Namo Laxmi Yojana 2024 : નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને મળશે રૂ.50,000 સુધીની સહાય.

Namo Laxmi Yojana : ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે વારંવાર નવી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક નવી યોજના છે, જેનું નામ છે, નમો લક્ષ્મી યોજના.

તો ચાલો જાણીએ કે Namo Laxmi Yojana શું છે?, નમો લક્ષ્મી યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને Namo Laxmi Yojana માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


નમો લક્ષ્મી યોજના શું છે? – Namo Laxmi Yojana In Gujarati 

Namo Laxmi Yojana હેઠળ સરકારી, અનુદાનિત, ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓને કે ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તે દીકરીઓને આ યોજના હેઠળ પ્રોત્સાહન રાશિ આપવામાં આવે છે. જેમાં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતી દીકરીઓ માટે વાર્ષિક રૂપિયા 10,000 હજાર અને ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતી દીકરીઓ માટે વાર્ષિક રૂપિયા 15,000 હજાર પ્રોત્સાહન રાશિ જાહેર કરેલ છે. સાથે ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તે દીકરીઓને કુલ રૂપિયા 50,000 હજારની સહાય મળવાપાત્ર થશે.


Highlight Of Namo Laxmi Yojana

યોજનાનું નામ નમો લક્ષ્મી યોજના
લાભાર્થી સરકારી, અનુદાનિત, ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓને કે ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તે દીકરીઓ
ઉદ્દેશ્ય કિશોરીઓના પોષણ, આરોગ્ય અને તેમના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન માટે
કુલ કેટલી દિકરીઓને લાભ મળશે? અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે.
અરજી કરવાની પ્રક્રિયા
ઓફિશિયલ વેબસાઈટ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

નમો લક્ષ્મી યોજનાનો હેતુ શું છે?

Namo Laxmi Yojana ને ચાલુ કરવા પાછળનો મુખ્ય હેતુ કિશોરીઓના પોષણ, આરોગ્ય અને તેમના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન મળી રહે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


નમો લક્ષ્મી યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ દીકરીઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • લાભાર્થી વિદ્યાર્થીની ગુજરાત રાજ્યની હોવી જોઈએ.
  • લાભાર્થી વિદ્યાર્થીની ધોરણ 9 થી 12 માં ભણતી હોવી જોઈએ અથવા ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તે કન્યાઓ આ યોજના માટે પાત્ર છે.
  • લાભાર્થી વિદ્યાર્થીની બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જોઈએ.
  • લાભાર્થી વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે તેથી વધુ ન હોવી જોઈએ.

નમો લક્ષ્મી યોજનામાં મળવાપાત્ર સહાય

Namo Laxmi Yojana હેઠળ વિવિધ ધોરણ મુજબ વિધાર્થીનીઓની જુદી-જુદી પ્રોત્સાહિત રાશિ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

ક્યા-ક્યા ધોરણની વિધાર્થીનીઓને મળશે લાભ  પ્રોત્સાહિત રાશિ
ધોરણ 9 અને 10 ની વિધાર્થીનીઓને માટે રૂપિયા 10,000 હજાર
ધોરણ 11 અને 12 ની વિધાર્થીનીઓને માટે રૂપિયા 15,000 હજાર
ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ કન્યાઓ માટે રૂપિયા 50,000 હજાર

નમો લક્ષ્મી યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Namo Laxmi Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

અત્યારે સરકાર દ્રારા Namo Laxmi Yojana માટે કોઈપણ પણ ડોકયુમેન્ટ વિશે અપડેટ નથી આપી. તો જયારે સરકાર દ્રારા ડોકયુમેન્ટ અપડેટ આપવામાં આવશે ત્યારે અહીં વેબસાઈટ પર મુકવામાં આવશે.


Namo Laxmi Yojana માં અરજી કેવી રીતે કરવી?

Namo Laxmi Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

અત્યારે સરકાર નમો લક્ષ્મી યોજના માટે કોઈપણ ઓનલાઇન અરજી કરવાનું ચાલુ કરેલ નથી તો સરકાર દ્રારા જયારે પણ અરજી સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે. ત્યારે અમે તમને આ વેબસાઈટ પર અરજી પ્રક્રિયા બતાવીશું. જેથી તમે પણ આ યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો.


નમો લક્ષ્મી યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Namo Laxmi Yojana ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તો આ https://cmogujarat.gov.in વેબસાઈટની મુલાકાત લો.


Namo Laxmi Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

નમો લક્ષ્મી યોજનામાં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- સરકારી, અનુદાનિત, ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓને કે ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તે દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

2.નમો લક્ષ્મી યોજનામાં શું લાભ મળે?

જવાબ :- નમો લક્ષ્મી યોજનામાં રૂપિયા 10,000 હજાર થી કરીને રૂપિયા 50,000 હજાર સુધીની પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.

3.નમો લક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી હોવી જોઈએ.

જવાબ :- લાભાર્થી વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે તેથી વધુ ન હોવી જોઈએ.


Namo Laxmi Yojana

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment