ઇસરો વિશે માહિતી | Information about ISRO

 

પ્રિય મિત્રો અહીં ઇસરો વિશે માહિતી આપવામાં આવી છે, જે ટૂંકમાં આપવામાં આવી છે, જેમાં ઇસરોનું પૂરું નામ, ઇસરોનો ટૂંકમાં ઇતિહાસ, ઇસરોના અન્ય કેન્દ્રો, ઇસરો દ્રારા લોન્ચ કરવામાં આવેલા ઉપગ્રહો, ઇસરોના પ્રોજેક્ટ અને રોકેટ, ઇસરોની સહયોગી સંસ્થાઓ અને ઇસરોના વૈજ્ઞાનિકો કયા છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે, તો ઇસરો વિશે માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો, તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ઇસરો વિશે માહિતી

 

ઇસરો  નું ફૂલ ફોર્મ 

ઇસરોનું પુરુ નામ:  ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર – (Indian Space Research Organization ) – ISRO

 

 ઇસરો વિશે માહિતી ટૂંકમાં 

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (Indian Space Research Organization) નું મુખ્યાલય બેંગ્લોર શહેરમાં આવેલુ છે. તેમાં હાલ ચેરમેન એસ.સોમનાથ છે. અહીથી ભારતીય તેમજ ભારતની બહારના અવકાશયાન  અવકાશમાં મોકલવામાં આવે છે. ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી છ મોટી સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે જેમાં તેની સાથે NASA, RKA, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે.

 

ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને ઇસરો દ્વારા બનાવી અને 1975 માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. રોહિણી પ્રથમ ઉપગ્રહ છે જેને ભારત- સર્જિત લોન્ચ વ્હિકલ SLV-3 દ્વારા ભ્રમણકક્ષામાં મુકવા માટે, 1980માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

 

ઈસરોએ ત્યારબાદ બે અન્ય રોકેટો વિકસાવ્યા જેમાં PSLV (Polar Satellite Launch Vehicle / ધ્રુવીય ઉપગ્રહ લોન્ચ વાહન) અને GSLV (Geosynchronous Satellite Launch Vehicle). 2008 માં ભારતના પ્રથમ ચંદ્ર મિશનના ભાગ રૂપે ચંદ્રયાન-1 લોન્ચ કરવામાં આવ્યું હતું.

 

ઈસરોના ભારતમાં આવેલા કેન્દ્રો

  • વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)
  • લિક્વીડ પ્રોપલ્ઝન સિસ્ટમ સેન્ટર LPSC
  • સ્પેશ એપ્લિકેશન સેન્ટર (SAC)
  • ઇસરો ટેલીમેટ્રી
  • થુમ્બા ઇક્વેટોરીયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન (TERLS)
  • ટ્રેકીંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)
  • સેમી-કન્ડક્ટર લેબોરેટરી (SCL)
  • સતિષ ધવન સ્પેસ સેન્ટર (SDSC) ઇન્ડીયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN)
  • ઇસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટ (IISU)
  • નેશનલ રિમોટ સેન્સીંગ એજન્સી (NRSA)
  • ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(PRL)
  • નેશનલ એટમોસ્ફિયરીકલ રડાર લેબોરેટરી (NARL)
  • માસ્ટર કંટ્રોલ ફેસીલીટી (MCF)
  • ઇસરો ઉપગ્રહ મથક (ISAC)
  • ઇન્સેટ માસ્ટર કંટ્રોલ માસ્ટર કંટ્રોલ ફેસીલીટી (IMCF)

 

ઇસરો દ્રારા લોન્ચ કરવામાં આવેલા ઉપગ્રહો

ઇસરો દ્રારા લોન્ચ કરવામાં આવેલા ઉપગ્રહો નીચે મુજબ છે.

  • આર્યભટ્ટ
  • રોહિણી
  • ઇન્સેટ (INSAT)
  • આઇ.આર.એસ (IRS)
  • ભાસ્કર
  • એસ્ટ્રોસેટ અને જીસેટ
  • એપલ
  • સરોસ ઉપગ્રહ શ્રેણી (SROSS)
  • હેમસેટ
  • કલ્પના-૧

 

ઇસરો દ્રારા લોન્ચ કરવામાં આવેલા પ્રોજેક્ટ અને રોકેટો

ઇસરો દ્રારા લોન્ચ કરવામાં આવેલા પ્રોજેક્ટ અને રોકેટો નીચે મુજબ છે.

  • સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલીવિઝન એક્સ્પેરીમેન્ટ (SITE)
  • જી.એસ.એલ.વી.યાન (GSLV)
  • પી.એસ.એલ.વી.યાન (PSLV)
  • સ્પેશ કેપ્સ્યુલ રિકવરી એસ્પેરિમેન્ટ (SCRE/SRE)
  • ચંદ્રયાન-૧
  • ચંદ્રયાન-૨
  • સેટેલાઇટ લોન્ચ વ્હિકલ (SLV)
  • એ.એસ.એલ.વી.યાન (ASLV)
  • ઇન્ડીયન સ્પેશ શટલ પ્રોગ્રામ
  • ઇન્ડીયન એસ્ટ્રોનોમીકલ ઓબ્ઝર્વેટરી
  • ઊંટી રેડિયો ટેલીસ્કોપ
  • નેશનલ એટમોસ્ફિયરીક રડાર લેબોરેટરી (NARL)

 

ઇસરોની સહયોગી સંસ્થાઓ

ઇસરોને સહયોગ આપનારી સંસ્થાઓ નીચે મુજબ છે, જે ઇસરોને મદદ કરે છે.

  • ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર્ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝીક્સ (IUCAA)
  • ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેશ, અન્તરિક્ષ, ઇસરો (ISRO)
  • એરોસ્પેસ કમાન્ડ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન (DRDO)
  • ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR)
  • ઇન્ડીયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR)
  • રામન રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ નીચ
  • ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝીક્સ (IIA)
  • ભારતીય અવકાશવિજ્ઞાન અને તકનિકી સંસ્થાન (IIST)

 

દુનિયામાં ઇસરો શું છે?

 

15 ફેબ્રુઆરી, 2017ના રોજ ઇસસે દ્વારા પીએસવી રોકેટ દ્વારા શ્રીહરિકોટા ખાતેથી એક સાથે 104 ઉપગ્રહો લોન્ચ કરી ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો.

 

એક સાથે મહત્તમ ઉપગ્રહો લોન્ચ કરવાનો રેકોર્ડ અગાઉ રશિયા (37) અને અમેરિકા (20)ના નામ પર હતો. ઈસરો દ્વારા લોન્ચ કરાયેલ આ

 

ઇસરો દ્રારા લોન્ચ કરાયલા આ ઉપગ્રહોમાં ભારતના 3 ઉપગ્રહો હતા જેમા ”કાર્ટોસેટ-2′ તેમજ આઈ.એન. એસ-1 અને આઈ. એન. એસ-2 નો સમાવેશ થાય છે.

 

ભારત દ્વારા પોતાનું પ્રથમ રોકેટ લોન્ચિંગ 21 નવેમ્બર, 1963ના રોજ કરાયું હતું જે અમેરિકા પાસેથી ફક્ત લોન્ચિંગ ક્ષમતા પારખવા માટે ખરીદાયુ હતું.

 

ઇસરોના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો

  • વિક્રમ સારાભાઈ
  • રાજા રામના
  • કે.કસ્તુરીરંગન
  • જયંત નાર્તિકર
  • યુ.આર.રાવ
  • હોમી ભાભા
  • આર.વી.પેરુમલએ
  • એસ.કે.શિવકુમાર
  • બી.એન.સુરેશ
  • સતિષ ધવન
  • રાકેશ શર્મા
  • રવિશ મલહોત્રા
  • એ.પી.જે.અબ્દુલ કલામ
  • જી.માધવન નૈયર
  • એમ.અન્નાદુરાઇ

 

પ્રિય મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ ઇસરો વિશે માહિતી સારી લાગી હશે, આવી જ રીતે વિવિધ પ્રકારની માહિતી આપણી ગુજરાતી બાષામાં જાણવા માંગો છો, તો જોડાયેલા રહો, અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

કમ્પ્યુટર એટલે શું?

સાયબર ક્રાઇમ એટલે શું?

સાયબર બુલિંગ શું છે?

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ઇસરો વિશે માહિતી | Information about ISRO”

Leave a Comment