IDBI Bank Personal Loan : IDBI પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

IDBI પર્સનલ લોન – શું મિત્રો તમે IDBI Bank Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, IDBI પર્સનલ લોન શું છે, IDBI પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, IDBI પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને IDBI Bank Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


IDBI પર્સનલ લોન


IDBI પર્સનલ લોન શું છે? – IDBI Bank Personal Loan

IDBI બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 5 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષ નો હોય છે.


IDBI પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – IDBI Bank Personal Loan interest rate

IDBI Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 11.00% થી 15.50% સુધી હોય છે. આ વ્યાજદર IDBI Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


IDBI પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે IDBI Bank Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) ટોપ-અપ પર્સનલ લોન

ટોપ-અપ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : જે અરજદારનું IDBI Bank માં એકાઉન્ટ છે અને તે અરજદારે ઓછામાં ઓછા 12 મહિના સુધી સ્પષ્ટ ચુકવણી કરેલ છે અને તે પર્સનલ લોન લેવા માંગે છે તો તે અરજદાર ટોપ-અપ પર્સનલ લોન લઈ શકે છે.

(2) પગારદાર અરજદારો માટે પર્સનલ લોન

પગારદાર અરજદારો માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, પીએસયુ વિભાગ, MNCs, લિસ્ટેડ કંપનીઓ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં સેવા આપતાં અરજદારોને લોન આપવામાં આવે છે.

(3) સ્વ-રોજગાર વ્યાવસાયિકો માટે પર્સનલ લોન

સ્વ-રોજગાર વ્યાવસાયિકો માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો સ્વ-રોજગાર અરજદારો માટે તેમની વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવા માટે તે બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તે અરજદારોને બેંક તરફથી આ લોન આપવામાં આવે છે.

(4) ઇન-બિલ્ટ ઓવરડ્રાફ્ટ સુવિધા

ઇન-બિલ્ટ ઓવરડ્રાફ્ટ સુવિધા કોને આપવામાં આવે છે? : IDBI બેંકમાં પગાર ખાતા ધરાવતા વ્યક્તિઓને પર્સનલ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા આપવામાં આવે છે.

(5) ઇન-બિલ્ટ ઓવરડ્રાફ્ટ સુવિધા

ઇન-બિલ્ટ ઓવરડ્રાફ્ટ સુવિધા કોને આપવામાં આવે છે? : IDBI બેંકમાં પેન્શન ખાતું ધરાવતા પેન્શનધારકોને ઓવરડ્રાફ્ટ સુવિધા સાથે પેન્શન લોન આપવામાં આવે છે.


IDBI પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર IDBI Bank Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

પગારદાર અરજદારો માટે પાત્રતા

અરજદારની ઉંમર 21 થી 60 વર્ષ હોવી જોઈએ.

રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, પીએસયુ વિભાગ, MNCs, લિસ્ટેડ કંપનીઓ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં સેવા આપતાં અરજદારો લોન માટે પાત્ર છે.

અરજદાર IDBI બેંકમાં કોર્પોરેટ પગાર ખાતું ધરાવતું હોવું જોઈએ.

અરજદારનો ઓછામાં ઓછો પગાર 1.8 લાખ હોવો જોઈએ.

સ્વ-રોજગાર વ્યાવસાયિકો માટે પાત્રતા

અરજદારની ઉંમર 21 થી 60 વર્ષ હોવી જોઈએ.

IDBI બેંક સાથે જવાબદારી અને સંપત્તિ સંબંધ ધરાવતા સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો પણ લોન માટે પાત્ર છે.

અરજદારનો ઓછામાં ઓછો પગાર રૂપિયક 3.6 લાખ હોવો જોઈએ.

IDBI બેંકના પેન્શનરોને ઇન-બિલ્ટ ઓવરડ્રાફ્ટ સુવિધા સાથેના પેન્શન ખાતા માટે પાત્રતા 

અરજદારની ઉંમર 75 વર્ષથી ઓછી હોવી જોઈએ.

અરજદાર IDBI બેંકમાં પેન્શન ખાતું ધરાવતું હોવું જોઈએ.

સ્વ-રોજગાર અરજદારનો ઓછામાં ઓછો પગાર રૂપિયક 3.6 લાખ હોવો જોઈએ.

ઇન-બિલ્ટ ઓવરડ્રાફ્ટ સુવિધા સાથે પગાર ખાતા માટે પાત્રતા

અરજદારની ઉંમર 22 થી 60 વર્ષ હોવી જોઈએ.

રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, પીએસયુ વિભાગ, MNCs, લિસ્ટેડ કંપનીઓ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં સેવા આપતાં અરજદારો લોન માટે પાત્ર છે.

અરજદાર પગારદાર હોવો જોઈએ.

પગારદાર અરજદારનો ઓછામાં ઓછો પગાર રૂપિયક 1.8 લાખ હોવો જોઈએ.


IDBI પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – IDBI Bank Personal Loan documents

અરજી ફોર્મ

પાસપોર્ટ સાઇઝ ફોટો

ઓળખ પુરાવો : કોઈપણ એક – આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે.

રહેઠાણનો પુરાવો : કોઈપણ એક – વિજળી બિલ, પાસપોર્ટ,  રેશન કાર્ડ વગેરે.

છેલ્લા છ મહિનાના પગાર ખાતાના બેંક સ્ટેટમેન્ટની નકલ.

ફોર્મ 16

છેલ્લા બે વર્ષની સ્વીકૃત આવકવેરા રિટર્ન

છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ


IDBI પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

IDBI પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોનની રકમનો 1% મહત્તમ રૂ. 2,500ને આધીન છે.

IDBI પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો IDBI Bank Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની IDBI Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને IDBI Bank Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને IDBI પર્સનલ લોન (IDBI Bank Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં IDBI પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને IDBI પર્સનલ લોનની વધુ માહિતી માટે IDBI Bank ની અધિકારી વેબસાઈટ https://www.idbibank.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું IDBI બેંક પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : IDBI Bank દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : IDBI પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : IDBI Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 11.00% થી 15.50% સુધી હોય છે. આ વ્યાજદર IDBI Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : IDBI પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : લોનની રકમનો 1% મહત્તમ રૂ. 2,500ને આધીન છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “IDBI Bank Personal Loan : IDBI પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?”

Leave a Comment