કમ્પ્યુટર એટલે શું? | What is Computer?

 

પ્રિય મિત્રો અહીં કમ્પ્યુટર વિશે માહિતી આપવામાં આવી છે?, જેમાં કમ્પ્યુટર એટલે શું?કમ્પ્યુટરનું ફૂલ ફોર્મ?, કમ્પ્યુટર નામ કેવી રીતે પડ્યું?, કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે?, કમ્પ્યુટરના પ્રકાર, કમ્પ્યુટરના ઉપયોગ શું છે?, કમ્પ્યુટરના ફાયદા અને નુકસાન વગેરે. તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

કમ્પ્યુટર એટલે શું?

 

કમ્પ્યુટર એટલે શું? – What is Computer?

કમ્પ્યુટર એક ઈલેક્ટ્રોનિક મશીન છે જે કોઈ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે અને વ્યક્તિ જેમ કમ્પ્યુટરને આદેશ આપે એમ કમ્પ્યુટર તે કામ કરીને તેનું પરિણામ લાવે છે. કમ્પ્યુટર સંગણક તરીકે પણ ઓળખાય છે. કમ્પ્યુટરમાં કોઈ માહિતી દાખલ કરીને તેનું પરિણામ લાવી શકાય છે.

 

વ્યક્તિ કમ્પ્યુટરને જેટલા પણ આદેશ આપે તે કમ્પ્યુટર પૂરા કરે છે અને જેવા કામ છે તે પ્રમાણે તેનું પરિણામ લાવે છે. કમ્પ્યુટરનો મુખ્ય ઉદેશ્ય ગણતરી કરવી હતી પણ અત્યારના સમયમાં કમ્પ્યુટરનું ઉદેશ્ય અલગ-અલગ છે જેમ કે “ગેમ રમવી, વિડિયો જોવા, મ્યુઝિક સાંભળવા, ઇન્ટરનેટ વાપરવું, ફાઇલ બનાવવી, માહિતી સંગ્રહ કરવી, વિડિયો એડિટ કરવા” વગેરે કામો પૂર્ણ કરવા તે કમ્પ્યુટરનું ઉદેશ્ય છે.

 

અત્યારે કમ્પ્યુટરનો સામાન્ય ઉદેશ્ય ઇન્ટરનેટ પણ છે, કોઈ પણ કમ્પ્યુટરમાં ઇન્ટરનેટની મદદથી કોઈ પણ માહિતી શોધી શકાય છે અને દુનિયાના અન્ય લાખો કમ્પ્યુટર સાથે જોડાઈ શકાય છે.

 

કમ્પ્યુટર નામ કેવી રીતે પડયુ?

કમ્પ્યુટર શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ “Computare” પરથી થઈ છે પણ અમુક જાણકારોનું માનવું છે કે કમ્પ્યુટર શબ્દની ઉત્પત્તિ “Compute” પરથી થઈ છે. એમ આપણે જોવા જઈએ તો બંને શબ્દનો અર્થ એક જ થાય છે કે “ગણતરી કરવી” કે “ગણના કરવી”. આ રીતે નામ પડી આવ્યું.

 

કમ્પ્યુટરનું ફૂલ ફોર્મ 

કમ્પ્યુટરનું ફૂલ ફોર્મ નીચે પ્રમાણે છે.

 

 • C- Commonly
 • O- Opereted
 • M- Machine
 • P- Particularly
 • U- Used For
 • T- Technical And
 • E- Educational
 • R- Research
 • ટૂંકમાં :- COMPUTER

 

કમ્પ્યુટરના મુખ્ય ભાગોના નામ

કમ્પ્યુટરમાં આવતા મુખ્ય ભાગો જેમના નામ નીચે આપેલ છે.

 

 • મધરબોર્ડ
 • મોનિટર
 • પ્રિંટર
 • સ્પીકર
 • રેમ મેમરી
 • પ્રોસેસર
 • માઉસ
 • કીબોર્ડ
 • માઇક્રોફોન
 • પાવર સપ્લાય
 • હાર્ડ ડ્રાઇવ
 • ગ્રાફિક કાર્ડ
 • ઓપ્ટિકલ ડ્રાઇવ
 • સીપીયુ કેબિનેટ

કમ્પ્યુટરમાં સોફ્ટવેર અને હાર્ડવેર શું છે?

કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર હોય છે. કમ્પ્યુટરમાં સોફ્ટવેર અને હાર્ડવેર એ કમ્પ્યુટરમાં મહત્વપૂર્ણ ભાગ છે. જે જાણવું ખુબ જરૂરી છે. જે નીચે મુજબ છે.

 • સોફ્ટવેર
 • હાર્ડવેર

 

1.સોફ્ટવેર 

કમ્પ્યુટરના જે પણ ભાગ હોય તેને આપણે અડી શકતા નથી, જેને માત્ર જોઈ શકીએ છીએ, તેને આપણે સોફ્ટવેર કહીએ છે. કમ્પ્યુટરમાં અમુક કામોને કરવા માટે આપણે સોફ્ટવેરની જરૂર પડે છે જેમ કે વિડિઓ જોવા માટે Youtube નો ઉપયોગ કરીએ છે તો આપણે Youtube ને સોફ્ટવેર કહી શકીએ છે. સાથે કમ્પ્યુટરમાં જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે તે પણ એક પ્રકારનું સોફ્ટવેર હોય છે.

 

2.હાર્ડવેર 

કમ્પ્યુટરના જેટલા પણ ભાગ છે અને જેને આપણે હાથ વડે અડી શકીએ કે પકડી શકીએ અને જેને જોઈ શકીએ તેને આપણે હાર્ડવેર કહીએ છે. હાર્ડવેર કમ્પ્યુટરનો એક હાર્ડ ભાગ હોય છે. જેમ કે…

 

 • મધરબોર્ડ
 • મોનિટર
 • પ્રિંટર
 • સ્પીકર
 • રેમ મેમરી
 • પ્રોસેસર
 • માઉસ
 • કીબોર્ડ
 • માઇક્રોફોન
 • પાવર સપ્લાય
 • હાર્ડ ડ્રાઇવ
 • ગ્રાફિક કાર્ડ
 • ઓપ્ટિકલ ડ્રાઇવ
 • સીપીયુ કેબિનેટ

 

કમ્પ્યુટર કામ કેવી રીતે કરે છે? 

કમ્પ્યુટર મુખ્ય 3 નિયમ પર કામ કરે છે. જે નીચે મુજબ છે.

 • ઈનપુટ
 • આઉટપુટ
 • પ્રોસેસિંગ

 

ઈનપુટ

કમ્પ્યુટરમાં તમે જે પણ ડેટા દાખલ કરો તેને ઈનપુટ કહેવાય છે. કમ્પ્યુટરમાં ઈનપુટ કરવા માટે ઈનપુટ ડિવાઇસનો ઉપયોગ થાય છે જેમ કે કીબોર્ડ અને માઉસ જેવા વગેરે ડિવાઇસ.

 

આઉટપુટ

કમ્પ્યુટર જે પણ પ્રોસેસિંગ કરીને તમને પરિણામ આપે તેને આઉટપુટ કહેવાય છે. કમ્પ્યુટર ઈનપુટ કરેલા ડેટા પર કામ કરીને જે પણ પરિણામ બતાવે તેને આઉટપુટ ડિવાઇસ કહે છે જેમ કે પ્રિંટર, મોનિટર, અને સ્પીકર.

 

પ્રોસેસિંગ

તમે જે પણ ડેટા કમ્પ્યુટરમાં દાખલ કર્યા અને એના પર કમ્પ્યુટર કામ કરે તેને પ્રોસેસિંગ કહેવાય છે. કમ્પ્યુટરમાં કોઈ પણ કામ પ્રોસેસ કરવા માટે પ્રોસેસિંગ ડિવાઇસની જરૂર પડે જેમ કે કમ્પ્યુટરનું સીપીયુ.

