દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના 2024 | Karigar Vyaj Sahay Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના.

તો ચાલો જાણીએ કે Karigar Vyaj Sahay Yojana શું છે?, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને Karigar Vyaj Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


Contents hide

દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના શું છે?

ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારમાં રહેતા આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં તેમને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્‍યાજે લોન આપવામાં આવે છે.


દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાનો હેતુ શું છે?

ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્‍તકલાના કુટિર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે તેમના ધંધાને વિસ્તાર આપવા માટે કાચો માલ ખરીદવા લોનની જરૂરિયાત હોય છે. જેથી લોન લેવા માટે કારીગરોને નાણાકીય સંસ્‍થાઓ અથવા ખાનગી ધિરાણકર્તા ઉપર આધાર રાખવો પડે છે. જેનો વ્‍યાજદર ઉંચો હોય છે. જેથી તેમને તે ધિરાણનું વ્યાજદર ખુબ જ ઊંચો પડે છે. તેથી સરકાર દ્રારા Karigar Vyaj Sahay Yojana ચાલુ કરવામાં આવી છે. જેથી તે આ યોજના હેઠળ ઓછા વ્યાજદરે લોન મેળવી શકે.


દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 • લાભાર્થીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
 • કારીગર વિકાસ કમિશનર હેન્ડલુમ, વિકાસ કમિશનર હેન્ડીક્રાફ્ટ, ઈન્ડેક્ષ્ટ- સી દ્વારા અપાયેલ આર્ટીઝન તરીકે નું ઓળખપત્ર ધરાવતો હશે તેને આ યોજનાનો લાભ મળશે.
 • કારીગર હાથશાળ કે હસ્તકલાની કારીગરીનો જાણકાર હોવો જોઇએ.
 • ખોડખાંપણ ધરાવતા વિકલાંગ વ્યક્તિ કે અંધ કારીગરોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
 • આ યોજનામાં આવક મર્યાદા લાગુ પડતી નથી.

દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ

આ યોજનામાં કારીગર લાભાર્થીને વાર્ષિક રૂપિયા.1.00/-  લાખની લોન મશીનરી અથવા કાચો માલ ખરીદવા માટે ધિરાણ આપવામાં આવશે.


દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ સહાયના ધોરણો

(1) માર્જીન મની સહાય

જનરલ કેટેગરી (પુરુષ) 20%
અનામત કેટેગરી (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ)/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ 25%

(2) વ્યાજ સહાય

આ યોજના હેઠળ 7 ટકાના દરે વ્યાજ સહાય આપવામાં આવે છે. જે સહાય દર 6 મહિને બેંક તરફથી ક્લેઈમ મળ્યેથી લાભાર્થીના ખાતામાં જમા કરાવવાની રહેશે. આ સહાય મહત્તમ ત્રણ વર્ષ સુધી જ મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી નિયમીત બેંક નક્કી કરે તે મુજબ હપ્તા ભરનાર લાભાર્થીને બેંકની ભલામણથી ફરીથી આ યોજના હેઠળ લાભ આપી શકાશે. પરંતુ મહત્તમ ત્રણ વાર આ જ શરતો હેઠળ આ યોજનાનો લાભ મળી શકશે.


દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ વ્યાજનો દર

રીઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ તે દરેક બેંકો લોન માટે વ્યાજની અકારણી કરશે.


દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ લોનની પરત ભરપાઈ કરવાનો સમય

લોનના હપ્તા ધીરાણ આપ્યા બાદ બેંક નક્કી કરે તે પ્રમાણે શરૂ કરવાના રહેશે. લીધેલ લોન વ્યાજ સહિત ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૩૬ માસિક હ્પ્તામાં લોનની ભરપાઈ કરવાની રહેશે.


દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના માટે નાણાંકીય સંસ્થાઓ જે લોન આપશે

 • રાષ્‍ટ્રીયકૃત બેંકો.
 • તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકો.
 • સહકારી બેંકો.
 • ખાનગી બેંકો.
 • પબ્લીક સેક્ટર બેંકો.

દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

જે મિત્રો દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનામાં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • નિયત અરજીપત્રક (બે નકલમાં) – (યોજનાનું અરજી ફોર્મ).
 • આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ.
 • આર્ટીઝન કારીગર કાર્ડ. (કારીગર વિકાસ કમિશનર હેન્ડલુમ, વિકાસ કમિશનર હેન્ડીક્રાફ્ટ, ઈન્ડેક્ષ્ટ- સી પાસેથી મેળવવાનું રહેશે.
 • જન્‍મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર
 • જો સાધન-ઓજાર ખરીદવાના હોય તો તેના ટીન/વેટ નંબરવાળા ભાવપત્રકો
 • સૂચિત ધંધાના સ્‍થળનો આધાર (ભાડાચિઠ્ઠી/ભાડા કરાર, મકાનવેરાની પાવતી વગેરે).
 • વીજળી વપરાશ કરવાની હોય તો તેનો પુરાવો અથવા સંમતિ પત્રક.
 • પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ.

દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના


આ પણ વાંચો :-

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2023 | PradhanMantri Kaushal Vikas Yojana


દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે  અરજી કરી શકો છો.

 • દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીને પોતાના નજીકના જિલ્લા ઉધોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. જ્યાંથી તમને આ યોજના માટે અરજી કરી શકો છો.

Karigar Vyaj Sahay Yojana હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Karigar Vyaj Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા નજીકનાં જિલ્લા ઉધોગ કેન્દ્ર પર જઈને આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


Karigar Vyaj Sahay Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Karigar Vyaj Sahay Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારમાં રહેતા આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

2.દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?

જવાબ :- આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી.

3.દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ શા માટે લોન આપવામાં આવે છે?

જવાબ: (૧) કાચો માલ ખરીદવા (ર) સાધન ઓજારો અને મશીનરી ખરીદવા માટે Karigar Vyaj Sahay Yojana હેઠળ સહાય આપવામાં આવે છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના 2024 | Karigar Vyaj Sahay Yojana”

Leave a Comment