મફત છત્રી યોજના 2023 | Mafat Chhatri Yojana

 

મારાં વ્હાલા મિત્રો આજના આ લેખમાં આપણે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, મફત છત્રી યોજના.

 

તો ચાલો જાણીએ કે મફત છત્રી યોજના શું છે?, મફત છત્રી યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને મફત છત્રી યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


મફત છત્રી યોજના


મફત છત્રી યોજના શું છે?

આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના એવા લોકો કે જે બજારમાં કે પછી હાટ બજારમાં ફળ, શાકભાજી, ફુલ કે કોઈ અન્ય પ્રકારનુ વેચાણ કરતા હોય અને જે લોકો લારી પર આ રીતે ધધો કરતા હોય તેમને આ યોજના હેઠળ શેડ અને છત્રી આપવામાં આવે છે.


મફત છત્રી યોજનાનો ઉદ્દેશ્ય શું?

જે લોકો ફળ, શાકભાજી, ફુલપાકો, હાટ બજારમાં વેચાણ કરતા, લારી વાળાઓ, રોડ સાઈડ પર વેચાણ કરતા અને નાના વેચાણકારોને કોઈપણ વસ્તુનો બગાડ ના થાય તે માટે વિનામૂલ્યે છત્રી કે શેડ કવર મળી રહે તે હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવી છે.


મફત છત્રી યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના લોકોને છત્રી મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ લોકોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • જે વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તે ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • ફૂલપાકોનું વેચાણ કરતા હશે તે લોકોને આ યોજનાનો લાભ મળશે.
  • ફળો અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે.
  • નાની લારીવાળા અને ફેરિયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.
  • જે ફળ પાકોનું ઝડપીથી નાશ પામે તેવા ફળોનું વેચાણ કરતા હોય તેવા લોકોને પણ લાભ મળશે.
  • રોડ સાઈટ પર વેચાણ કરતા હોય તેવા લારી વાળા કે દુકાન વાળા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે.
  • નાના બજાર કે હાટ બજારમાં વેચાણ કરતા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે.

મફત છત્રી યોજનામાં મળવાપાત્ર સહાય

મફત છત્રી યોજના હેઠળ આધારકાર્ડ દીઠ નાના વેચાણકારોને એક છત્રી આપવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્યના ફળ, શાકભાજી, ફુલપાકો, હાટ બજારમાં વેચાણ કરતા, લારી વાળાઓ, રોડ સાઈડ પર વેચાણ કરતા અને નાના વેચાણકારોને આ યોજના હેઠળ મફત છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે.


મફત છત્રી યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Mafat Chhatri Yojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • લાભાર્થીના પરિવારના રેશનકાર્ડની નકલ
  • ગુજરાત અર્બન લાઈવલી હૂર્ મિશન દ્રારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
  • દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • સંસ્થાએ લાભ લેવાના હોય તો રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર
  • અનુસૂચિત જાતિ(એસ.સી) અને અનુસૂચિત જાનજાતિ(એસ.ટી) નું પ્રમાણપત્ર (જો હોય તો)

મફત છત્રી યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Mafat Chhatri Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

  • અરજી કરવાની શરૂઆતની તારીખ:-
  • અરજી કરવાની છેલ્લી તારીખ :-

આ પણ વાંચો:-

તાડપત્રી સહાય યોજના :- તાડપત્રી ખરીદવા માટે મળશે રૂપિયા 1875 ની સહાય.


મફત છત્રી યોજનામાં અરજી કેવી રીતે કરવી?

આ યોજના માટે તમારે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેમાં તમારે “બાગાયત ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “બાગાયત ની યોજનાઓ” ખોલ્યા બાદ નીચે આપેલી “મફત છત્રી યોજના” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • હવે લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કાઢવાની રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

 

ખાસ નોંધ:- જો તમને અરજી કરતા ના આવતું હોય તો તમે તમારા ગામની ગ્રામપંચાયતમાં બેસતા V.C.E પાસે જઈને અથવા તમારા નજીકમાં આવેલ CSC સેન્ટર પર જઈને ફોર્મ ભરી શકો છો. (જયાં સુધી બની શકે ત્યાં સુધી પોતાની જાતે અરજી કરવી નહીં)


મફત છત્રી યોજનામાં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી ઓફલાઈન શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • હવે લાભાર્થીએ ઓનલાઇન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  • હવે સહી કરેલ તે પ્રિંટઆઉટ સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે પ્રિંટઆઉટની સાથે જોડવાના રહેશે.
  • હવે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ રીતે તમારી ઓનલાઇન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને તમને છત્રી અથવા શેડ આપવામાં આવશે.

Mafat Chhatri Yojana માટેની મહત્વપૂર્ણ લિંક

i-khedut portl  ની અધિકૃત વેબસાઇટ અહીં ક્લિક કરો.
એપ્લિકેશન સ્થિતિ અહીં ક્લિક કરો.
પ્રિન્ટ એપ્લિકેશન અહીં ક્લિક કરો.
ખેડૂત Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.મફત છત્રી યોજનામાં અરજી કઈ રીતે કરવી?

જવાબ:- Mafat Chhatri Yojana નો લાભ લેવા માટે તમારે  આઈ-ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

 

2.મફત છત્રી યોજનામાં કેટલી છત્રી આપવામાં આવશે?

જવાબ:- Mafat Chhatri Yojana માં આધારકાર્ડ દીઠ એક છત્રી અથવા શેડ આપવામાં આવે છે.

 

3.મફત છત્રી યોજના માં અરજી કરવાનો સમયગાળો કેટલો છે?

જવાબ:- અત્યારે ઓનલાઇન ફોર્મ બંધ છે.

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment