IndusInd Bank Personal Loan : ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન – શું મિત્રો તમે IndusInd Bank Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન શું છે, ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને IndusInd Bank Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન


ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન શું છે? – IndusInd Bank Personal Loan

ઇન્ડસઇન્ડ બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 50 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષનો હોય છે.


ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – IndusInd Bank Personal Loan interest rate

IndusInd Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.49 થી વધુ હોય છે. આ વ્યાજદર IndusInd Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે IndusInd Bank Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) તબીબી ખર્ચ માટે ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન

તબીબી ખર્ચ માટે ઇન્ડસઇન્ડ બેંકની પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો ઇન્ડસઇન્ડ બેંકના સંભવિત ઋણધારકોને અણધારી તબીબી કટોકટી અને તબીબી વિવિધ સારવારના ખર્ચાઓન પુરા કરવા માટે અરજદાર ઇન્ડસઇન્ડ બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તેવા અરજદારોને બેંક તરફથી આ લોન આપવામાં આવે છે.

(2) ઘરના નવીનીકરણ માટે ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન

ઘરના નવીનીકરણ માટે ઇન્ડસઇન્ડ બેંકની વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો ઇન્ડસઇન્ડ બેંકના અરજદારો જેમણે તેમની હાલની ઘરની મિલકતમાં નવીનીકરણ, સુધારણા અને વિસ્તરણ માટે હોમ રિનોવેશન માટે આ લોન મેળવી શકે છે અથવા તેવા અરજદારોને બેંક તરફથી આ લોન આપવામાં આવે છે.

(3) બેલેન્સ ટ્રાન્સફર ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન

બેલેન્સ ટ્રાન્સફર ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : જો તમે કોઈપણ અન્ય બેંકમાંથી પર્સનલ લોન મેળવેલ છે અને તે લોનને તમે IndusInd Bank માં ટ્રાન્સફર કરવા માંગો છો અથવા ટ્રાન્સફર કરો તો ટ્રાન્સફર કર્યા બાદ તમને તે લોન ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે.

(4) શિક્ષણ માટે ઇન્ડસઇન્ડ બેંક વ્યક્તિગત લોન

કોને આપવામાં આવે છે? : તો ઇન્ડસઇન્ડ બેંક તેના અરજદારોને શિક્ષણ સંબંધિત ખર્ચ પુરા કરવા માટે કરવા માટે બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તેવા અરજદારોને બેંક તરફથી આ લોન આપવામાં આવે છે.

(5) લગ્ન માટે ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન

કોને આપવામાં આવે છે? : તો અરજદારો પોતાના લગ્ન સંબંધિત ખર્ચાઓ પુરા કરવા માંગે છે તે અરજદાર ઇન્ડસઇન્ડ બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તેવા અરજદારોને બેંક તરફથી આ લોન આપવામાં આવે છે.


ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર IndusInd Bank Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે પાત્રતા 

  • લોન લેનાર અરજદારની લઘુત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ.
  • લોન પાકની સમયે અરજદારની ઉંમર 65 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારની કર કપાત પછી ચોખ્ખી વાર્ષિક આવક ઓછામાં ઓછી 4.8 લાખ રૂપિયા હોવી જોઈએ.
  • લોન મેળવનાર વ્યક્તિને ઓછામાં ઓછા 5 વર્ષનો પોસ્ટ-ક્વોલિફિકેશન અનુભવ હોવો જોઈએ.

પગારદાર કર્મચારીઓ માટે પાત્રતા 

  • લોન લેનાર અરજદારની લઘુત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  • લોન પાકની સમયે અરજદારની ઉંમર 60 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારની કર કપાત પછી ચોખ્ખી વાર્ષિક આવક ઓછામાં ઓછી 25,000 રૂપિયા હોવી જોઈએ.
  • લોન લેનાર વ્યક્તિ વર્તમાન સંસ્થામાં ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ અને અરજદાર ઓછામાં ઓછા 2 વર્ષથી નોકરી કરતો હોવો જોઈએ.

સ્વ-રોજગાર વ્યાવસાયિકો માટે પાત્રતા 

  • લોન લેનાર અરજદારની લઘુત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ.
  • લોન પાકની સમયે અરજદારની ઉંમર 65 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારની કર કપાત પછી ચોખ્ખી વાર્ષિક આવક ઓછામાં ઓછી 4.8 લાખ રૂપિયા હોવી જોઈએ.
  • લોન લેનાર અરજદાર 4 વર્ષનો પોસ્ટ લાયકાતનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.

ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – IndusInd Bank Personal Loan documents

સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે દસ્તાવેજ 

  • અરજી ફોર્મ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો – એક
  • આઈડી પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ,
  • રહેઠાણનો પુરાવો : કોઈપણ એક (પાસપોર્ટ, યુટિલિટી બિલ, રજા અને લાઇસન્સ કરાર વગેરે)
  •  સહીનો પુરાવો
  • છેલ્લા 3 વર્ષની ITR / ફોર્મ 16
  • છેલ્લા 3 મહિનાની સેલેરી સ્લિપ
  • છેલ્લા 6 મહિનાનું બિઝનેસ કરંટ એકાઉન્ટ અને છેલ્લા 3 મહિનાનું પ્રાથમિક બચત ખાતાનું બેંક સ્ટેટમેન્ટ

પગારદાર વ્યક્તિઓ માટે દસ્તાવેજ 

  • અરજી ફોર્મ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો – એક
  • આઈડી પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ,
  • રહેઠાણનો પુરાવો : કોઈપણ એક (પાસપોર્ટ, યુટિલિટી બિલ, રજા અને લાઇસન્સ કરાર વગેરે)
  •  સહીનો પુરાવો
  • છેલ્લા 3 વર્ષની ITR / ફોર્મ 16
  • છેલ્લા 3 મહિનાની સેલેરી સ્લિપ
  • છેલ્લા 3 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

સ્વ-રોજગાર વ્યાવસાયિકો માટે દસ્તાવેજ 

  • અરજી ફોર્મ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો – એક
  • આઈડી પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ,
  • રહેઠાણનો પુરાવો : કોઈપણ એક (પાસપોર્ટ, યુટિલિટી બિલ, રજા અને લાઇસન્સ કરાર વગેરે)
  •  સહીનો પુરાવો
  • છેલ્લા 3 વર્ષની ITR / ફોર્મ 16
  • છેલ્લા 3 મહિનાની સેલેરી સ્લિપ
  • છેલ્લા 6 મહિનાનું બિઝનેસ કરંટ એકાઉન્ટ અને છેલ્લા 3 મહિનાનું પ્રાથમિક બચત ખાતાનું બેંક સ્ટેટમેન્ટ

ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોનની રકમના 3% સુધી

ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો IndusInd Bank Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે એસબીઆઇ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની IndusInd Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને IndusInd Bank Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન (IndusInd Bank Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં IndusInd Bank Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન ની વધુ માહિતી માટે ઇન્ડસઇન્ડ બેંકની અધિકારી વેબસાઈટ https://www.indusind.com/ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું ઇન્ડસઇન્ડ બેંક સાથે કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : IndusInd Bank દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : IndusInd Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.49 થી વધુ હોય છે. આ વ્યાજદર IndusInd Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : ઇન્ડસઇન્ડ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : લોનની રકમનાં 3% સુધી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment