મહાશિવરાત્રી નો ઇતિહાસ : મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે?, મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા કેવી રીતે કરવી?

મહાશિવરાત્રી નો ઇતિહાસ : દેશના તમામ લોકો મહાશિવરાત્રીને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. મહાશિવરાત્રીના દિવસે શિવજી અને માતા પાર્વતી સાથે જ આખા શિવ પરિવારની પૂજા કરવામાં આવે છે, મહાશિવરાત્રિએ શિવ મંદિરમાં બમબમ ભોલેના નાદથી ગુંજી ઊઠે છે. આ દિવસે લોકો ભજન કરે છે, લોકો મહાશિવરાત્રિએ શિવ મંદિરમાં ભેગા થાય છે અને ભગવાન શિવની યાચના કરે છે અને સાથે લોકો આ દિવસે ભગવાન શિવનો મહા પ્રસાદ લે છે. તો લોકો આ બધું કરે છે પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા.

તો ચાલો જાણીએ મહાશિવરાત્રી નો ઇતિહાસ સાથે મહાશિવરાત્રી કઈ તારીખે છે 2024 માં અને મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા કેવી રીતે કરવી? તે પણ જાણીએ. તો આ લેખને અંત સુધી વાંચો.


મહાશિવરાત્રી નો ઇતિહાસ
મહાશિવરાત્રી નો ઇતિહાસ

2024 માં મહાશિવરાત્રી કઈ તારીખે છે?

હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024 ના રોજ ઉજવવામાં આવશે. દક્ષિણ ભારતીય કેલેન્ડર પ્રમાણે, મહા શિવરાત્રીનો તહેવાર માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે સાથે ઉત્તર ભારતીય કેલેન્ડર પ્રમાણે, ફાલ્ગુન મહિનામાં આવતી માસિક શિવરાત્રીને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે.


મહાશિવરાત્રી નો ઇતિહાસ

મહાશિવરાત્રી નો ઇતિહાસ અંગે અનેક લોકોની અલગ-અલગ માન્યતાઓ પ્રચલિત છે, પરંતુ એક માન્યતા પ્રમાણે પ્રાચીન સમયમાં મહા મહિનાના વદ પક્ષની ચૌદશના દિવસે શિવ-પાર્વતીનાં લગ્ન થયાં હતાં. અને બીજી માન્યતા એવી છે કે આ મહાશિવરાત્રી ના દિવસે શિવજી લિંગ સ્વરૂપે પ્રકટ થયા હતા.

શિવપુરાણ અને લિંગપુરાણ પ્રમાણે, એક દિવસ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી એકબીજા સાથે વિવાદ કરી રહ્યા હતા. બંને દેવતા પોતાને શ્રેષ્ઠ જણાવી રહ્યા હતા. જ્યારે વિવાદ વધી ગયો ત્યારે એક લિંગ સ્વરૂપમાં શિવજી ત્યાં પ્રકટ થયા. શિવજીએ કહ્યું કે તમારા બંનેમાંથી જે પણ આ લિંગનો છેડો શોધી લેશે તે જ શ્રેષ્ઠ રહેશે.

આ સાંભળીને એક બાજુ બ્રહ્માજી અને બીજી બાજુ તરફ વિષ્ણુજી જતા રહ્યા. વિષ્ણુજીને લિંગનો છેડો જ મળ્યો નહીં. તેઓ પાછા ફર્યાં. બ્રહ્માજીને પણ છેડો મળ્યો નહીં, પરંતુ તેમણે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે વિચાર્યું કે તેઓ ખોટું બોલશે. માટે તેમણે પોતાની સાથે કેવડાનો છોડ લીધો. જ્યારે બ્રહ્માજીએ વિષ્ણુજીને કહ્યું કે તેમને લિંગનો છેડો મળી ગયો છે, ત્યારે કેવડાના છોડે પણ આ વાતને સાચી કહી. એ સમયે શિવજીએ કહ્યું, બ્રહ્માજી ખોટું બોલી રહ્યા છે. શિવજીએ બ્રહ્માજીને ખોટું બોલવાનો શ્રાપ આપ્યો કે હવેથી તમારી પૂજા થશે નહીં અને મારી પૂજામાં કેવડાનાં ફૂલનો ઉપયોગ થશે નહીં.

જ્યારે લિંગ પ્રકટ થયું હતું ત્યારે મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિ હતી. ત્યારથી જ આ દિવસે મહાશિવરાત્રિ ઊજવવાની પરંપરા બની.


મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીની પુજાં કેવી રીતે કરવી?

શિવલિંગ ઉપર જળ ચઢાવો. બાદમાં દૂધ ચઢાવો અને પછી જળ ચઢાવો. એ પછી હાર-ફૂલ, વસ્ત્ર, જનોઈ વગેરે વસ્તુઓ ચઢાવો. ચંદનથી તિલક કરો. બીલીપાન, ધતૂરો, સમડાનાં પાન, આંકડાનાં ફૂલ, ગુલાબ વગેરે અર્પણ કરો. મીઠાઈનો ભોગ ધરાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો. છેલ્લે, પૂજામાં થયેલી ભૂલ માટે માફી માગો. એ પછી પ્રસાદ ભક્તોને આપો અને તમે પણ ગ્રહણ કરો.

જ્યોતિષી અનુસાર, શિવરાત્રિએ પતિ-પત્નીએ એકસાથે શિવલિંગની પૂજા કરવી જોઈએ. પૂજામાં શિવ-પાર્વતી મંત્ર ૐ ઉમા મહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. પૂજા કરવાથી લગ્નજીવનમાં પ્રેમ જળવાયેલો રહે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.


ભગવાન શિવની પૂજા કરતા સમય શું ના કરવું જોઈએ?

  • તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ?
  • ફાટેલા કે તૂટેલા બીલીના પાન ન ચઢાવવા જોઈએ.
  • પેશચ્યુંરાઈઝડ પેકેટનું દૂધ ન ચઢાવવું જોઈએ.
  • ચંપાના ફૂલ ન ચઢાવવા જોઈએ.
  • શિવજીને નારિયેળ પાણી ન ચઢાવવું જોઈએ.
  • શિવપુજામાં કંકુનો પ્રયોગ વર્જિત કેતકિનાં ફૂલ સફેદ હોવા છતાં શિવજીને ન ચઢાવવા જોઈએ.
  • શિવજીને હળદર પણ ના ચઢાવવી જોઈએ.

આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને મહાશિવરાત્રી નો ઇતિહાસ વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને મહાશિવરાત્રી નો ઇતિહાસ વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ તહેવારોની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

પોસ્ટ શેર કરો:
           

3 thoughts on “મહાશિવરાત્રી નો ઇતિહાસ : મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે?, મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા કેવી રીતે કરવી?”

Leave a Comment