ગગનયાન મિશન : મિત્રો આપણા દેશની સ્પેસ એજન્સી ISRO એ ઘણા બધા મિશન લોન્ચ કર્યા છે. જેણે થોડા સમય પહેલા લોન્ચ કરેલા મિશન ચંદ્રાયન – 3, અને મિશન સૂર્યાયન બન્ને ખુબ ચર્ચામાં છે. પરંતુ “ગગનયાન મિશન” એ પહેલાના તમામ મિશન કરતા ખાસ છે.
કારણે કે, જયારે ચંદ્રાયન – 3 લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે કેટલાક લોકો એવું સમજતા હતા કે જે ચંદ્ર પર જે ચંદ્રાયન – 3 મોકલવામાં આવ્યું છે તેમાં માનવ છે અને તે ચંદ્ર પર જઈને ચંદ્ર વિશે માહિતી મેળવશે. પણ એવું ન હતું. પરંતુ “ગગનયાન મિશન” એ ભારતનું પહેલું મિશન છે જેમાં અવકાશમાં 3 માનવને મોકલવામાં આવશે.
વિશ્વમાં ઘણા એવા દેશો છે જેમણે ભારત પહેલા અવકાશ જેવા ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરી છે, જેમાં અમેરિકા, રશિયા અને ચીન એવા દેશો છે જેમને પોતાના દેશના નાગરિકોને અવકાશમાં મોકલેલ છે. પરંતુ હવે આપણો દેશ ભારત પણ આ રેસમાં પાછળ નથી. હવે આપણા દેશના નાગરિકો પણ આકાશને સ્પર્શવા માટે તૈયાર થવાના છે. આ ‘ગગનયાન મિશન’ નામના મિશન હેઠળ કરવામાં આવશે.
ગગનયાન મિશન શું છે?
ગગનયાન મિશન એ ભારતનું પહેલું માનવસહિત મિશન છે. જેને આપણા દેશની ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO એ બનાવ્યું છે. જેમાં 3 ભારતીય અવકાશયાત્રીઓને 3 દિવસ માટે અવકાશમાં મોકલવામાં આવશે. આ મિશન ભારતીય માનવ અવકાશ ઉડાન કાર્યક્રમનો એક ભાગ છે.
Gaganyaan Mission ની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં ISRO મોટા પાયે લગભગ 3.7 ટન કેપ્સ્યુલ બોર્ડનું નિર્માણ કરવા જઈ રહ્યું છે, જેમાં 3 અવકાશયાત્રીઓ કેટલાય હજાર કિલોમીટરની ઊંચાઈએ 3 દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. તેમાં સર્વિસ મોડ્યુલ અને ક્રૂ મોડ્યુલનો સમાવેશ થાય છે જે સામૂહિક રીતે ઓર્બિટલ મોડ્યુલ તરીકે ઓળખાય છે.
ભારત દેશના ઈતિહાસમાં આ પહેલુ મિશન છે જેમાં માનવસહિત અવકાશયાન અવકાશમાં મોકલશે જેથી ભારતએ માણસને અવકાશમાં મોકલનાર વિશ્વનું ચોથું દેશ બની જશે.
ગગનયાન મિશનની શરૂઆત કયારે થઈ અને અત્યાર સુધી તેનું કયા સુધી પહોંચ્યું?
જયારે ભારતમાં ISRO ની સ્થાપના થઈ ત્યારે અવકાશમાં માનવ ને મોકલવાની વાત થઈ રહી છે, બીજા ઘણા બધા દેશોએ અવકાશમાં માનવને મોકલ્યા છે પરંતુ ભારતને તેમાં હજી સફળતા મળી નથી. તો ભારતમાં ગગનયાન મિશન ઇતિહાસ શું છે?, ચાલો જાણીએ.
સૌ પ્રથમ 2006 માં જનરલ ઓર્બિટલ વ્હીકલ હેઠળ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે અભ્યાસ અને તકનીકી વિકાસ કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું.