 

કમ્પ્યુટરના પ્રકાર 

તમે કમ્પ્યુટર તો અલગ-અલગ પ્રકારના જોયા હશે પણ તે કમ્પ્યુટરના પણ અલગ પ્રકાર આવે છે. જે નીચે મુજબ છે અને તેની વિસ્તારમાં માહિતી નીચે મુજબ છે.

 

 • ડેસ્કટોપ કમ્પ્યુટર
 • લેપટોપ કમ્પ્યુટર
 • ટેબલેટ કમ્પ્યુટર
 • સર્વર કમ્પ્યુટર
 • સ્માર્ટફોન કમ્પ્યુટર
 • સ્માર્ટવોચ કમ્પ્યુટર
 • ગેમ કન્સોલ કમ્પ્યુટર
 • સ્માર્ટટીવી કમ્પ્યુટર

 

ડેસ્કટોપ કમ્પ્યુટર

 • ડેસ્કટોપ કમ્પ્યુટર એક જગ્યા પર સ્થિર હોય છે અને આપણે તેને એક ટેબલ પર મૂકીને વાપરવું પડે જેમાં અલગ-અલગ પાર્ટસ હોય છે જેમ કે માઉસ, કીબોર્ડ, સીપીયુ, પ્રિંટર, મોનિટર વગેરે એકબીજા સાથે જોડાયેલું હોય છે અને ત્યારે આપણે એક ડેસ્કટોપ કમ્પ્યુટરને ઉપયોગ કરી શકીએ છે. ડેસ્કટોપ કમ્પ્યુટરને ચાલુ કરંટ દ્વારા વાપરવામાં આવે છે.
 • ડેસ્કટોપ કમ્પ્યુટરમાં કોઈ પણ જાતની બેટરી નથી હોતી તેને કારણે તેમાં વીજળીનો સતત ઉપયોગ થતો હોય છે.
 • ડેસ્કટોપ કમ્પ્યુટર બીજા અન્ય કમ્પ્યુટર કરતાં પાવરફૂલ હોય છે. ડેસ્કટોપ કમ્પ્યુટરમાં આપણે આપણાં હિસાબથી કોઈ વસ્તુમાં ફેરફાર કરી શકીએ છે.

 

લેપટોપ કમ્પ્યુટર 

 • લેપટોપ કમ્પ્યુટર ડેસ્કટોપ જેવા જ હોય છે પણ તે ડેસ્કટોપ કમ્પ્યુટર કરતાં ઓછી જગ્યા રોકે છે અને તેમાં બેટરી હોય છે જેથી જો ઘરમાં વીજળી ન હોય તો આપણે તેનો ઉપયોગ બેટરી દ્વારા કરી શકીએ છે.
 • લેપટોપને આપણે મુસાફરી કરતાં-કરતાં પણ ડેસ્કટોપ કમ્પ્યુટર જેવો જ ઉપયોગ કરી શકીએ છે. આપણે તેમાં ખાલી ચાર્જિંગ કરવું પડે અને ત્યારબાદ આપણે તેને કોઈ પણ જગ્યાએ લઈ જઈને ઉપયોગ કરી શકીએ.
 • લેપટોપમાં તમને કીપેડ અને ટચપેડ મળે છે અને આપણે તેમાં USB દ્વારા અલગથી માઉસ કે કીબોર્ડનો પણ ઉપયોગ કરી શકીએ છે.
 • લેપટોપ ડેસ્કટોપ કમ્પ્યુટર કરતાં થોડું ઓછું પાવરફૂલ હોય છે પણ તે કામ ડેસ્કટોપ કમ્પ્યુટર જેવુ જ કરી શકે છે.

 

ટેબલેટ કમ્પ્યુટર

 • ટેબલેટ કમ્પ્યુટર લેપટોપથી થોડું હલકું હોય છે. તમે તેમાં કીબોર્ડનો ઉપયોગ ટચસ્ક્રીન દ્વારા ઉપયોગ કરી શકો છો.
 • ટેબલેટ લેપટોપ કરતાં થોડું નાનું હોય છે અને તેમાં મુસાફરી કરવામાં પણ સહેલાઈ પડે છે. તેમાં આપણને ટચસ્ક્રીન મળે છે. તે લેપટોપ જેવુ જ હોય છે પણ તે લેપટોપ કરતાં થોડું ઓછું પાવરફૂલ હોય છે. તેને તમે કોઈ પણ જગ્યાએ સહેલાઇથી લઈ જઈ શકો છો.

 

સ્માર્ટફોન કમ્પ્યુટર 

 • સ્માર્ટફોન પણ એક પ્રકારનું કમ્પ્યુટર જ છે. જેને આપણે ચાર્જિંગ કરીને પોતાના ખિસ્સામાં મૂકીને લઈ જઈ શકીએ છે. સ્માર્ટફોન વડે આપણે કોઈ સાથે વાત-ચિત કરી શકીએ છે.
 • સ્માર્ટફોનને આપણે મોબાઇલ પણ કહીએ છે અને મોબાઇલનો ઉપયોગ કોઈ પણ દૂરની વ્યક્તિ સાથે વાત-ચિત કરવા માટે થાય છે. અત્યારે મોબાઇલનો ઉપયોગ વિડિયો જોવા, સમાચાર વાંચવા, મ્યુઝિક સાંભળવા, ગેમ રમવા, ઓનલાઇન ભણવા, ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરવા વગેરે માટે થાય છે.

 

સ્માર્ટવોચ કમ્પ્યુટર 

 • સ્માર્ટવોચને આપણે ઘડિયાળની જેમ હાથમાં ઉપયોગ કરી શકીએ છે અને તેમાં તમે મ્યુઝિક સાંભળવા, વિડિયો જોવા જેવા અનેક કામ કરી શકો છો. તેને પણ એક પ્રકારનું કમ્પ્યુટર જ કહેવાય છે.
 • સ્માર્ટવોચ પણ વધારે પાવરફૂલ નથી હોતું. તેમાં આપણે કોલિંગ પણ કરી શકીએ છે.

 

સર્વર કમ્પ્યુટર

 • સર્વર પણ એક પ્રકારનું કમ્પ્યુટર જ હોય છે. ઇન્ટરનેટ પર જેટલી પણ વેબસાઇટ છે અને જેટલો પણ ડેટા હોય છે જેમ કે મ્યુઝિક, વિડિયો વગેરે તે કોઈ સર્વર પર સ્ટોર હોય છે અને આપણે તેનો ઇન્ટરનેટ દ્વારા ઉપયોગ કરી શકીએ છે.

 

ગેમ કન્સોલ કમ્પ્યુટર 

 • ગેમકન્સોલ એક પ્રકારનું કમ્પ્યુટર હોય છે જેને ટીવી સ્ક્રીન સાથે જોડીને તેમાં વિડિયો ગેમ રમી શકાય છે. ગેમ કન્સોલ વિડિયો ગેમ રમવા માટે ખાસ પ્રકારનું કમ્પ્યુટર હોય છે.

 

સ્માર્ટટીવી કમ્પ્યુટર

 • સ્માર્ટટીવી એક પ્રકારનું ટીવી હોય છે જેમાં તમે ઇન્ટરનેટ કનેક્શન દ્વારા કોઈ પણ વસ્તુ જોઈ શકો છો. તેને પણ એક પ્રકારનું કમ્પ્યુટર કહેવાય છે.

 

કમ્પ્યુટર કઈ ભાષા સમજે છે? 

 • કમ્પ્યુટર એક ઈલેક્ટ્રોનિક મશીન છે તેને લીધે તે 0 અને 1 બાઈનરી ભાષા સમજે છે. કમ્પ્યુટરમાં આપણે જે પણ કાર્ય કરીએ છે તે ઇલેક્ટ્રીક સિગ્નલમાં ફેરવાઇ જાય છે અને કમ્પ્યુટર ઈલેક્ટ્રોનિક ઉપકરણ હોવાથી તે ઇલેક્ટ્રીક સિગનલને સમજે છે.
 • કોઈ પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ 2 પ્રકારની અવસ્થામાં હોય છે જેમાં તે ઈલેક્ટ્રોનિક ઉપકરણ ચાલુ હોય અથવા તે બંધ હોય. 0 અંક એ ઈલેક્ટ્રોનિક ઉપકરણની બંધ અવસ્થાને દર્શાવે છે અને 1 અંક ચાલુ અવસ્થાને દર્શાવે છે.
 • જ્યારે આપણે કીબોર્ડ કે માઉસમાં કોઈ પણ બટન દબાવીએ છીએ ત્યારે તે ઈલેક્ટ્રોનિક સિગ્નલ સીપીયુમાં મોકલે છે અને સીપીયુ તે ઈલેક્ટ્રોનિક સિગ્નલની 2 અવસ્થાને સમજે છે, એક તો તે સિગ્નલ ચાલુ છે અને તે બંધ છે.
 • કમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ તેને 0 અને 1 નામ આપી દીધું જેથી માણસ 0 અને 1 સમજી શકે.
 • પ્રોગ્રામિંગ ભાષાઓનો ઉપયોગ આના માટે જ થાય છે, પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કમ્પ્યુટરને પ્રોગ્રામ કરવા માટે થાય છે અને પ્રોગ્રામિંગ ભાષાને માણસ સમજી શકે છે અને જે પણ આપણે કોડ બનાવીને છે તે કોડ કંપાઈલ થઈને 0 અને 1 માં ફેરવાઇ જાય છે અને કમ્પ્યુટર માણસ દ્વારા બનાવેલા પ્રોગ્રામિંગ કોડને સમજી શકે છે.
 • અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી જેવી અન્ય ભાષાઓ જે માણસ બોલતો હોય છે તે કમ્પ્યુટર નથી સમજતું, કમ્પ્યુટર બધુ જ 0 અને 1 ની ભાષામાં સમજે છે.

 

કમ્પ્યુટરનો ઉપયોગ કયા-કયા થાય છે? 

કમ્પ્યુટરનો ઉપયોગ કયા-કયા ક્ષેત્રોમાં થાય છે જેની માહિતી નીચે મુજબ છે.

 

 • કમ્પ્યુટરનો ઉપયોગ વ્યક્તિગત કામો માટે પણ થાય છે.
 • કમ્પ્યુટરમાં તમે મેસેંજિંગ પણ કરી શકો છો.
 • કમ્પ્યુટર દ્વારા તમે વોઇસ કોલિંગ અને વિડિયો કોલિંગ પણ કરી શકો છો.
 • તેનો ઉપયોગ મનોરંજન ક્ષેત્રે ફિલ્મો જોવા, ગેમ રમવા વગેરે માટે પણ થાય છે.
 • કમ્પ્યુટરનો ઉપયોગ હવાઈ મુસાફરી અને રેલ્વેમાં ઝડપી ટિકિટ કાઢવા માટે થાય છે.
 • કમ્પ્યુટરનો ઉપયોગ શાળાઓ અને કોલેજમાં વિધ્યાર્થીઓના ડોકયુમેંટ અને તેમની માહિતી સાચવવા માટે થાય છે.
 • કમ્પ્યુટરમાં ઇન્ટરનેટના ઉપયોગથી કોઈ પણ માહિતી જાણી શકાય છે.
 • કમ્પ્યુટરમાં યૂટ્યૂબની વેબસાઇટ દ્વારા કોઈ પણ પ્રકારના વિડિયો જોઈ શકાય છે.
 • કમ્પ્યુટર દ્વારા કોઈ પણ નવું કૌશલ્ય શીખી શકાય છે.
 • કમ્પ્યુટરની મદદથી તમે નવી વેબસાઇટ અને એપ પણ બનાવી શકો છો.

 

કમ્પ્યુટરના ફાયદાઓ અને નુકસાન

કમ્પ્યુટરથી થતા ફાયદાઓ અને નુકસાન નીચે મુજબ છે.

 

કમ્પ્યુટરના ફાયદા 

 • કમ્પ્યુટર દ્વારા તમે ઓનલાઇન પૈસાની લેવડ-દેવડ કરી શકો છો.
 • કમ્પ્યુટરને કારણે બેંકોમાં લાંબી લાઇન ખૂબ ઓછી લાગે છે.
 • કમ્પ્યુટરનું કામ ખૂબ ચોકસાઇ વાળું હોય છે.
 • કમ્પ્યુટરનું કામ ખૂબ ઝડપી હોય છે.
 • કમ્પ્યુટરને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવી પણ સહેલી બની છે.
 • કમ્પ્યુટરને કારણે નવી-નવી રોજગારની તકો ખૂલે છે.
 • કમ્પ્યુટર તમને ઇન્ટરનેટ સાથે જોડે છે.

 

કમ્પ્યુટરના નુકસાન

 • કમ્પ્યુટરને કારણે તમારી આંખો ખેંચાય છે અને આંખ પર જોર પણ પડે છે.
 • કમ્પ્યુટરનો કચરો પર્યાવરણને નુકસાન પહોચાડે છે.
 • કમ્પ્યુટરને કારણે વીજળીની ખપત પણ વધારે થાય છે.
 • કમ્પ્યુટરને કારણે લોકોની નોકરીઓ ઓછી થતી જાય છે.

 

કમ્પ્યુટરની મર્યાદા શું છે?

જે રીતે કોઈપણ વસ્તુની મર્યાદાઓ હોય છે, તેજ રીતે કમ્પ્યુટરની પણ કેટલીક મર્યાદાઓ છે, જે નીચે મુજબ છે.

 • કમ્પ્યુટર પાસે બુદ્ધિ નથી હોતી. કમ્પ્યુટર ઈનપુટના આધારે આઉટપુટ આપે છે. જો યુઝર ખોટું ઈનપુટ આપે તો કમ્પ્યુટર પણ ખોટું જ ઈનપુટ આપશે.
 • કમ્પ્યુટર પોતાની જાતે નિર્ણય નથી લઈ શકતું. કમ્પ્યુટર સિસ્ટમમાં જે ડેટા છે તે તેના આધારે જ નિર્ણય લઈ શકશે પણ જો ડેટા ઉપલબ્ધ ન હોય તો કમ્પ્યુટર નિર્ણય નથી લઈ શકતું.
 • કમ્પ્યુટર પોતાની જાતે ચાલુ પણ નથી થઈ શકતું, આ માટે પણ માણસોની જરૂર પડે છે.
 • કમ્પ્યુટર પોતાના આઇડિયા પણ બીજાને નથી જણાવી શકતું કારણ કે તે એક મશીન છે જેમાં જેટલા ડેટા ઉમેરવામાં આવે છે અને જે અલ્ગોરિધમ બનાવીને ઉમેરવામાં આવે છે તો કમ્પ્યુટર તે અલ્ગોરિધમ પ્રમાણે જ કામ કરશે.
 • કમ્પ્યુટર વ્યક્તિગત રીતે કોઈની પણ મદદ નથી કરી શકતું. ઉદાહરણ તરીકે તમને કોઈ બીમારી થઈ છે તો જો તમે ડોક્ટરને તમારી બીમારી વિશે પૂછશો તો ડોક્ટર તમારા શરીરને તપાસશે અને પછી તમને બીમારી વિશે જાણકારી આપશે પણ કમ્પ્યુટર પાસે જે ડેટા છે તે તેના આધારે જ તમને જાણકારી આપશે.
 • કમ્પ્યુટરમાં ઘણી બધી માહિતી સ્ટોર કરી શકાય છે છતાં કમ્પ્યુટર તે માહિતી ઉપર કામ નથી કરી શકતું, તેના માટે પણ માણસોની જરૂર પડે છે કે તે માહિતીનો પ્રેક્ટિકલ જીવનમાં ઉપયોગ કરી શકે.

