી નંબરને તમારે સાચવીને રાખવાનો રહેશે.

સ્ટેપ 7 – ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો, વિધાર્થી ના સાઇન નો ફોટો અને આવકનો દાખલો અપલોડ કરવાનું રહેશે. (ફોટો અને સહીના ફોટાની સાઈઝ 15 kb થી ઓછી હોવી જોઈએ.)

સ્ટેપ 8 – ત્યારબાદ Upload Photo/Signature પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 9 – ત્યારબાદ પહેલા જે તમને Application નંબર મળ્યો હતો તે અરજી નંબર અને જન્મ તારીખ નાખવાનું રહેશે અને પછી સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 10 – ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે આવકનો દાખલો ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે.

સ્ટેપ 11 : ત્યારબાદ તમારી સામે વિદ્યાર્થીઓની બધી વિગતો આપોઆપ ફોર્મમાં ભરાઈ જશે. જો બધી વિગતો સરખી હોય અને સાચી હોય તો તમારે Confirm બટન ઉપર ક્લિક કરો.

સ્ટેપ 12 : અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી તમારે અરજી પ્રિન્ટ કરવાની રહેશે એટલે તમારું અરજી ફોર્મ તમારા મોબાઇલમાં ડાઉનલોડ થઈ જશે તેના માટે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને અરજી પ્રિન્ટ કરવાની રહેશે. જેને તમારી પાસે સાચવીને રાખવાની રહેશે.


Gyan Sadhana Scholarship Yojana હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Gyan Sadhana Scholarship Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન પર સંપર્ક કરી આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 • હેલ્પલાઈન નંબર : (079) 232 48461

Gyan Sadhana Scholarship Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Gyan Sadhana Scholarship Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- ગુજરાતના જે બાળકોએ ધોરણ 1 થી 8 સુધી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલો હોય અથવા તેને RTE હેઠળ 1 થી 8 ધોરણ પ્રાઈવેટ શાળામાં ભણેલ હોય  તેવા વિધાર્થીને

2.જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં કેટલી સહાય મળે છે?

જવાબ :- ધોરણ 8 બાદ વિધાર્થીને ધોરણ 9 અને 10 માટે પ્રાઇવેટ શાળામાં ભણવા માટે વિદ્યાર્થીને વાર્ષિક રૂપિયા 20,000 સ્કોલરશીપ આપવામાં આવે છે.

ધોરણ 9 અને 10 બાદ વિધાર્થીને ધોરણ 11 અને 12 માટે પ્રાઇવેટ શાળામાં ભણવા માટે વિદ્યાર્થીને વાર્ષિક રૂપિયા 25,000 સ્કોલરશીપ આપવામાં આવે છે.

3.જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?

જવાબ :-  જે વિધાર્થીનો પરિવાર શહેરી વિસ્તારમાં રહે છે. તેના કુટુંબની વાર્ષિક આવક 1,50,000 કે તેથી ઓછી હોવી જોઈએ.

જે વિધાર્થીનો પરિવાર ગ્રામીણ વિસ્તારમાં રહે છે. તેના કુટુંબની વાર્ષિક આવક 1,20,000 કે તેથી ઓછી હોવી જોઈએ.

4.જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

જવાબ :- www.sebexam.org

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 | Gyan Sadhana Scholarship Yojana”

Leave a Comment