ત્યારે આ યોજનામાં 2 અવકાશયાત્રીઓની ક્ષમતા સાથે એક સરળ કેપ્સ્યુલ ડિઝાઇન કરવાનો અને તેને અવકાશમાં મોકલવામાં આવશે પછી લગભગ એક અઠવાડિયામાં તેને પુથ્વી પર પાછુ લાવવામાં આવે તેવો મિશન બનાવવામાં આવે છે.
ત્યારે બાદ તે મિશનની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે અને માર્ચ 2008 સુધીમાં ભારત સરકારને પાસે આ મિશન રજૂ કરવામાં આવે છે. અને પછીના વર્ષે આ મિશન માટે ભંડોળ મંજૂર કરવામાં આવ્યું. પરંતુ રાજકીય કોઈ કારણોસર આ મિશનને 4 વર્ષ માટે ત્યાં અટકાવી રાખવામાં આવે છે.
હવે 2014 માં આ મિશનને ફરીથી ચાલુ કરવામાં આવે છે અને ફેબ્રુઆરી 2014 આ મિશનના બજેટમાં વધારો કરવામાં આવે છે અને આ મિશનને ‘ગગનયાન મિશન’ તરીકે ઓળખાણ આપવામાં આવે છે અને 2014 માં તેને ફરીથી શરૂ કરવામાં આવે છે.
ત્યારબાદ વર્ષ 2016 માં આ મિશનમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા અને તે પછી વર્ષ 2017 માં ભારતીય હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામને નવીકરણ કરીને તેની શરૂઆત કરવામાં આવી હતી. અને ત્યારબાદ મોદી સરકાર દ્રારા આ મિશનને સંપૂર્ણપણે લીલી ઝંડી બતાવતામાં આવી અને આ મિશન માટે રૂપિયા.10,000 /- કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું. ત્યાર પછી મોદીજીએ 2018 ના સ્વતંત્રતા દિવસ પર તેમના ભાષણ દરમિયાન મિશન ગગનયાન ની જાહેરાત કરી હતી.
ત્યાર પછી May, 2019 માં મિશન ગગનયાનની સંપૂર્ણ ડિઝાઇન બનાવવામાં આવી અને તે કેવી રીતે કાર્ય કરશે. તેના પર અત્યારે કામ ચાલી રહ્યું છે.
થોડા સમય પહેલા ISRO ના માનવ અવકાશ ઉડાન કેન્દ્ર અને Glavkasmos કંપની જે રશિયન સ્ટેટ કોર્પોરેશન Roscosmos ની પેટાકંપની છે. જે ભારતીય અવકાશયાત્રીઓની પસંદગી, સમર્થન, તબીબી તપાસ અને અવકાશ તાલીમમાં સહકાર આપવા માટે થોડા સમય પહેલા 1 જુલાઈના રોજ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ISRO દ્રારા થોડા સમય પહેલા કેટલીક મુખ્ય તકનીકોના વિકાસ માટે અને અવકાશમાં જીવનને ટેકો આપવા માટે જરૂરી વિશેષ સુવિધાઓ સ્થાપિત કરવા માટે મોસ્કોમાં ISRO ટેક્નોલોજી લાયઝન યુનિટની સ્થાપના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેથી અત્યારે ગગનયાન મિશન નું કામ ખુબ જ ધૂમ-ધામ થી ચાલી રહ્યું છે, જે આવનારા સમયમાં લોન્ચ કરવામાં આવશે.
ગગનયાનનું ઓર્બીટલ મોડ્યૂલ કેવું હશે?
ગગનયાનનું ઓર્બીટલ મોડ્યૂલ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેમાં ઓછામાં ઓછા 3 માણસો બેસી શકે અને અવકાશમાં પહોંચ્યા પછી, તે 7 દિવસ સુધી ત્યાં રહે છે અને 7 પછી તે પથ્વી પર પાછા ફરી શકે.
તેવી રીતે તેને ડિઝાઇન કરવામાં આવ્યું છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ અવકાશમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ત્યાંની ગરમી અને રેડિયેશનથી બચી શકે છે અને તેને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.
જેથી ભારતે તેની ડિઝાઇનમાં પહેલાથી જ ઘણા બિલ્ડિંગ બ્લોક્સ સફળતાપૂર્વક વિકસિત અને પરીક્ષણ કર્યા છે, જેમાં રિ-એન્ટ્રી સ્પેસ કેપ્સ્યુલ, પેડ એબોર્ટ ટેસ્ટ, રોકેટ નિષ્ફળતાના કિસ્સામાં સલામત ક્રૂ ઇન્જેક્શન મિકેનિઝમ, ડિબેલ દ્વારા વિકસિત ફ્લાઇટ સૂટ અને શક્તિશાળી રોકેટ લોન્ચરનો સમાવેશ થાય છે.
આ મિશનમાં તે જ તકનીક અને ડિઝાઇનનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વિશ્વમાં પ્રથમ માનવને અવકાશમાં મોકલનાર દેશ અમેરિકા દ્વારા કરવામાં આવ્યો હતો.
આ ઓર્બીટલ મોડ્યૂલમાં સ્પ્લેશડાઉન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી આ માનવસહિત અવકાશયાન સાત દિવસ સુધી અવકાશમાં રહી શકે અને 7 દિવસ પછી તે પુથ્વી પર પાછુ આવે ત્યારે તેનો પેરાશૂટ ખુલે છે અને તેની મદદથી તે સમુદ્રમાં સારી રીતે ઉતરી શકે છે. સાથે-સાથે તેની ડિઝાઈનમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જો કોઈ કારણોસર આ ગગનયાનમાં કોઈ સમસ્યા કે ખામીના સંકેત મળે તો ક્રૂ મોડ્યુલને પૃથ્વી પર પાછું સફળતા પૂર્વક લેન્ડ કરવામાં આવે.
ગગનયાન મિશનના અત્યાર સુધી થયેલા સફળ પરીક્ષણ
ગગનયાન મિશનનું પહેલુ પરિક્ષણ વર્ષ 2006 માં જ્યારે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ખુબ જ ઓછા વજનનું એક નાનું અવકાશયાન બનાવવામાં આવ્યું હતું, જેનું નામ સ્પેસ કેપ્સ્યુલ રિકવરી SRE-1 હતું. જેને જાન્યુઆરી 2007 માં PSLV C7 રોકેટ લોન્ચરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
જે અવકાશમાં 12 દિવસ સુધી રહ્યું અને તે પછી તે સ્પ્લેશડાઉન ટેક્નોલોજી સાથે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા અને તે પછી બંગાળની ખાડીમાં ઉતર્યું હતું.
ત્યારબાદ ફેબ્રુઆરી, 2014 માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જેણે ISRO ને પ્રથમ ક્રૂ મોડ્યુલ સ્ટ્રક્ચરલ એસેમ્બલી સોંપવામાં આવી હતી.
ત્યાર બાદ આ વર્ષે ISRO દ્વારા ગગનયાન મિશન માટે અન્ય એક પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેનું નામ હતું ક્રુ મોડ્યુલ એટમોસ્ફેરિક રી-એન્ટ્રી એક્સપેરિમેન્ટ.
જેમાં ક્રૂ મોડ્યુલ અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં કેવી રીતે પ્રવેશ કરે છે અને તેનો પેરાશૂટ કેટલા સમય પછી ખુલે છે અને તે ધરતી પર ક્યારે ઉતરે છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે પ્રયાસ સફળ પણ રહ્યો છે.
ઇસરો દ્વારા ગયા વર્ષે જુલાઈ મહિનામાં પેડ એબોર્ટ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ રીતે, તેનું અત્યાર સુધીમાં કુલ 3 વખત પરીક્ષણ કરવામાં આવ્યું હતા અને આગામી સમયમાં તેનું વધુ હજી પરીક્ષણ કરવામાં આવશે.
ત્યારે 2023 માં 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ચંદીગઢની ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરીના રેલ ટ્રેક્ડ રોકેટ સ્લેજ પર ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ DRDO અને એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું.
તેથી અત્યારે ગગનયાન મિશન પર પરિક્ષણ ચાલી રહ્યું છે, જેને આવનારા સમયમાં લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો :-
બાહુબલી રોકેટ LVM-3 થી લોન્ચ થશે ગગનયાન?