 

કમ્પ્યુટરની પેઢીઓના નામ 

જ્યારે કમ્પ્યુટરની રચના થઈ ત્યારે કમ્પ્યુટર આકાર અને કદમાં જુદું હતું, જેમ સમય પસાર થતો ગયો. તે પ્રકારે તેમાં ફેરફાર થતાં ગયા. તે રીતે નીચે કમ્પ્યુટરની પેઢીઓના નામ આપેલ છે. કયા સમયમાં કેવા કમ્પ્યુટરની રચના થઈ. સાથે તે પેઢીઓની વિસ્તારમાં માહિતી આપી છે.

 

 • કમ્પ્યુટરની પ્રથમ પેઢી 1946 થી 1959:- “વેક્યુમ ટ્યુબ”
 • કમ્પ્યુટરની બીજી પેઢી 1959 થી 1965:-  “ટ્રાંઝિસ્ટર”
 • કમ્પ્યુટરની ત્રીજી પેઢી 1965 થી 1971:-  “ઇન્ટીગ્રેટેડ સર્કિટ”
 • કમ્પ્યુટરની ચોથી પેઢી 1971 થી 1980:-  “માઇક્રોપ્રોસેસર”
 • કમ્પ્યુટરની પાંચમી પેઢી 1980 થી અત્યાર સુધી:- “આર્ટિફિશ્યલ ઈન્ટેલિજેન્સ”

 

કમ્પ્યુટરની પ્રથમ પેઢી 1946 થી 1959:- “વેક્યુમ ટ્યુબ”

આ પેઢીના કમ્પ્યુટર આકારમાં વિશાળ, ધીમા અને ખર્ચાળ હતા. આ કમ્પ્યુટરમાં CPU અને મેમરીના મૂળભૂત ઘટકો તરીકે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. આ કમ્પ્યુટર બેચ ઓપરેટિંગ સિસ્ટમ અને પંચ કાર્ડ ઉપર આધારિત હતા.

 

આ પેઢીના કમ્પ્યુટરમાં ઈનપુટ અને આઉટપુટ ડિવાઇસ તરીકે મેગ્નેટિક ટેપ અને પેપરટેપનો ઉપયોગ થતો હતો.

 

પ્રથમ પેઢીમાં આવેલા કમ્પ્યુટરના નામ:-

 • ઈલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇંટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર – એનીક
 • IBM-701
 • IBM-650
 • ઈલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિએબલ ઓટોમેટિક કમ્પ્યુટર – EDVAC
 • યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર – UNIVACI

 

કમ્પ્યુટરની બીજી પેઢી 1959 થી 1965:-  “ટ્રાંઝિસ્ટર”

બીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો જે સસ્તા, પહેલા કરતાં નાના અને ઓછા પાવરનો વપરાશ કરતાં હતા. ટ્રાન્ઝિસ્ટર (Transistor) કમ્પ્યુટર, પ્રથમ પેઢીના કમ્પ્યુટર કરતાં વધારે ઝડપી હતા.

 

આ પેઢીના કમ્પ્યુટરમાં ચુંબકીય કોર (Magnetic Core)નો ઉપયોગ પ્રાથમિક મેમરી તરીકે થતો હતો અને ચુંબકીય ડિસ્ક અને ટેપનો ઉપયોગ ગૌણ મેમરી (Secondary Memory) તરીકે થતો હતો.

 

આ કમ્પ્યુટરમાં બેચ પ્રોસેસિંગ અને મલ્ટીપ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ અને સાથે એસેમ્બલી ભાષા અને પ્રોગ્રામિંગ ભાષાઓ જેમ કે COBOL અને FORTRANનો પણ ઉપયોગ થતો હતો.

 

બીજી પેઢીના આવેલા કમ્પ્યુટરના નામ:-

 • CDC 1604
 • UNIVAC 1108
 • IBM 1620
 • IBM 7094
 • CDC 3600

 

કમ્પ્યુટરની ત્રીજી પેઢી 1965 થી 1971:-  “ઇન્ટીગ્રેટેડ સર્કિટ”

બીજી પેઢીના કમ્પ્યુટરમાં તમે જોયું કે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો પણ હવે ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ ઇન્ટિગ્રેટેડ સર્કિટ (Integrated Circuits – IC)નો ઉપયોગ થતો હતો.

 

એક જ IC ખૂબ મોટી સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટરને પેક કરી શકે છે જેના લીધે તેની શક્તિમાં વધારો થયો છે અને તેનો ખર્ચો ઘટ્યો છે. કમ્પ્યુટર વધારે કાર્યક્ષમ અને કદમાં નાનું બન્યું.

 

આ પેઢીના કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ટાઈમ શેરિંગ, રિમોટ પ્રોસેસિંગ, મલ્ટી-પ્રોગ્રામિંગનો ઉપયોગ થતો હતો.

 

આ પેઢીના કમ્પ્યુટરમાં FORTRON-II TO IV, COBOL, PASCAL PL/1, ALGOL-68 જેવી ઊંચા સ્તરની પ્રોગ્રામિંગ ભાષાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

ત્રીજી પેઢીના આવેલા કમ્પ્યુટરના નામ:-

 • IBM-360 series
 • PDP(Personal Data Processor)
 • TDC-316
 • Honeywell-6000 series

 

કમ્પ્યુટરની ચોથી પેઢી 1971 થી 1980:-  “માઇક્રોપ્રોસેસર”

આ પેઢીના કમ્પ્યુટરમાં ખૂબ મોટા પાયે ઇન્ટિગ્રેટેડ સર્કિટ (VLSI) સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં લાખો ટ્રાંઝિસ્ટર અને ઘણા સર્કિટ એલિમેંટ હતા. આ પેઢીના કમ્પ્યુટર નાના, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય એવા, શક્તિશાળી, ઝડપી અને સસ્તા બન્યા.

 

આ પેઢીના કમ્પ્યુટરમાં રિયલ ટાઇમ, ટાઈમ શેરિંગ અને ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થતો.

 

આ પેઢીના કમ્પ્યુટરમાં C, C++, DBASE જેવી પ્રોગ્રામિંગ ભાષાઓનો પણ ઉપયોગ થતો હતો.

 

ચોથી પેઢીના આવેલા કમ્પ્યુટરના નામ:-

 • CRAY-X-MP
 • STAR 1000
 • DEC 10
 • PDP 11
 • CRAY-1

 

કમ્પ્યુટરની પાંચમી પેઢી 1980 થી અત્યાર સુધી:- “આર્ટિફિશ્યલ ઈન્ટેલિજેન્સ”

ચોથી પેઢીમાં VLSI (Very Large-Scale Integration) ટેક્નોલોજીનો ઉપયોગ થતો હતો પણ પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં VLSI ની જગ્યાએ ULSI (Ultra Large Scale Integration) ટેક્નોલોજી આવી હતી.

 

આ ULSI ટેક્નોલોજીને કારણે માઇક્રોપ્રોસેસર ચિપમાં કરોડો ઇલેક્ટ્રીક ઘટકો ઉમેરવું શક્ય બન્યું છે.

 

આ પેઢીના કમ્પ્યુટર Parallel Processing Hardware અને કૃત્રિમ બુદ્ધિ (AI) સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.

 

આ પેઢીના કમ્પ્યુટરમાં ઘણી પ્રોગ્રામિંગ ભાષા વપરાય છે જેમ કે C, C++, Java, .Net, Python વગેરે.

 

પાંચમી પેઢીના આવેલા કમ્પ્યુટરના નામ:-

 • ડેસ્કટોપ
 • લેપટોપ
 • અલ્ટ્રાબુક
 • ચરોમેબુક
 • નોટબુક

 

પ્રિય મિત્રો…

પ્રિય મિત્રો અહીં તમે કમ્પ્યુટર એટલે શું? તેના વિશે માહિતી આપવામાં આવી છે, જે તમને યોગ્ય લાગી હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માટે જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે – ધન્યવાદ.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “કમ્પ્યુટર એટલે શું? | What is Computer?”

Leave a Comment