ગગનયાનને ISRO ના LVM-3 થી લોન્ચ કરવામાં આવશે. જેને બાહુબલી રોકેટ પણ કહેવામાં આવે છે. ઓક્ટોબર 2022 માં LVM-3 રોકેટે એક સાથે 36 ઉપગ્રહો સાથે ઉડાન ભરી હતી. જેથી LVM-3ને બાહુબલી રોકેટ તરીકે ઓળખવામાં આવ્યું. જેને ઈસરો દ્વારા બનાવવામાં આવેલ છે જે ISRO નું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચર છે.
ગગનયાન મિશન પર જતા 3 અવકાશયાત્રીઓની પ્રસંદગી કેવી રીતે થશે?
ગગનયાન મિશનમાં જઈ રહેલા આ ત્રણ અવકાશયાત્રીઓને ‘વિયોનૉટ્સ’ કહેવામાં આવશે.
આ મિશનમાં વિયોનૉટ્સ ની પસંદગી ISRO અને ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવશે અને ત્યાર બાદ તેમને દેશમાં ISRO દ્વારા તાલીમ આપવામાં આવશે. અને એક અહેવાલ મુજબ વિયોનૉટ્સને વિવિધ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રો અને અન્ય તમામ બાબતો વિશે તાલીમ માટે રશિયા પણ મોકલી શકાય છે.
જ્યારે મિશન લોન્ચ કરવામાં આવશે, ત્યારે તેમને એક ખાસ સ્પેસસુટ પહેરવામાં આવશે, જે તેમને અવકાશમાં હાજર સૂર્યના મજબૂત પ્રકાશ અને કિરણોત્સર્ગની સાથે તમામ પ્રકારના જોખમી વાતાવરણથી બચાવશે.
વાયોમનોટ્સને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે જે ખૂબ મુશ્કેલ છે. ISRO ચીફે આ ટ્રેનિંગ માટે મહિલાઓને પણ સામેલ કરવાની મંજૂરી આપી છે, એટલે કે હવે આ મિશનમાં ત્રણ અવકાશયાત્રીઓ માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓ પણ હોઈ શકે છે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે તેઓ આ તાલીમની કસોટી પૂર્ણ કરે.
આ પણ વાંચો:-
ચંદ્ર પર જમીન :- ચંદ્ર પર જમીન કેવી રીતે ખરીદવી જાણો સંપૂર્ણ જાણકારી.
ગગનયાન મિશન થી શું લાભ થશે?
આજની યુવા પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે ઘણો રસ જાગ્યો છે અને આવી સ્થિતિમાં આવા પ્રોગ્રામો તેમની ઉત્સુકતા વધારે વધારશે, જેના કારણે તેઓ આ ક્ષેત્રોમાં આગળ વધશે અને સંશોધનની નવી તકનીકોની શોધ થશે.
જો Gaganyaan Mission સફળ થશે તો આવનારા સમયમાં દુનિયાના અન્ય સ્પેસ એજન્સી જેમ ISRO ની પણ સમગ્ર દુનિયામાં એક અલગ ઓળખ બનશે.
આમ Gaganyaan Mission હેઠળ ભારત અને દુનિયાના અન્ય દેશોને ઘણા બધા લાભો થશે.
ભારતનું આ પહેલું મિશન છે, જેમાં અવકાશમાં પહેલી વાર કોઈ માનવને મોકલાવમાં આવશે પરંતુ અવકાશમાં માનવ મોકલનાર ભારત પહેલો દેશ નથી, કારણ કે ભારત પહેલા દુનિયાના ઘણા બધા દેશોએ અવકાશમાં માનવ મિશન મોકલેલ છે જેમાં અમેરિકા, ચીન, રશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.
મિત્રો અહીં અમે તમને Gaganyaan Mission વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આ માહિતી અમે વિવિધ જગ્યાએથી એકઠી કરી અહીં તમને વિવિધ પૂર્વક માહિતી આપી છે, તો મિત્રો આવી જ તમે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. અને Gaganyaan Mission વિશે વધુ માહિતી મેળવવા માંગો છો તો ISRO ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.